BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
અમેરિકા : અશ્વેતની એ હત્યા જેના કારણે રાષ્ટ્રપતિ બાઇડને દેશવાસીઓને શાંતિની અપીલ કરવી પડી
આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ અનેક સ્થળોએ પ્રદર્શનો યોજાયાં હતાં, પાંચેય પોલીસકર્મીઓને બરખાસ્ત કરાયા બાદ તેમની ધરપકડ કરાઈ હતી.
મોટા પરિવારમાં ઊછરેલાં મહિલાનો મૃતદેહ ત્રણ વર્ષ સુધી ઘરમાં પડ્યો રહ્યો છતાં કોઈને ખબર કેમ ન પડી?
લૉરાનો મૃતદેહ મે 2021માં મળી આવ્યો હતો, પરંતુ નવેમ્બર 2017માં તેમનું મૃત્યુ થયું હોવાનું માનવામાં આવે છે
મધ્યપ્રદેશમાં ક્રૅશ થયેલાં યુદ્ધ વિમાનો ભારતીય સૈન્યની ‘કરોડરજ્જુ’ કેમ ગણાય છે?
મધ્યપ્રદેશના મુરેના ખાતે ભારતીય સેનાનાં બે યુદ્ધ વિમાનો, સુખોઈ 30 અને મિરાજ -2000 દુર્ઘટનાગ્રસ્ત થયાં હતાં, જેમાં એક પાઇલટનું મૃત્યુ નીપજ્યું હતું.
ઇતિહાસમાં ભૂલાયેલો હત્યાકાંડ જેમાં નાઝીઓએ ભારતીય મૂળના 50 લાખ રોમા સમુદાયનો કત્લેઆમ કર્યો
રોમા હોલકાસ્ટમાંથી બચી ગયેલા 83 વર્ષના હિન્તા ઘેઓર્ઘે સવાલ કરે છે કે “તેઓ શા માટે અમને મારી નાખવા ઇચ્છતા હતા? તેમણે અમારી હત્યા શા માટે કરી?”
તમે ઉદાસ છો કે ડિપ્રેસ? બન્ને સ્થિતિ અલગ છે અને બન્ને વિશે જાણવું જરૂરી છે
દરેક વાતે પોતાની જાતને ‘ડિપ્રેસ્ડ’ ગણાવવી એ ખરેખર ડિપ્રેશન નથી, પરંતુ હા આ વાત આપણી ઓછી જાણકારીને જરૂર દર્શાવે છે.
મલ્ટી-લેવલ માર્કેટિંગ : ઝડપથી પૈસાદાર બનાવવાની લાલચ આપી લોકોને ફસાવવાની સ્કીમ
ભારતમાં અમુક કંપનીઓ દ્વારા ‘મલ્ટિ લેવલ માર્કેટિંગ’ થી નીચેના સ્તરના લોકોએ કરેલા રોકાણથી ઉપલા સ્તરના લોકોને ફાયદો થાય તેવી યોજના ચલાવાય છે
રાજકોટ : કૅન્સર સામે જંગથી માંડી ‘ગરીબ મહિલાઓનાં તારણહાર’ બનવાની દેવિકાબહેનની કહાણી
રાજકોટ જિલ્લાના કૂવાડવા ગામનાં દેવિકાબહેન એક જીવતાંજાગતાં પ્રેરણાસ્રોત કમ નથી.
પાકિસ્તાનમાં ખાદ્યસામગ્રી માટે લોકોની લાઇનો લાગી, દેશ નાદારી તરફ વધી રહ્યો છે?
પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં આર્થિક સંકડામણ અને ભાવવધારાના અહેવાલો આવી રહ્યા હતા.
ભારત/વિદેશ
હિંડનબર્ગનો અદાણીને પડકાર- 'તમે ગંભીર હો તો યુએસ કોર્ટમાં આવો'
છેતરપિંડીના આરોપો પછી અબજો રૂપિયાનું નુકસાન સહન કર્યા પછી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીએ સંશોધન કંપનીના દાવા પર પ્રતિક્રિયા આપી છે.
