પ્લેબૉય મેગેઝિનના સ્થાપક હ્યુ હેફનરનું રંગીન જીવન
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પ્લેબૉય મેગેઝિનના સ્થાપક હ્યુ હેફનરનું જીવન અંત સુધી સદાબહાર અને વૈભવી રહ્યું.

હ્યુ હેફનરે વર્ષ 1953માં 'પ્લેબૉય' મેગેઝીનની શરૂઆત કરી હતી. આ મેગેઝીન દ્વારા તેમણે લાખો યુવાનોની કલ્પનામાં રંગો પૂર્યા હતા અને તેનાથી પણ રંગીન જીવન જીવ્યું હતું.

હ્યુ હેફનરનો દાવો હતો કે તેમણે 1000થી પણ વધુ સ્ત્રીઓ સાથે સહશયન માણ્યું છે, જેના માટે તેમણે ક્યારેક વિયાગ્રાનો સહારો પણ લીધો હતો.

જાહેર જીવનમાં તેઓ ભાગ્યે જ સુંદરીઓના સાથ વગર જોવા મળતા.

કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ વિસ્તારમાં તેમનું 'પ્લેબોય મેન્શન' નામનું ઘર આવેલું હતું, જેમાં થતી પાર્ટીઓ ખૂબ પ્રખ્યાત હતી.

જેમાં યજમાન હેફનર શરાબ, શબાબ અને અકલ્પનીય આનંદની લહેરો વચ્ચે મહેમાનો સાથે જોવા મળતા.