સરકાર બિન-અનામત વર્ગો માટે આયોગ બનાવશે

ઓગસ્ટ 2015માં અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અનામતની માગ કરી રહેલા પાટીદારોની તસવીર Image copyright Getty Images

પાટીદાર અનામત આંદોલન મુદ્દે 27 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં, મંગળવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો સાથે સમાધાનરૂપે ચર્ચાયેલા મુદાઓને બહાલી આપવામાં આવી છે. આ જાહેરાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી.

નીતિન પટેલે પત્રકારોને કહ્યું કે, બુધવારે ગુજરાત રાજ્ય કેબિનેટની યોજાયેલી બેઠકમાં પાટીદારો દ્વારા કરાયેલી માંગ પર ચર્ચા થઈ હતી.

તેમણે જણાવ્યું કે, ગઈકાલે પાટીદારોને અપાયેલી ખાતરીને કાયદાનું રૂપ આપવા માટે આ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાયા છે.

તમને આ પણ વાંચવું ગમશે.

પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આંદોલન દરમ્યાન પાટીદારો પર થયેલા પોલીસ દમનની તપાસ કરવા ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયધીશનાં વડપણ હેઠળ એક સ્વતંત્ર તપાસ સમિતિ નિમાશે.

આ તપાસ સમિતિ પીડિતોની ફરિયાદ સાંભળી જે અહેવાલ સરકારને આપશે, ત્યારબાદ સરકારે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે.

Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર અનામત આંદોલન સમયે મહેસાણામાં થયેલી હિંસા

આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં ગૃહમંત્રીએ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન પાટીદાર યુવાનો પર થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા માટે પણ દરખાસ્ત મૂકી હતી. તે દિશામાં યોગ્ય નિર્ણયો લેવા માટે અધિકારીગણને તાકીદ કરવામાં આવી હોવાનું પટેલે જણાવ્યું હતું.

પાટીદારો માટે બિન અનામત વર્ગ શૈક્ષિનકિક આર્થિક આયોગ વિકાસ નિગમ ની રચનાને પણ આ કેબિનેટ કક્ષાની બેઠકમાં બહાલી આપવામાં આવી છે. પાટીદાર યુવા વર્ગ માટે વિદેશ અભ્યાસાર્થે જવા માટે સસ્તા વ્યાજદરની લોન આપવા માટેની જોગવાઈઓ પણ આ સંદર્ભે વિચાર હેઠળ છે, તેવું પટેલે કહ્યું.

૭૦૦ કરોડ રૂપિયાની કાંટાળા તારની યોજના જેમાં ખેતરોને જંગલી પશુના ત્રાસથી બચાવાયા માટે જે જોગવાઈઓ ૨૦ હેક્ટર જમીન વાળા ખેતરો માટે મર્યાદિત હતી તેની જમીન મર્યાદા ખેડૂતો માટે ૨૦ હેક્ટરથી ઘટાડીને ૧૦ હેકટર કરી દેવામાં આવી છે, તેવું પટેલે ઉમેર્યું.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

મંગળવારે ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલનના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી.

ગુજરાત સરકાર અને પાટીદાર અનામત આંદોલનના નેતા વચ્ચે થયેલી બેઠક બાદ ગાંધીનગરમાં કેબિનેટ મળી હતી.

આ બેઠક પહેલાં મંગળવારે એક પત્રકાર પરિષદમાં ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલે બે આયોગ નિમવાની જાહેરાત કરી હતી.

જેના પર આજે કેબિનેટે મંજૂરીની મહોર મારી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં સરકારનો આ નિર્ણય પાટીદાર મત પર કેટલી અસર કરશે તે જોવાનું રહેશે.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

છેલ્લા બે વર્ષથી પાટીદારો અનામતની માગ સાથે ભાજપની સરકાર સામે આંદોલન કરી રહ્યા છે.

ગઈકાલે યોજાયેલી બેઠક સંદર્ભે પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે બેઠક નિષ્ફળ રહી છે અને આંદોલન ચાલુ રહેશે.


શું કરશે આયોગ?

ગુજરાત દ્વારા બનાવવામાં આવેલા આ આયોગમાંથી એક પાટીદારો સામે થયેલા કેસોની તપાસ કરશે.

હાઈકોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં બનેલું આ આયોગ 25 ઓગસ્ટ, 2015ના રોજ યોજાયેલા સંમેલન બાદ થયેલી હિંસાના કેસોને પરત ખેંચવા

પાટીદારોની માગણીઓના અનુસંધાનની બેઠક બાદ સરકારે બે કમિશન નીમવાની જાહેરાત કરી હતી.

પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે બેઠક 'નિષ્ફળ' રહી. અનામત આંદોલન ચાલુ જ રહેશે. કારણ કે સરકારે અનામત આપી નથી.

મંગળવારે પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલ તથા સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલ સહિત છ સમૂહના આગેવાનોએ હાજરી આપી હતી.

Image copyright SAM PANTHAKY/AFP/Getty Images

ગાંધીનગરમાં મળેલી આ બેઠકમાં સરકાર વતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેબિનેટ પ્રધાન ચીમન સાપરિયા તથા રાજ્યકક્ષાના પ્રધાન નાનુ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક બાદ નીતિન પટેલે કહ્યું, "જે જ્ઞાતિઓને શૈક્ષણિક, કૃષિ તથા અન્ય સામાજિક યોજનાઓનો લાભ નથી મળતો તેમના માટે આયોગનું ગઠન કરવામાં આવશે."

પોલીસ દ્વારા પાટીદારો પર અત્યાચાર ગુજારવામાં આવ્યા હતા. તેવા મતલબની ફરિયાદોની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જ્જ દ્વારા કરાવવામાં આવશે.

"સમાજ દ્વારા શહીદોના પરિવારજનો માટે ફંડ એકઠું કરવામાં આવશે. ઉપરાંત શહીદોના પરિવારજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવામાં આવશે."

નીતિન પટેલે કહ્યું કે તમામ પાટીદાર જૂથોને આ નિર્ણયો 'સ્વીકાર્ય' છે.

Image copyright Getty Images

અગાઉ રાજય સરકારે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનામત આપ્યું હતું. જેને ગુજરાત હાઈકોર્ટે રદ કર્યું હતું. હાલમાં આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. એટલે એ મુદ્દે હાલ કશુ થઈ શકશે નહીં.

મંગળવારે મળેલી બેઠક બાદ અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે જણાવ્યું કે, તેમનુ આંદોલન ચાલુ જ રહેશે. કારણ કે, તેમની લડત પાટીદારો અનામત માટે છે. રાજ્ય સરકારે એ માંગણી સંતોષી નથી.

નીતિન પટેલે કહ્યું કે, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બે કલાક બેઠક ચાલી હતી. જો કે, મીટિંગ દરમિયાન હાર્દિક પટેલના કેટલાક ટેકેદારોએ 'ભાજપ હાય-હાય' ના સૂત્રો પોકાર્યા હતા અને તેમનો વિરોધ જાહેર કર્યો હતો.

નીતિન પટેલે કહ્યું કે આ વિરોધ કોંગ્રેસ સમર્થિત હતો.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)