બ્રિટનના નાગરિકત્વ માટે કેવી રીતે ગીત અને ડાન્સ મદદ કરશે.

બ્રિટનનું એક શહેર Image copyright AFP/ GETTY IMEGES

ભારતીયો સહિત લાખો નાગરિકો બ્રિટનનું નાગરિકત્વ મેળવવાનું સપનું જોતાં હોય છે. પરંતુ આ સપનાને આડે અનેક વિઘ્નો પણ આવી શકે છે.

તાજેતરના કેટલાક કિસ્સાઓને કારણે નાગરિકત્વનો મુદ્દો હાલ બ્રિટનમાં ચર્ચામાં છે. બ્રેક્ઝિટ બાદ આ સમસ્યા વકરી શકે છે. પરંતુ કોઈ ધમાકેદાર ગીત, ડાન્સ કે પબ્લિસિટી સિટીઝનશિપ મેળવવામાં મદદરૂપ થઈ શકે છે.

વૉલ્વરહૅંમ્પટનમાં રહેતા વિદ્યાર્થી બ્રાયન વાઇટનો જન્મ બટ્સ્વૉનૅમાં થયો હતો. 15 વર્ષની ઉંમરે બ્રિટિશ પરિવારે બ્રાયનને દત્તક લીધો. પરંતુ બ્રિટનના ગૃહ વિભાગે તેને નાગરિકત્વ આપવાનો ઇન્કાર કરી દીધો છે.

અન્ય એક કિસ્સામાં લૅંકેશાયરના 21 વર્ષીય શૅન રિજને દેશ છોડી દેવા કે જેલમાં જવા કહ્યું. પરંતુ બાદમાં 'સોરી' કહેવું પડજ્યું. ત્યારે નાગરિકત્વ વગર બ્રિટનમાં કેવી રીતે રહી શકાય.

Image copyright BRIAN WHITE

બ્રિટનનું નાગરિકત્વ મેળવવા શું જોઈએ?

ઇમિગ્રેશન સોલિસિટર ફહાદ અંસારીના કહેવા પ્રમાણે, "બ્રિટિશ નાગરિકત્વ મેળવવાના બે રસ્તા છે: આપોઆપ અથવા બ્રિટિશ નાગરિકત્વ માટે અરજી કરીને મેળવી શકાય છે."

"જો માતા કે પિતામાંથી કોઈ એક બ્રિટિશ હોય (કે અમર્યાદિત સમય માટે બ્રિટનમાં રહેવાનો અધિકાર હોય) તથા જાન્યુઆરી 1983 પછી (અથવા તે મહિનામાં) બ્રિટનમાં જન્મ થયો હોય તો આપોઆપ બ્રિટનનું નાગરિકત્વ મળે."

"જો તમારો જન્મ વિદેશમાં થયો હોય અને તમારા માતા કે પિતા જન્મથી (કે કાયદા દ્વારા) બ્રિટિશ નાગરિક ન હોય તો આપોઆપ બ્રિટિશ નાગરિકત્વ નહીં મળે."

સરકાર કહે છે કે અરજી કરવા માટે:

- 18 વર્ષ થયા હોય

- સારું ચરિત્ર, દાખલા તરીકે, કોઈ ગંભીર કે તાજેતરનો ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. છેલ્લા 10 વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારના ઇમિગ્રેશન અપરાધમાં સંડોવણી ન હોવી જોઈએ કે ગૃહ વિભાગને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ન કર્યો હોવો જોઈએ.

- તમે બ્રિટનમાં રહેવાનું ચાલુ રાખશો

- અંગ્રેજી તથા બ્રિટનમાં રહેણીકરણી અંગેનું જ્ઞાન

- નિવાસ માટેની શરતો પૂર્ણ કરવી

બીજો મુદ્દો સમસ્યારૂપ બની શકે છે.