ચીન : દિવસ-રાત બની રહ્યાં છે તાબૂત, કોવિડ લહેરમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં?
ચીનમાં કોવિડના કારણે સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં હોવાનું બીબીસીની તપાસમાં સામે આવ્યું
અદાણી જૂથ પર 'છેતરપિંડી'નો આરોપ, હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટનો શું છે વિવાદ?
અદાણી જૂથ અને હિંડનબર્ગ રિસર્ચ 24 જાન્યુઆરીએ છપાયેલ એક રિપોર્ટને લઈને સામસામે આવી ગયાં છે.
અશિક્ષિત મહિલાઓના પ્રયાસે ઊભી કરી દીધી દેશની પ્રથમ ડિજિટલ મહિલા સહકારી બૅંક
25 વર્ષ પહેલાં મહિલાઓ માટે સ્થપાયેલી ગ્રામીણ ભારતીય બૅંક એવી ધ માણદેશી મહિલા સહકારી બૅંકની શરૂઆત કરાઈ હતી.
ઑસ્ટ્રેલિયાઃ પખવાડિયામાં ત્રણ મંદિરને નિશાન શા માટે બનાવવામાં આવ્યાં?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઑસ્ટ્રેલિયાના સ્થાનિક અખબારોમાં પ્રકાશિત સમાચારમાં આ ઘટના માટે ખાલિસ્તાની સમર્થકોને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.
સૉના ડિપ્લોમેસી : એ દેશ જ્યાં રાજદ્વારીઓ નગ્ન નેટવર્કિંગમાં આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરે છે
ફિનલૅન્ડના રાજદ્વારીઓ આંતરરાષ્ટ્રીય નીતિ વિશેની વાતચીત તથા સમસ્યાઓના નિરાકરણ માટે વર્ષોથી સૉના(બાષ્પ સ્નાનઘર)નો ઉપયોગ કરતા રહ્યા છે.
કૉલેજિયમ: સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજની નિમણૂકની સત્તાનો વિવાદ શું છે?
તાજેતરમાં ખાસ કરીને કેન્દ્રીય કાનૂનમંત્રીએ કૉલેજિયમ સિસ્ટમને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા, શું છે આ કૉલેજિયમ સિસ્ટમ? તે કેવી રીતે કાર્ય કરે છે, સરકારને તેની સામે શું વાંધો છે?
જેએનયુમાં બીબીસી ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ, વીજળી ગુલ અને વિદ્યાર્થીઓ પર પથ્થરમારો- ગ્રાઉન્ડ રિપોર્ટ
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)માં બીબીસીની ડૉક્યુમેન્ટરી 'ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન'ના સ્ક્રીનિંગ દરમિયાન ડૉક્યુમેન્ટરી જોતાં વિદ્યાર્થીઓ પર પથ્થરમારો થયો છે.
કુરાન સળગાવાનો મામલો: તુર્કી, પાકિસ્તાન સહિતના દેશોએ શું પ્રતિક્રિયા આપી?
સ્વીડનમાં કુરાનની પ્રત સળગાવવાની ચારેકોર ટીકા થઈ રહી છે. તુર્કીએ કહ્યું કે વિરોધપ્રદર્શનને મંજૂરી આપવાનો સ્વીડિશ સરકારનો નિર્ણય "સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.
બીબીસી વિશેષ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને '30 લાખનું ઇનામ જાહેર' કરીને પડકાર ફેંકનારા શ્યામ માનવ કોણ છે?
શ્યામ માનવ અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના રાષ્ટ્રીય સંયોજક છે અને તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે.
