ફિલ્મ 'પોસ્ટર બૉયઝ'ની રીલિઝ પછી બંને સ્ટાર્સ જાહેરમાં સામસામે

'પોસ્ટર બોય્સ'નો પોસ્ટર Image copyright Twitter

સન્ની દેઓલ, બોબી દેઓલ અને શ્રેયસ તલપડેની ફિલ્મ 'પોસ્ટર બૉયઝ' આ શુક્રવારે રિલીઝ થઇ છે.

જે એક મરાઠી ફિલ્મની રિમેક છે. તેનું નિર્દેશન શ્રેયસ તલપડેએ કર્યું છે.

ફિલ્મ અંગે દર્શકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. પરંતુ કમાલ રાશિદ ખાનને આ ફિલ્મ બિલકુલ જ નથી ગમી.

KRKએ તેમના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મને વખોડી હતી. જેના કારણે શ્રેયસ તલપડે ગુસ્સે ભરાયા હતા.

Image copyright Twitter

કેઆરકેએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, "પોસ્ટર બૉયઝ ટોપ ક્લાસ વાહિયાત ફિલ્મ છે. પ્રથમ દિવસે ફિલ્મે રૂ. 1.80 કરોડની કમાણી કરી છે. જે દર્શાવે છે કે દેઓલ્સમાં કોઈ સ્ટારડમ નથી. શ્રેયસનું નિર્દેશન પણ બેકાર છે."

Image copyright Twitter

શ્રેયસે આ ટ્વિટના જવાબમાં લખ્યું, "ઓકાતમાં રહે, કમાલ આર ખાન. જો હાથમાં આવ્યો, તો એટલા જોરથી પટકીશ કે ટપ્પો ખાઈને ફરીથી છત સાથે અફળાઇશ. જય મહારાષ્ટ્ર."

કમાલ આર ખાન અગાઉ પણ ટ્વિટર પર વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે. ઘણીવાર તેમણે વાંધાજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. 2013 માં કમાલ ખાને રજનીકાંતના જમાઈ અને અભિનેતા ધનુષ વિશે વાંધાજનક વંશીય ટિપ્પણી કરી હતી. જેના કારણે ભારે વિવાદ થયો હતો.

કરણ જોહરની ફિલ્મ "એ દિલ હૈ મુશ્કિલ" અને અજય દેવગણની ફિલ્મ "શિવાય"ની રિલીઝની વખતે પણ ટિપ્પણીઓને કારણે વિવાદોમાં રહ્યા હતા.

સંબંધિત મુદ્દા