સાથે રહેતી મહિલાઓને સમાન દિવસોમાં માસિક આવવું સંયોગ છે?

  • શૅરલૉટ મૅકડૉનાલ્ડ
  • રેડિયો 4, મૉર ઓર લૅસ

એકસાથે રહેતી મહિલાઓને તેમના માસિકચક્રના (મેન્સ્ટ્રુએશન સાયકલ, પિરિઅડ્સ) દિવસો સમાન થઈ જતા હોય તેવું અનુભવાય છે. માસિકના દિવસો એક સમાન થઈ જવાની ઘટના માત્ર સંયોગ છે કે તેમાં કંઇક વૈજ્ઞાનિક તથ્ય છે?

આ બાબતની સૈદ્ધાંતિક સમજ માટે એમ કહેવાય છે કે જ્યારે મહિલાઓ એકસાથે રહેતી હોય ત્યારે 'ફેરોમોન્સ' તરીકે ઓળખાતું રાસાયણિક તત્વ અરસપરસ પ્રતિક્રિયા કરે છે.

ફેરોમોન્સ નામે હોરમોન્સનો સ્ત્રી, પુરુષ અને અન્ય સસ્તન પ્રાણીઓના શરીરમાંથી સ્ત્રાવ થતો રહે છે.

જે એકબીજાની નજીક રહેતી વ્યક્તિઓના ફેરોમોન્સ સાથે પણ પ્રતિક્રિયા કરે છે. જેની અસર બંનેના શરીર પર થાય છે.

ઇમેજ કૅપ્શન,

કેટલાક એવા અભ્યાસ પણ છે જેમાં મહિલાઓનું માસિક એકસાથે આવવાના કોઈ પુરાવા નથી મળ્યા.

ઘણી મહિલાઓ આ તર્ક સ્વીકારે છે કે સાથે રહેતી મહિલાઓના માસિકચક્રનો સમય સમાન થવા પાછળ ફેરોમોન્સ કારણભૂત હોઈ શકે છે.

એમ્મા 24 વર્ષની છે અને યુનિવર્સિટીમાં તે અન્ય પાંચ યુવતીઓ સાથે રહે છે. તેના જણાવ્યા અનુસાર થોડાક મહિનામાં જ બધાને એક સાથે એક જ સમયે માસિકચક્ર આવવું શરૂ થયું.

તમને આ પણ વાંચવું ગમશે

તે કહે છે કે "હું ચોક્કસપણે માનું છું કે આ માત્ર એક સંયોગ નથી."

આ તમામ મહિલાઓએ એક જ સાથે સૅનટરી નૅપ્કિન ખરીદવા પડ્યા. આ દિવસોમાં તેમના સ્વભાવ-વર્તનમાં થતા ફેરફારો પણ એક જેવા હતા. જેની નોંધ તેમની સાથે રહેતા એક પુરુષ મિત્રએ પણ લીધી હતી.

વિચાર પાછળનો તર્ક

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં બાયોકલ્ચરલ એન્થ્રપોલૉજીના મદદનીશ પ્રાધ્યાપક એલેકઝાન્ડ્રા એલ્વર્ન આ બાબતને સમજાવતા કહે છે કે "આ એક પ્રચલિત માન્યતા છે.

"બધા જ લોકોને રસપ્રદ વાર્તાઓ ગમે છે. આપણે જે જોઇએ છીએ તેને અર્થપૂર્ણ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ.

"આપણે જે જોઈએ તે માત્ર સંયોગ અથવા આકસ્મિક જ હોઈ શકે છે તે વિચાર જ તેને નીરસ બનાવી દે છે."

એલ્વર્ને આ ઘટનાની તાર્કિકતા ચકાસવા ઉપલબ્ધ પુરાવાની સમીક્ષા કરી.

તેમણે કહ્યું કે 1971માં વિજ્ઞાનની સંશોધન પત્રિકા 'નેચર'માં આ વિષય પરનાં સંશોધનના તારણો પ્રકાશિત થયા.

ત્યારથી જ આ વિચાર ચલણમાં આવ્યો. માર્થા મેકક્લિન્ટોક નામની સંશોધનકર્તાએ અમેરિકાની એક કોલેજની 135 મહિલાઓનાં માસિકચક્રનો અભ્યાસ કર્યો હતો.

ઇમેજ કૅપ્શન,

1970ની નારીવાદની ઝુંબેશની લહેર પાછળ મહિલાઓના માસિક સમકાલીન થવાનો આઇડિયા પ્રતિબિંબિત થતો હતો.

એલ્વર્ને કહ્યું કે "આ અભ્યાસમાં તેને (મેકક્લિન્ટોકને) જાણવા મળ્યું કે જે મહિલાઓ તેમની મિત્રો કે અન્ય મહિલાઓ સાથે એક જ રૂમમાં રહે છે.

"તેમના માસિકચક્ર શરૂ થવાની તારીખોમાં સમાનતા હતી.

"પરંતુ એ જ મહિલાઓને તેમની સાથે ન રહેતી મહિલાઓ સાથે રહેવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમના માસિકના દિવસોમાં સમાનતા જોવા નહોતી મળી."

આથી ડૉ. મેકક્લિન્ટોકે એવી પૂર્વધારણા આપી કે આ મહિલાઓ એકબીજાની સાથે રહેતી હોવાથી તેમના ફેરોમોન્સ એકબીજા પર અસર કરતા હતા.

આવું કેમ થયું? તેની પાછળ પ્રચલિત થિયરી એ હતી કે મહિલાઓની એકબીજા સાથે સહકારની ઉદભવી રહેલી આ રણનીતિ હતી. જેનાથી તે એક પુરુષ દ્વારા તેમનું શોષણ થતું અટકાવી શકે.

ઇમેજ કૅપ્શન,

સાથે રહેતી મહિલાઓના પીરિયડ સાથે આવવા અંગે અનેક થિયરી પ્રવર્તમાન

એનો અર્થ એ કે પુરુષ એક જ સમયે તમામ મહિલાઓનો ચાલાકીથી ઉપયોગ ના કરી શકે. આથી મહિલાઓએ આવો સહકાર સર્જ્યો એવું તેમનું કહેવું છે.

1970માં જયારે આ પેપર પ્રકાશિત થયું ત્યારે નારીવાદનો ઉદય થઈ રહ્યો હતો અને એક ચળવળ એવી ચાલી રહી હતી. આથી જ આ વિચાર ઘણો પ્રખ્યાત થયો એવું એલ્વર્ગ્નેનું માનવું છે.

'કેટલીક વાર સામાજિક મૂલ્યો ધારણાઓમાં છુપાઈ જાય છે. એક નારીવાદી વ્યક્તિ હોવાથી તેના મત મુજબ મહિલાઓની આ સહકારની થીઅરીનો વિચાર ઘણો આકર્ષક છે.

અન્ય અભ્યાસનાં તારણ

એવા કેટલાક અભ્યાસ પણ છે જેમાં મહિલાઓના માસિક એક સાથે આવાના કોઈ પુરાવા નથી મળ્યા. વિવેચકોએ આવા અભ્યાસકર્તા પર પણ સવાલ સર્જ્યા. પરંતુ આ બાબતે મહિલાઓ શું માને છે, તેને અવગણવા જેવું છે.

26 વર્ષીય ઈનેઝ કહે છે કે જો કોઈ મહિલાને માસિક આવ્યું હોય અને તેની સાથે તે થોડોક સમય વિતાવે તો તેને પણ માસિક આવી જાય છે. અને આમાં તેનું ગર્ભાશય મોટી ભૂમિકા ભજવે છે. ઈનેઝનું તો એવું પણ માનવું છે કે ઘણી મહિલાઓના ગર્ભાશય આ બાબતે સંવેદનશીલ હોય છે. તે એવું પણ કહે છે કે તેની મિત્ર સુઝેન 10 માઈલની ત્રિજ્યામાં કોઈ પણ મહિલાને માસિક લાવી શકે છે.તે માસિકમાં આવે તો દરેક મહિલા માસિકમાં આવી જાય છે.

એલ્વર્ગ્નેના અનુસાર એક સાથે રહેતી મહિલાઓને તેમના માસિકચક્રમાં ઓવરલેપ થવાની બાબતથી તેમને આશ્ચ્રર્ય નથી. તે કહે છે સવાલ એ છે કે શું આ સંયોગ છે કે નહિ? જો સંયોગ છે તો આવું પચાસ ટકા કિસ્સાઓમાં થઈ શકે તેનાથી વધુ નહિ.

કેટલાક એકેડેમીક્સે તાજેતરમાં આ બાબત પર અભ્યાસ કરીને નક્કી કરવાનો પ્રયાસ કર્યો કે શું આ વિચારને માત્ર સંયોગ ગણી શકાય કે નહિ. તેમાં બે મોડલ તૈયાર કરવામાં આવ્યા જેમાં એક મોડલ સહકાર તરીકે જ્યારે બીજું સંયોગનું મોડલ હતું.

બંને મોડલનું ડેટાના આધારે પણ વિશ્લેષણ કરાયું. જેમાં તેમને સંયોગવાળું મોડલ સારું લાગ્યું.

એલ્વર્ગ્ને કહે છે કે ભવિષ્યમાં વધુ સંશોધન કરી શકાય છે પરંતુ હાલ સંશોધનકર્તાના અનુમાન શંકા પ્રેરનારા છે. કદાચ હોઈ શકે કે જે આપણું નિરીક્ષણ છે તે એક સંયોગ જ હોય