'જો વિશ્વાસ ન હોય તો ગોળી મારી દો', જ્યારે ભારતીય સેનાનો જવાન હિઝબુલના કૅમ્પમાં ઘૂસ્યો
મેજર મોહિત શર્માનો જન્મ હરિયાણાના રોહતકમાં થયો હતો. મેજરના જીવન પર 'ઇફ્તિખાર' નામની ફિલ્મના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી : ગરીબીથી કરોડોનું સામ્રાજ્ય અને 'શ્રદ્ધાળુઓનાં મનની વાત જાણવા'ના વિવાદની સંપૂર્ણ ‘કરમ કુંડળી’
ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધવિશ્વાસ ફેલાવવાના, મીડિયા કવરેજ અને બીજા આરોપો લાગ્યા છે જેનો તેમણે જવાબ આપ્યો છે.
પદ્મવિભૂષણથી સન્માનિત બાલકૃષ્ણ દોશી માત્ર આર્કિટેક્ટ હતા? એમણે ગુજરાત અને ભારતને શું આપ્યું?
વિખ્યાત આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનું 24મી જાન્યુઆરીએ અમદાવાદ ખાતે અવસાન થયું. સ્વતંત્ર ભારતના આર્કિટેક્ટ્સમાં અગ્રીમ પંક્તિમાં રહેલા બી વી દોશીએ આઈઆઈએમ બૅંગલોર, સેપ્ટ યુનિવર્સિટી જેવી અને સંસ્થાઓની ઇમારતોમાં આધુનિકતા અને ભારતીય મૂલ્યોનું અનોખી રજૂઆત કરી
‘જેણે કિડની કાઢી તેની જ કિડની મને આપો’- બંને કિડની વગર જીવતાં મહિલાની આપવીતી
સુનીતા મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ ચિકિત્સા મહાવિદ્યાલય હૉસ્પિટલ(એસકેએમસીએચ)ના આઈસીયુમાં સારવાર લઈ રહ્યાં છે.
યુક્રેનનું યુદ્ધ બે ભારતીયોને ફળ્યું : પોલેન્ડમાં ફસાયેલા 20 હજાર કિલો પૌંઆમાંથી બનાવી દીધો ભારતીય બીયર
પોલૅન્ડમાં બે ભારતીય હાઈબ્રિડ બીયરનું વેચાણ કરનારા સૌપ્રથમ ઉદ્યોગસાહસિક બન્યા છે.
ગુજરાતના ઘર-ઘરમાં વપરાતા 'સોલાપુરી' ધાબળાની અનોખી કહાણી
કેન્દ્ર સરકારે પણ સોલાપુરી ચાદરને પ્રોત્સાહન આપવાના પ્રયાસ શરૂ કર્યા હોવાથી આગામી દિવસોમાં સોલાપુરી ચાદરના સારા દિવસો ફરી આવશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે
'હું લેસ્બિયન છું એટલે તેણે તેનાં ગુપ્તાંગ વિશે વાતો કરી, મારા પૈસા લૂંટી લીધા'
તામિલનાડુના સાલેમ જિલ્લામાં રહેતી સૌંદર્યાએ તેના પરિવાર તથા સમાજ સમક્ષ પોતાના પ્રેમનો ખુલાસો કર્યો ત્યારે તેણે જોરદાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એક ભારતીયનું અમેરિકામાં નાઇટ ક્લબનું સામ્રાજ્ય હત્યા સાથે કેવી રીતે ખતમ થયું?
મુંબઈમાં જન્મેલા સ્ટીવ બેનરજીએ 1979માં લૉસ એન્જલસમાં ચિપ્લેન્ડેલ્સ નામની પુરુષોની સ્ટ્રીપ ક્લબ સ્થાપીને એક દક્ષિણ એશિયનનું પરંપરાગત અમેરિકન સપનું સાકાર કર્યું હતું.
ગુજરાત રિપોર્ટ
ગુજરાતમાં મગફળીના પાકને જોખમ કેમ અને આગામી દિવસો ખેડૂતો માટે કેટલા કપરા?
