વરસાદને કારણે એલ્ફિન્સ્ટન-પરેલ સ્ટેશનને જોડતા પુલ પર દુર્ઘટના

એલ્ફિન્સ્ટન ફૂટ-ઓવર બ્રિજ પર થયેલી નાસભાગની તસવીર Image copyright AMIR KHAN
ફોટો લાઈન નાસભાગ બાદ બ્રિજ પર એકઠા થયેલા લોકો

મુંબઈ રેલવે સ્ટેશનના એલ્ફિન્સ્ટન સ્ટેશન પર થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. જ્યારે 39 ઘાયલ થયા છે.

બીબીસી મરાઠી સેવાના સંવાદદાતા મયૂરેશના જણાવ્યા પ્રમાણે, એલ્ફિન્સ્ટન તથા પરેલના લોકલ રેલવે સ્ટેશન્સને જોડતા પુલ પર નાસભાગ થઈ હતી.

આ વિષય પર વધુ વિગતોઃ

રેલવે અને મહારાષ્ટ્ર સરકાર તરફથી મૃતકોને કુલ 18 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાતની કરવામાં આવી છે.

ઘાયલોને કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના ડૉ. પ્રવીણ બાંગડે 22 લોકોના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે 39 લોકો ઘાયલ થયા છે.

Image copyright AMIR KHAN
ફોટો લાઈન એલ્ફિન્સ્ટન બ્રિજ પર નાસભાગ બાદની સ્થિતિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર લખ્યું, "મુંબઈની નાસભાગમાં પ્રાણ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના."

મોદીએ ઉમેર્યું કે રેલવેપ્રધાન પિયુષ ગોયલ મુંબઈમાં જ છે. તેઓ 'સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છે અને શક્ય તમામ મદદ પહોંચાડવામાં આવશે.'

Image copyright Twitter

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઘટનાની તપાસ કરાવવાની વાત કહી છે. તેમણે મૃતકોના પરિવારનોને રૂ. પાંચ લાખ આપવાની તથા ઘાયલોની સારવાર કરાવવાની જાહેરાત કરી છે.

Image copyright Twitter

પશ્ચિમ રેલવેના પ્રવક્તા અનિલ સક્સેનાના કહેવા પ્રમાણે, એલ્ફિન્સ્ટન રોડ પાસે ફૂટઓવર બ્રિજ પર સવારે 10.30 કલાકે નાસભાગ થઈ હતી.

ભારે વરસાદને કારણે વરસાદથી બચવા માટે મુસાફરો બ્રિજ પર ચડ્યા હતા. આ ઘટનાની તપાસ કરાવવામાં આવશે.

Image copyright PUNIT PARANJPE/AFP/Getty Images

એલ્ફિન્સ્ટન સ્ટેશન મુંબઈ લોકલ રેલવે નેટવર્કમાં મહત્વપૂર્ણ સ્ટેશન છે.

દરમિયાન કેન્દ્રિય રેલમંત્રી પિયૂષ ગોયલે પણ ઘટના અંગે ખેદ પ્રગટ કર્યો. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે તે મુંબઈ પહોંચી ગયા છે અને ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપી દીધો છે.

Image copyright Twitter

ભારે વરસાદને કારણે રેલવે સ્ટેશન્સને જોડતા બ્રિજ પર ભીડ વધી ગઈ હતી. .

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપરાંત અન્ય રાજકીય આગેવાનોએ ટ્વિટર મારફતે ઘાયલો અને મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, "મુંબઈમાં ભાગદોડની દુર્ઘટનાથી ઘણુ દુઃખ થયું. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો માટે પ્રાર્થના."

Image copyright Twitter

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું, "દુર્ઘટનાના સમાચાર જાણીને ઘણુ દુઃખ થયું. પીડિતો માટે પ્રાર્થના."

Image copyright Twitter

પશ્ચિમ રેલવેએ સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપવાનું ટ્વીટ કર્યું છે.

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના મેનેજર મુકુલ જૈનના કહેવા પ્રમાણે, "હાલનો ફૂટ-ઓવર બ્રિજ 4.8 મીટર પહોળો છે. ચાલુ બજેટમાં 12 મીટર પહોળા નવા બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. તેના ડ્રોઇંગ્સ તૈયાર છે. પ્રક્રિયાના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે."

Image copyright Twitter

ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ પીડિતો માટે જાહેર થયેલી આર્થિક સહાયનું ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે મૃતકોના પરિવારને રેલવે અને મહારાષ્ટ્ર સરકાર બંને તરફથી 5-5 લાખ રૂપિયા સહાય મળશે. જ્યારે રેલ ક્લેમ ટ્રિબ્યૂનલ તરફથી 8 લાખ રૂપિયાની સહાય મળશે. એટલે કે કુલ 18 લાખની સહાય મળશે.

Image copyright Twitter

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા