જાપાની પીએમ શિંઝો એબે સીધા ગુજરાત કેમ આવી રહ્યા છે?

  • પ્રોફેસર મુકેશ વિલિયમ્સ
  • સોકા યુનિવર્સિટી, ટોક્યો
નરેન્દ્ર મોદી અને શિંઝો એેબેની મુલાકાતનો ફાઇલ ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફાઇલ ફોટો

જાપાન અને ભારતના સંબંધોમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યું છે અને તે ચીનને બિલકુલ ગમતું નથી. જાપાનના વડાપ્રધાન શિંઝો એબેની મુલાકાત સીધી જ ગુજરાતથી શરૂ થઈ રહી છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુજરાતમાં 50 જાપાનીઝ કંપનીઓ છે.

જાપાનીઝ વિશ્લેષકો અનુસાર જાપાન ગુજરાતમાં ઘણી લોન્સ આપી રહ્યું છે. આ લોન્સ ખાસ નહીં પણ સામાન્ય ચીજો માટે છે જેનો હેતુ એ છે કે તેનાથી તેવી જાપાનીઝ કંપનીઓને પણ ફાયદો થાય.

એટલે જ ગુજરાત અને દેશની બીજી જગ્યાઓએ જાપાનનું રોકાણ વધતું દેખાઈ રહ્યું છે. બુધવારે નરેન્દ્ર મોદી અને શિંઝો એબે મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોરનો પાયો નાંખશે જે નફાકારક સોદો કહી શકાય. વધુમાં, બંને રાજનેતાઓ રોડ શો પણ કરશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એબેના મુલાકાતને લઇ અમદાવાદમાં તૈયારી

શું બુલેટ ટ્રેન પરવડશે?

લોકો કહી રહ્યા છે કે ભારત એક ગરીબ દેશ છે, બુલેટ ટ્રેનથી કોઈ લાભ થશે નહીં. લોકો ભલે કહી રહ્યા હોય પણ એ પણ જોવું જરૂરી છે કે મુંબઈ અમદાવાદ વ્યાપારીક દ્રષ્ટિએ ખૂબ જ વ્યસ્ત માર્ગ છે.

સાથે જ લોકોની એટલી તો આવક છે કે તેઓ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકે. બુલેટ ટ્રેન સાથે જોડાનાર ફીડર લાઈન એટલી વિકસિત નથી, પરંતુ એક વખત બુલેટ ટ્રેન દોડવા લાગશે એટલે એ મુશ્કેલીઓ પણ દૂર થઇ જશે.

આમાં ભારતીય કંપનીઓને લાભ મળવાનો છે. હાઇ-ટેક ટ્રેન બનાવવાની ટેકનોલોજી મળશે.

જાપાનમાં શિંઝો એબેએ વડાપ્રધાન મોદીની જેમ પરિવર્તન શરૂ કર્યું છે. જાપાનમાં જે કંપનીઓ છે એ ભારત તરફ જોઇ રહી છે અને રોકાણનું વિચારી રહી છે. સુઝુકી ઑટોમેટિક કાર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા તૈયાર છે અને નાણાં આવવાના પણ શરૂ થઇ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પીએમ મોદી અને શિંઝો એબે

ચીની મીડિયા પરેશાન

જાપાન ભારતમાં એટલે રોકાણ કરી રહ્યું છે કારણ કે પૂર્વીય અને દક્ષિણી ચીની સમુદ્રમાં તે પોતાને અસુરક્ષિત અનુભવી રહ્યું છે. ઉપરાંત ઉત્તર કોરિયાનો કેવી રીતે સામનો કરવો, જેવા પણ ઉદ્દેશ્ય છે એટલે ભારત રો તેની સાથે દેખાય.

ચીની મીડિયા એબેની આ મુલાકાતથી પરેશાન લાગે છે. ચીન સાથેના સંબંધોનો ઇતિહાસ વર્ષ 1962થી ખરાબ છે. જાપાન સાથે ક્યારેય ખરાબ સંબંધ નથી રહ્યા. બીજા વિશ્વયુદ્ધનો પડછાયો પણ ભારત અને જાપાન પર નથી પડ્યો, તો આ બાજુ ચીન અને જાપાનના સંબંધ હંમેશા દુવિધામાં રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત પણ અમદાવાદથી શરૂ થઇ હતી પરંતુ તેનું કોઇ ઠોસ પરિણાન ન નીકળ્યું. પરંતુ શિંજો એબે ઘણી વખત ભારત આવી ચૂક્યા છે અને પરિણામ બધા સમક્ષ છે. ચીની મીડિયા આ વાતથી ગુસ્સામાં છે.

જાપાન અને ભારત વચ્ચે જે ખુશીની છોળો ઉછળી રહી છે તે એક સારી બાબત છે. જેનાથી જાપાન અને ભારતના ઉદ્યોગ ખૂબ જ ઉત્સાહિત છે.

(બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહીદ સાથેની વાતચીત પર આધારિત)