મગફળી સૌરાષ્ટ્રનો મુખ્ય પાક છે અને ગુજરાતના છ જિલ્લાનાં અર્થતંત્ર એક અથવા બીજી રીતે મગફળી ઉપર નિર્ભર છે. જળવાયુ પરિવર્તન અને વાતાવરણમાં આવી રહેલા ઝડપી ફેરફારની અસર મગફળીના ઉત્પાદન ઉપર પણ થઈ છે.
ગુજરાતમાં યુરોપની અનુભૂતિ કરાવતાં સિદ્ધપુરનાં મકાનો કેમ જાળવણી 'ઝંખી' રહ્યાં છે?
દેશ અને ગુજરાતના અદ્ભુત વારસામાં સિદ્ધપુરની વોરવાડનાં મકાનો દેશ સહિત વિદેશના ટૂરિસ્ટો માટે એક આકર્ષણ છે.
મોરબી પુલ દુર્ઘટના: ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલનું નામ 'મુખ્ય આરોપી' તરીકે કેમ ઉમેરાયું?
ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનું કામ સોંપાયું હતું, પુલ તૂટી પડતાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સુરતમાં આઠ વર્ષનાં દેવાંશીની દીક્ષાઃ બાળકોને દીક્ષા કેટલી યોગ્ય છે?
બાળકને આટલી નાની વયે પરિવારથી અલગ કરી દેવા બાબતે સમુદાયના અન્ય લોકોએ પણ અસ્વસ્થતા વ્યક્ત કરી હતી.
મોરબી પુલ દુર્ઘટના: ઓરેવા ગ્રૂપે ભૂલ સ્વીકારી? 'પીડિતોને વળતર, અનાથ બાળકોની જવાબદારી લેવા તૈયાર'
ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલ ફોજદારી કેસમાં આરોપી છે અને તેમની ધરપકડ માટે વૉરંટ જારી કરવામાં આવ્યું હતું
દેશ - વિદેશની પ્રેરક કથાઓ
પ્રેરણાદાયક કહાણીઓ
બીબીસી દુનિયાભરમાંથી લાવ્યું છે એવી પ્રેરણાદાયી કથાઓ જે વાંચીને તમને જીવન પ્રત્યે એક નવો હકારાત્મક દૃષ્ટિકોણ મળી શકે
એ મહિલાની કહાણી, જેમને મૂછો હોવાનો ગર્વ છે
શાયજા કેરળના કન્નુર જિલ્લામાં રહે છે. ઘણી સ્ત્રીઓની જેમ તેમના હોઠ ઉપર વર્ષોથી કેટલાક વાળ હતા. જોકે તેમને એ ગમે છે.
સંતોષ આગ્રે : બારમું નાપાસ પણ વર્ષે કરોડોનું ટર્નઓવર કરનારા ખેડૂતની કહાણી
ગામ પાછા આવ્યા પછી સંતોષે છ વર્ષ સુધી બકરીઓનો ઉછેર કર્યો હતો. એ દરમિયાન તેમનો પરિચય ખેતી ક્ષેત્રના નિષ્ણાતો સાથે થયો હતો. એ પછી ઑક્ટોબર-2022માં સંતોષે ખેડૂત ઉત્પાદક કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો હતો
આ ગુજરાતી દંપતીએ કઈ રીતે રણની વચ્ચે લીલુંછમ જંગલ ઊભું કરી દીધું?
પાટણના ધનોરા ગામમાં નિવૃત્ત શિક્ષક દંપતીએ 21 વર્ષની સાધના કરીને પક્ષીઓને ગમતાં 200 પ્રકારનાં વડ, આંબલી સહિતનાં 7000 વૃક્ષોનું વાવેતર કર્યું છે
85 વર્ષનાં મંજુબા જેમણે યુકેમાં લોકોને ગુજરાતી વાનગીઓનો ચસકો લગાડ્યો
મંજુલાબહેનના પુત્રો ગ્રાહકોને આવકારે છે અને તેમનાં ઑર્ડર લે છે. જ્યારે તેમનાં પુત્રવધુઓ દિપાલી અને કીર્તિ રસોડું સંભાળે છે.