ફહાદના કહેવા પ્રમાણે, "થોડા વર્ષો અગાઉ સુધી, સારાં ચરિત્રનો મતલબ તમે અને હું કરીએ છીએ તેવો જ થતો. જેણે કોઈ ગુનો આચર્યો ન હોય તથા સામાન્ય રીતે કાયદાનું પાલન કરતો હોય. તાજેતરમાં થયેલા વિવાદથી એવું ફલિત થાય છે કે ગૃહ વિભાગે શરતોને વિસ્તારી છે. નાના અમથાં ગુના માટે પણ સિટીઝનશિપ આપવાનો ઇન્કાર કરી શકે છે."

વર્ષો પછી ઉઠી શકે છે ગૃહ વિભાગમાં હાજરીનો મુદ્દો

"ઝિમ્બાબ્વેની એક મહિલાનો કિસ્સો મને ખબર છે. તેને આશ્રય જોઇતો હતો. તેને આશ્રય મળે તે પહેલા દર વર્ષે તેણે ગૃહ વિભાગમાં હાજરી ભરવાની હતી. એક વખત તે રિપોર્ટ ન કરી શકી. કારણ કે બાળકને જન્મ આપવા તેણી હોસ્પિટલમાં દાખલ હતી."

"તેણીએ ગૃહ વિભાગને પત્ર લખ્યો અને સ્થિતિ અંગે જાણ કરી. બધુંય બરાબર હતું. વર્ષો પછી, મહિલાએ નાગરિકત્વ માટે અરજી કરી. તેણે એક વખત હાજરી પૂરાવી ન હોવાનું કારણ આગળ અરજી નકારી દેવાઇ."

બ્રાયન વાઇટનો ચર્ચાસ્પદ કિસ્સો

2014માં બ્રાયન વાઇટ કાયદા દ્વારા બ્રિટનનું નાગરિકત્વ મેળવવા અરજી કરી. પરંતુ જ્યારે બ્રિટનમાં આગમન થયું, ત્યારે તેની અરજી નકારી કાઢવામાં આવી. ગૃહ વિભાગ દ્વારા તેને અનિશ્ચિતકાળના બદલે મર્યાદિત સમય માટે બ્રિટનમાં રહેવાની મંજૂરી આપવામાં આવી હતી.

"જોરદાર ગીત અને ડાન્સ"

એક પિટિશનને કારણે બ્રાયનનને બ્રિટનમાં રહેવાની મંજૂરી મળી. આ અરજી પર 90 હજાર લોકોએ સહી કરી હતી. ફહાદ માને છે કે, ઇમિગ્રેશનના નિર્ણયો બદલવામાં મીડિયા મહત્વપૂર્ણ બની શકે છે.

ઍસ્ટલ ડ્રૅગાને બ્રિટનનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી હતી. પરંતુ જરૂરી હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોવાનાં કારણે મંજૂરી આપવામાં આવી ન હતી.

બ્રેક્ઝિટને કારણે વધશે કિસ્સા

ફહાદ માને છે કે જેમજેમ બ્રેક્ઝિટ નજીક આવી રહ્યું છે, તેમ વધુ અને વધુ ઇમિગ્રેશનના કિસ્સાઓ બહાર આવી શકે છે. લોકો આશંકિત છે કે, તેમને બ્રિટનમાં રહેવાની છૂટ મળશે કે નહીં. તેઓ નાગરિકત્વ માટે અરજી કરી રહ્યાં છે, ત્યારે તેમને જાણવા મળે છે કે, તેમની પાસે નાગરિકત્વ નથી."

"ઍસ્ટલ ડ્રૅગાના કિસ્સામાં પણ એવું જ થયું છે. આવા કિસ્સાઓ વધી રહ્યાં છે. નાગરિકત્વના હક્કો અંગે લોકો જાગૃત થઈ રહ્યાં છે એટલે નિતનવી સમસ્યાઓ બહાર આવી રહી છે."

"મારી સલાહ છે કે રાહ જોયાં વગર હાલમાં જ અરજી કરો અને નાગરિકત્વ માટેને જરૂરી કાગળયાં પૂર્ણ કરો."