લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર આક્રોશ ઠાલવ્યો

ગુરુગ્રામ-સ્થિત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ Image copyright RYANINTERNATIONLSCHOOLS.COM

ગુરુગ્રામમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. હત્યા પેહલાં બાળક સાથે જાતીય દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ, ગુરુગ્રામ પોલીસે ઘામદોજ ગામમાં રહેતા બસ ડ્રાઇવર અશોકની ધરપકડ કરવામાં આવી છે.

મીડિયા થી વાતચીત કરતા કેન્દ્રીય માનવ સંસાધનમંત્રી પ્રકાશ જાવડેકરે આ ઘટના અંગે દુઃખદ વ્યક્ત કર્યું હતું.

જાવડેકરે કહ્યું, "તપાસ ચાલી રહી છે. પોલીસ ગુનેગારો સુધી પહોંચી ગઈ છે."

તેમણે એમ પણ કહ્યું કે આવી સ્થિતિ ફરી ઊભી ન થાય, તેની ખાતરી કરવાની જરૂર છે.

Image copyright TWITTER

ગઈકાલથી જ મીડિયામાં સ્કૂલ બસના ડ્રાઇવર અને કંડક્ટર શંકાના ઘેરામાં હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.

બીજા ધોરણમાં અભ્યાસ કરતો 7 વર્ષનો વિદ્યાર્થી ગઈકાલે (શનિવાર) સ્કૂલના શૌચાલયમાંથી મળી આવ્યો હતો. બાળકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

મૃતકના પરિવારના એક સંબંધીએ બીબીસીને જણાવ્યું, "7:55 એ અમે તેને સ્કૂલની બહાર ઉતાર્યો હતો. 10 મિનિટ પછી સ્કૂલમાંથી ફોન આવ્યો કે બાળક પડી ગયું છે, લોહી નીકળે છે અને તમે તરત જ હોસ્પિટલ પોહોંચો. અમે હોસ્ટિપટલ પહોંચ્યા ત્યારે બાળકને મૃત જાહેર કરી દેવાયો હતો."

આ ઘટનામાં સ્કૂલના મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લાગી રહ્યો છે.

Image copyright RYANINTERNATIONALSCHOOLS.COM

ગુરુગ્રામ એસીપી મનીષ સેહગલે (ક્રાઇમ)એ જણાવ્યું કે મુખ્ય આરોપી અશોકની ધરપકડ થઇ ગઈ છે. અને તેણે ગુનો કબૂલ કરી લીધો છે.

તેમણે ઉમેર્યું કે અશોક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને રિમાન્ડનાં દરમ્યાન પૂછપરછ થશે.

અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, બાળકના પિતાએ જણાવ્યું, "તેઓ મારા નાના બાળકને મારી નાખ્યું. ડૉક્ટર્સે મને કહ્યું કે મારા દીકરા પર બે વખત હુમલો કર્યો. તેના કાનથી ગળા સુધી લાંબો ઘા હતો. મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું કે હું મારા બાળકને આવી સ્થિતિમાં જોવું પડશે."

આ ઘટના હોવાથી લોકોમાં ઘણો ગુસ્સો છે. લોકોએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Image copyright TWITTER

ટ્વિટર યૂઝર વૈશાલી લખે છે કે પ્રાથમિક સ્કૂલના શૌચાલયમાં બાળકો માટે કોઈ હેલ્પર ન હતું? આ ઘટના ખૂબ જ શરમજનક છે.

Image copyright TWITTER

ટ્વિટર યૂઝર પર્વિનાએ લખ્યું, "જ્યારે તમને ખબર પડે કે તમારું 7 વર્ષીય બાળક શાળામાંથી કદી પાછું નહીં આવે... ત્યારે માતાને કોણ સાંત્વના આપી શકે."

Image copyright TWITTER

અન્ય ટ્વિટર યુઝર અનિલે પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું કે માતા-પિતા પોતાનાં બાળકોને મોટી અને જાણીતી સ્કૂલોમાં મોકલતી વખતે અત્યંત ભરોસો કરતા હોય છે. પરંતુ વિખ્યાત શાળાઓ અત્યંત લાપરવાહ હોય છે.

કડક કાર્યવાહીની ખાતરી

રાજ્ય શિક્ષણ પ્રધાન રામ બિલાસ શર્માએ જણાવ્યું કે આવતા રવિવારે તે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ કરશે. તેમણે જણાવ્યું કે ગુનેગારોને છોડાવવામાં નહીં આવે. ઉપરાંત તેમણે કડક કાર્યવાહી કરવાની વાત પણ કરી હતી.

સંબંધિત મુદ્દા