પરિપ્રેક્ષ્ય
પરીક્ષા પે ચર્ચા 2023 : વડા પ્રધાને અમદાવાદના મિલમજૂરની દીકરીનો ઉલ્લેખ કેમ કર્યો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાંથી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું, ‘પરીક્ષા પે ચર્ચા 2023’માં પીએમનું આ સત્ર લગભગ 2 કલાક લાંબું ચાલ્યું હતું.
બંગાળમાં લાખો લોકોનાં મોતમાં વિન્સ્ટન ચર્ચિલની ભૂમિકા શું હતી?
ભારતની જનતા અને દેશના મોટા ભાગના ઇતિહાસકારો ચર્ચિલને 1943માં બંગાળમાં ભૂખમરાને કારણે થયેલાં લાખો લોકોના મોત માટે જવાબદાર ગણે છે.
સુભાષચંદ્ર બોઝ અને જવાહરલાલ નહેરુ વચ્ચે ઘનિષ્ઠતા ન થઈ તેમાં મહાત્મા ગાંધી કેટલા જવાબદાર?
કેટલાક લોકો માને છે કે સુભાષચંદ્ર બોઝ જીવતા હોત તો આઝાદ ભારતના સૌપ્રથમ વડા પ્રધાન બનવાના પ્રબળ દાવેદાર હોત
પેરાસીટામોલનો ઉપયોગ સાપને મારવા કેમ થઈ રહ્યો છે?
અમેરિકાના ગુઆમ ટાપુની સરકાર બ્રાઉન ટ્રી સ્નેક પ્રજાતિના સાપને મારવા માટે પેરાસીટામોલનો ઉપયોગ કરે છે. તેઓ સાપને મારવા માટે 80 મિલીગ્રામ પેરાસીટામોલનો ઉપયોગ કરે છે.
કૅનેડાની ઇમિગ્રેશન પૉલિસી શું અન્ય દેશો માટે આદર્શ બની શકે છે?
ઘણા દેશોમાં વસતિ વૃદ્ધિદર અને અપેક્ષિત આયુષ્યમાં બદલાવ આવી રહ્યા છે અને શ્રમબજાર પર તેની અસર પડી રહી છે. કૅનેડામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે.
વારાણસીની જેમ વૃંદાવનમાં પણ કૉરિડૉર: વ્રજવાસીઓને વિકાસ સામે શું વાંધો છે?
સરકાર આ હેતુ માટે ભવ્ય કૉરિડૉરનું નિર્માણ કરવા આસપાસની જમીન હસ્તગત કરવાની ઇચ્છા ધરાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમની વાત કરી એ પસમાંદા મુસ્લિમો કોણ છે?
પસમાંદા શબ્દનો ઉપયોગ મુસ્લિમોની અંદર પછાત (બૅકવર્ડ કાસ્ટ), અનુસૂચિત જાતિ અને જનજાતિઓને લઈને થવા લાગ્યો હતો.
ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસને વિપક્ષનેતા પદ મળશે કે નહીં?
27 વર્ષથી સત્તાના દુષ્કાળનો સામનો કરતી કૉંગ્રેસ પાર્ટીની હાલત એ છે કે હવે વિપક્ષ નેતાપદ મેળવવા માટે પણ કાયદાકીય ગૂંચવણોનો સામનો કરી રહી છે
પાકિસ્તાનને આ વખતે આર્થિક કટોકટીમાંથી કોઈ નહીં બચાવી શકે?
પાકિસ્તાનની હાલત એટલી ખરાબ હોવાનું કહેવાઈ રહ્યું છે કે દેશમાં ખાણીપીણીના સામાનને લઈને પણ લોકો ઝઘડી રહ્યા હોવાના સમાચારો આવી રહ્યા હતા.
હેલ્થ
ઊલટું ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી, જાણો ફાયદા કયા છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એવી સલાહ છે કે આપણે દર અઠવાડિયે અમુક કલાક સુધી ઍરોબિક ઍક્ટિવિટી કરવી જોઈએ. ઍરોબિક ઍક્ટિવિટીનો અર્થ તરવું, ટહેલવું, સાઇકલિંગ વગેરે છે.
તમને કેવી રીતે ખબર પડે કે તમારા શરીરમાં આયર્નની કમી છે?
લેટિનના ‘ફેરમ’ પરથી આયર્નનો રાસાયણિક સંકેત ‘Fe’ નક્કી કરાયો છે.
સ્વસ્થ રહેવા માટે કઈ ઉંમરમાં કેવું ભોજન લેવું જોઈએ?
ખાણીપીણીની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિના જીવનમાં આ ઉતાર-ચઢાવના સાત તબક્કા હોય છે. આ વિશે આપણી સમજ વધારીને આપણે ઓછું ખાવા અથવા વધુ ખાવાના પડકારનો સામનો કરી શકીએ છીએ. ખાવાની આદતોના કારણે આપણા સ્વાસ્થ્ય પર પડતી સ્થૂળતા જેવી અસરો પર નિયંત્રણ કરી શકીએ છીએ
પેટ ફુગ્ગાની જેમ કેમ ફૂલી જાય છે? તેનો ઈલાજ શું છે?
પેટ ફૂલી જવાનું એક સામાન્ય કારણ આંતરડામાં વધારાનો ગેસ હોય છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનું કહેવું છે કે એ માટે કેટલાક ખાદ્ય પદાર્થ તથા પીણાં જવાબદાર છે
શાકાહારી ભોજન શું દુનિયાને બચાવી શકે છે?
શાકાહાર અપનાવવાથી તમારો ખર્ચ ઘટે છે કે નહીં, તે એ વાત પર નિર્ભર કરશે કે તમે તેને કેવી રીતે અપનાવો છો.
વીડિયો રિપોર્ટ
એ ગુજરાતી મહિલા જેમણે હજારો મહિલાઓને પગભર કરી, પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં
હીરબાઈ સીદી કોમનાં છે અને અહીંની સીદી કોમની સંખ્યાબંધ અભણ મહિલાઓનાં પ્રેરણાસ્રોત છે.
તાપીમાં આત્મહત્યા કરનાર યુવક-યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન કેમ કરાયાં?
તાપીના નીઝર તાલુકાના નેવાળા ગામે એક યુવક અને યુવતીની પ્રતિમાનાં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યાં. કેમ?
બનાસકાંઠાનાં એ મહિલા જેમણે વૃદ્ધોની સેવા માટે જીવન અર્પી દીધું
વૃદ્ધો પણ કહે છે કે આશાબહેનમાં માતા, બહેન અને પુત્રીનાં દર્શન થાય છે.
માનસી પારેખ અને દર્શિલ સફારીએ કહી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'ની પડદા પાછળની વાતો
હાલમાં જ ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' રિલીઝ થઈને ચર્ચામાં આવી છે.
ભજીયા જેવા દેખાતા દાબડા ખાવા ગામેગામથી સ્વાદના શોખીનો ખંભાત પહોંચે છે, શું છે તેની ખાસિયત?
