KL રાહુલે IPLમાં ફટકાર્યા સૌથી ઝડપી 50 રન

ઇમેજ સ્રોત, Twitter@KLRahul1
14 બૉલમાં 50 રન બનાવવા આસાન નથી હોતું. આ IPL ની સૌથી ઝડપી અડધી સદી છે.
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા કે એલ રાહુલે આ સિદ્ધિ મેળવી છે.
રાહુલ પંજાબની ટીમ સાથે જોડાતાં પહેલાં રોયલ ચેલેન્જર્સન બેંગલોરની ટીમ તરફથી રમતા હતા.
આંતરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં પણ એ ઘણા સફળ રહ્યા છે.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમની ઓળખ ભલે ટેસ્ટ મેચોના ઓપનરની બની ગઈ છે, પરંતુ આ તેમની કારકિર્દીની એક વિશિષ્ટ બાબત છે.
તે ટેસ્ટ, વનડે અને ટી-20 ક્રિકેટમાં છગ્ગાની મદદથી સદી ફટકારનારા વિશ્વના એકમાત્ર ક્રિકેટર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો