નરેન્દ્ર મોદીએ ડિમોનીટાઇઝેશન અને જીએસટીને સરકારના નીડર નિર્ણય ગણાવ્યા

મ્યાનમારમાં પ્રધાનમંત્રી મોદી Image copyright TWITTER @PMOINDIA

પ્રધાનમંત્રી મોદીએ મ્યાનમાર યાત્રા દરમિયાન છઠ્ઠી સપ્ટેમ્બરે ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા.

ભારત અને બર્મા વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો તેમણે વિશેષત: ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, “મ્યાનમારમાં લઘુ ભારતના દર્શન થયા. અહીં વસેલા ભારતીયો આપણા વારસાનો સેતુ છે. ભારત મ્યાનમારમાં મૂડીરોકાણ કરનારો દસમો સૌથી મોટો દેશ છે.” તેમણે કહ્યું, “અમે માત્ર ભારતમાં સુધારા નથી લાવી રહ્યાં, પણ ભારતને બદલી રહ્યાં છીએ. એક નવું ભારત બની રહ્યું છે.”

તેમણે કહ્યું આ નવું ભારત ગરીબી, આંતકવાદ, ભ્રષ્ટાચાર, સાંપ્રદાયિક્તા અને જાતિવાદ મુક્ત હશે.

તમને આ વાંચવું પણ ગમશે :

મોદીના સંબોધનનાં મુખ્ય મુદ્દા

-વિદેશમાં વસેલા ભારતીયો માટે ભારતીય દૂતાવાસના દરવાજા હંમેશા ખુલ્લાં છે. ભારત અને મ્યાનમારની માત્ર સરહદો જ નહીં, ભાવનાઓ પણ એકબીજા સાથે જોડાયેલી છે.

-અહીં ટિળકે 'ગીતા રહસ્ય' લખ્યું હતું. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ બહાદુર શાહ ઝફરને પણ અહીં જ દફનાવવામાં આવ્યા હતા. ભારતના સ્વતંત્રતા આંદોલનનો ઈતિહાસ મ્યાનમારને નમન કર્યા વિના પૂર્ણ થઈ શકે તેમ નથી.

-હું જ્યાં પણ પ્રવાસ કરું, ત્યાં ભારતવંશી સમુદાયને અચૂક મળું છું. ભારતીય મૂળના લોકો જ્યાં પણ વસે, ત્યાંના વિકાસમાં પોતાનો પૂરો ફાળો આપે છે અને પોતાના મૂળ સાથે પણ જોડાયેલાં રહે છે.

-લોકોનું એકબીજા સાથેનું જોડાણ ભારત-મ્યાનમાર વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરે છે, બન્ને દેશ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધ પણ મજબૂત કરીશું.

-દુનિયાના મંચ પર ભારત એક વૈચારિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. યોગને વિશ્વભરમાં જે ઓળખ મળી છે, તે ભારતીય મૂળના લોકોની ઉપલબ્ધિ છે. તેમણે જ યોગને વિશ્વભરમાં પહોંચાડ્યાં છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)