આજે પણ નાત-જાતના ભેદભાવથી હેરાન: રેણુકા શહાણે

કહેવાતા નીચલા વર્ગના લોકો Image copyright Getty Images

પુણેમાં ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મેધા ખોલેને જ્યારે પોતાની 60 વર્ષીય નોકરાણી વિશે એ ખબર પડી કે તે બ્રાહ્મણ નથી, ત્યારે તેમણે તેની સામે પોલીસમાં ધાર્મિક લાગણી દુભાવવાનો કેસ દાખલ કર્યો.

એક શિક્ષિત મહિલાએ બીજા મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેની ભૂલ એટલી જ કે તે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે લાયક નહોતી. આ સમાચાર સાંભળીને હું છક થઈ ગઈ.

એક સ્ત્રી બીજી માટે કલ્પના કેવી રીતે આવું વિચારી શકે, આ પ્રશ્ન મારા મગજમાં ઘર કરી ગયો છે. મને આ વાતનું આશ્ચર્ય નથી કારણકે મારે ત્યાં આ સામાન્ય છે. રિવાજોને ધર્મથી ઉપર જોવામાં આવે છે. ધર્મ, ધાર્મિક લાગણીઓ રીતિ-રિવાજોથી જોડાયેલા છે.

Image copyright Google

રીતિ-રિવાજ ન રહી શકે

આપણે ઘરે અલગ વર્તીએ છીએ અને બહાર અલગ. શિક્ષણથી તો મનના બારણાં ખુલવાં જોઈએ પણ જો પોતાની આંખો પર પાટા બાંધેલા છે તો અસંભવ છે. ખુલ્લા વિચારોવાળું શિક્ષણ મહત્વનું છે. જો આવું થયું, તો આવું ક્યારેય નહીં થાય. મને પૂછો તો જૂના રિવાજો અને ખુલ્લા વિચારો એ બંને એકસાથે ન હોઈ શકે.

ધર્મ, આધ્યાત્મિકતા અને રીતિ-રિવાજ પરંપરા પર મૌન જ સારું છે. આવું ઘણાં લોકોને લાગે છે. આ એક અંગત બાબત છે. તે પણ હું માનું છું. પણ સમાજનો હિસ્સો હોવાના નાતે આ પર વાત બોલવું જરૂરી સમજું છું. આના પર ચર્ચા થવી જોઈએ.

Image copyright Getty Images

ધર્મ અને આધ્યાત્મિકતા જીવન નો એક ભાગ છે અને તે અંગત શ્રદ્ધાનો વિષય છે. પરંતુ કોઇ તેની સાથે રીતિ-રિવાજોને જોડી દે છે ત્યારે આ એક સામાજિક સમસ્યા બની જાય છે. કારણકે રૂઢિવાદી પરંપરા વિશે તમે પ્રશ્નો ઉઠાવી નથી શકતા.

અને હકીકત એ છે કે મહત્તમ રિવાજો મહિલાઓ સામે જ છે. જો કોઇ પતિનું મૃત્યુ થાય તો મહિલાનું અસ્તિત્વ ખતમ જ થઇ જાય છે. વિધવા છે એટલે કંઇ બહિષ્કાર કરવો એ તો ડરામણી વાત કહેવાય.

Image copyright Getty Images

સમાજ કેશલેસ થતા પહેલાં કાસ્ટલેસ થાય

રહ્યો સવાલ જાતિનો તો મને લાગે છે કે સમાજ કેશલેસ થવા પહેલા કાસ્ટલેસ થવો જરૂરી છે. જાત-પાત તો લાગે છે બધાના લોહીમાં છે, અને એ પણ એક કડવું સત્ય છે.

બધે તમારે જાતિ પડે છે. અટકથી જ તમારી જાતિનું અનુમાન લગાવાય છે અને તમારી સાથે કેટલા સંબંધો બનાવવા તેના પર વિચાર કરાય છે. હવે શું જાતિને ખતમ કરવા આધાર નંબર આપવો પડશે?

'જાતિને ખતમ કરો' કહેવાવાળા પણ અનામતના મુદ્દામાં મુંઝવાયેલા છે. કોઈ પ્રત્યે આદરભાવ થાય તેવા નેતા પણ આજે નથી. એ જ કારણથી સમાજમાં પરિવર્તન નથી થઇ રહ્યું.

સમાજનું નેતૃત્વ ધર્મના ઠેકેદારોના હાથમાં જતુ રહ્યું છે. ધર્મના નામે લોકોને એકઠાં કરી બહિષ્કાર કરવામાં આવે છે, જેથી આના પર ચુપ રહેવું જ બરાબર છે. આના પર ચર્ચા થવી જોઈએ.

સંબંધિત મુદ્દા