'કૌન બનેગા કરોડપતિ'માં પ્રતિયોગી તરીકે ભાગ લઇને ફસાઈ ડેપ્યુટી કલેક્ટર

Image copyright FACEBOOK

છત્તીસગઢની એક ટ્રેની નાયબ કલેક્ટરે સોની ટીવીના કાર્યક્રમ 'કૌન બનેગા કરોડપતિ' ભાગ લેતા તે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. પરિસ્થિતિ એવી ઊભી થઈ કે મુખ્યમંત્રી રમણસિંહે હસ્તક્ષેપ કરવો પડ્યો છે.

મૂંગેલી જિલ્લાના ટ્રેની નાયબ કલેક્ટર અનુરાધા અગરવાલની પસંદગી 'કૌન બનેગા કરોડપતિ' માટે થઇ હતી. ભોપાલમાં થયેલા પ્રારંભિક ઑડિશન પછી અનુરાધાને શૂટિંગ માટે મુંબઈ બોલાવામાં આવી હતી.

અનુરાધા દિવ્યાંગ છે અને વૉકરના સહારે ચાલે છે. આ કાર્યક્રમાંથી જીતેલી રકમ તે પોતાના ભાઈની સારવાર પાછળ ખર્ચ કરવા ઈચ્છતી હતી. જેને કિડનીની બીમારી છે.

Image copyright FACEBOOK

પરવાનગી ના મળી

આ કાર્યક્રમના શૂટિંગના એક દિવસ અગાઉ ૨૦ ઓગસ્ટના દિવસે અરુદ્ધાની માતાનું નિધન થયું હતું, પરંતુ ઘરના લોકોની સલાહ માન્ય રાખીને અનુરાધા શૂટિંગ માટે મુંબઇ જવા રવાના થઈ ગઈ હતી.

અનુરાધા આ કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને એક પછી એક સવાલ ના જવાબ આપી સારી-એવી રકમ જીતીને પરત ફરી. પરંતુ પરત ફર્યા બાદ બાદ તેને ખબર પડી કે સરકારે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેને પરવાનગી આપી નથી.

અનુરાધાના જણાવ્યા અનુસાર, "મેં કલેક્ટર અને સંલગ્ન કચેરી દ્વારા રાજ્ય સરકાર પાસેથી પરવાનગી માંગી હતી. સમય પર અનુમતિ પત્ર ન મળતા હું કલેક્ટર પાસેથી મંજૂરી લઈને આ કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી."

સામાન્ય વહીવટ વિભાગના એક ઉપ-સચિવે એક પત્ર લખીને અનુરાધાને કહ્યું હતું કે 'કૌન બનેગા કરોડપતિ' કાર્યક્રમમાં ભાગ લેવાની પરવાનગી સંબંધિત તેમની અરજીને માન્ય રાખવામાં આવી નથી.

ફોટો લાઈન મુખ્યમંત્રી રામણસિંઘે આ સંદર્ભે પરવાનગી સંબંધિત ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી

વિરોધ પક્ષનો હુમલો

આ સરકારી પત્ર-વ્યવહાર જ્યારે જાહેર થયો ત્યારે વિપક્ષ પુરી તાકાત સાથે રમણસિંહની સરકાર સામે મેદાનમાં પડ્યો હતો.

જનતા કોંગ્રેસ છત્તીસગઢના યુવા નેતા અને વિધાનસભ્ય અમીત જૉગીએ કહ્યું હતું કે રાજ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનમાં અધિકારીઓને સામેલ કરવા માટેની પરવાનગી અંગે અધિકારીઓ દ્વારા કાયદેસર રીતે અધિસુચના દ્વારા જાહેર કરવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરે જે કાર્યક્રમોમાં પ્રદેશની ક્ષમતા અને જ્ઞાનનો પરિચય આપવામાં આવે છે, તેનામાં અધિકારીઓને રોકવામાં આવે છે.

Image copyright FACEBOOK

કૌન બનેગા કરોડપતિ

સોમવારે દિવસભર આ મુદ્દો છવાયેલો રહ્યો. રાજ્યના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી રમણસિંહે સંલગ્ન અધિકારીને આ સંબંધમાં નિર્દેશ આપ્યા, ત્યારે અનુરાધાની શોમાં સામેલ થવાની ઓપચારિકત્તા પૂર્ણ થઈ.

અનુરાધાએ શોના નિયમોને કારણે શોમાં કેટલી રકમ જીતી છે તે જણાવ્યું નથી પરંતુ બીબીસી સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, "જેટલી રકમ મેં જીતી છે, તેમાંથી મારા ભાઈની સારવામાં મદદ કરી શકીશ."

કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમના એ એપિસોડનું પ્રસારણ, ૨૦ સપ્ટેમ્બરે થશે.

સંબંધિત મુદ્દા