ભજીયા જેવા લાગતાં આ દાબડા બનાવવા પાછળ ખંભાતના એક ગુજરાતીનો 40 વર્ષ જુનો 'ઇનોવેટિવ' વિચાર છે
હક છે તમને જાણવાનો! BBC ગુજરાતી RTI સ્પેશિયલ
ગુજરાત સહિત ભાજપશાસિત રાજ્યોએ 'PMને ધન્યવાદ' પાઠવવા 18 કરોડ ખર્ચ્યા
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે સરકારી જાહેરાતો માટે જાહેર કરેલ માર્ગદર્શિકામાં ‘કોઈ પણ રાજકીય હસ્તીનું મહિમાગાન ટાળવા’ સ્પષ્ટ જણાવેલું છે.
ગુજરાત : 11 વર્ષમાં દર બીજે દિવસે SC-ST પરિવારને પોલીસરક્ષણની જરૂર પડી : RTI
દલિત અને આદિવાસી કર્મશીલોનું આ બાબતે કહેવું છે કે આ આંકડા ગુજરાતમાં દલિત-આદિવાસી પરિવારોની સુરક્ષા બાબતે 'સ્વસ્થ ચિત્ર' રજૂ કરતા નથી.
ગુજરાત : ગત બે વર્ષમાં પોલીસ સામે જનતાની દરરોજ એક ફરિયાદ, RTIમાં ખુલાસો
બીબીસી ગુજરાતીની એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાં જુદી-જુદી 'જિલ્લા પોલીસ ફરિયાદ ઑથૉરિટી'માં પાછલાં બે વર્ષોમાં પોલીસની કાર્યવાહી વિરુદ્ધ 777 ફરિયાદો નોંધાઈ હતી.
દેશભરમાં કેટલી રિટ અને પીઆઈએલ પેન્ડિંગ છે? RTIમાં થયો ખુલાસો
બીબીસીએ કરેલી એક RTIના જવાબમાં 11 હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાએ કહ્યું છે કે કોર્ટમાં આશરે 3,91,892 રિટ અરજી અને 10,453 PIL પેન્ડિંગ છે.
કોરોનામાં મેડિક્લેમને લગતી ફરિયાદો 50 ટકા વધી, ઇલાજ માટે લેવાઈ 4900 કરોડની લોન
પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર દેશમાંથી મેડિક્લેમ કંપનીઓ સામેની ફરિયાદોમાં વર્ષ 2021-22માં લગભગ 50 ટકાનો અસામાન્ય વધારો જોવા મળ્યો હતો.
નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી યોજના 'મંદ' કેમ પડી ગઈ છે?
માહિતી અધિકારના કાયદા અંતર્ગત ગુજરાત સરકાર પાસેથી મળેલ માહિતી ગુજરાતનાં ગામોમાં વિકાસ અને સફળતાનું વિપરીત ચિત્ર રજૂ કરે છે.
એ દોઢ કરોડ ભારતીયો જેમનું 31 હજાર કરોડનું PF કોરોનામાં ખરચાઈ ગયું
મહામારીમાં બે વર્ષમાં લોકોએ સ્વજનો જ નહીં ઉજ્જ્વળ ભવિષ્ય માટે સાચવી રાખેલી ઈપીએફની માયામૂડી પણ ગુમાવી છે અને તે આંકડો ઘણો મોટો છે.
ગુજરાત સરકારે કહ્યું ‘ધન્યવાદ મોદીજી’, ખર્ચ થયો બે કરોડ રૂપિયા
વડા પ્રધાન મોદીએ 21 જૂન, 2021થી ભારતના 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે કોરોનાની વૅક્સિન મફતમાં પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
હજારો મહિલાઓના બળાત્કાર છતાં વળતરનું પ્રમાણ 10 ટકાથી ઓછું
બીબીસી ગુજરાતીની તપાસ અને માહિતી અધિકારની અરજીઓના જવાબોના વિશ્લેષણ બાદ એવું જાણવા મળ્યું છે કે માત્ર એક-બે જિલ્લામાં જ નહીં. પરંતુ સમગ્ર દેશમાં મહિલાઓ વિરુદ્ધ થયેલા ગુનાની બાબતે વળતરનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું છે.