સરદાર સરોવર બંધ: મોદીના હાથે પૂરું થયું નહેરુનું સ્વપ્ન

Narendra Modi offering flowers at Narmada River from Narmada Dam Image copyright TWITTER @PMOINDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ ગુજરાતના કેવડીયા ખાતે સરદાર સરોવર બંધને રાષ્ટ્રને સમર્પિત કર્યો.

સરદાર સરોવર બંધ ભારતના ઇતિહાસનો કદાચ સૌથી વિવાદાસ્પદ પ્રોજેક્ટ રહી ચૂક્યો છે જેનું સ્વપ્ન ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ જોયું હતું.

ઘણા ટેક્નિકલ અને કાનૂની અવરોધોને કારણે નર્મદા બંધનું આયોજન લટકી પડ્યું હતું અને છેલ્લે ૧૯૭૯માં આખરે આ બંધની જાહેરાત થઈ હતી.

વિરોધ અને કાનૂની કાર્યવાહીને કારણે નર્મદા બંધની યોજનાને નિયત કરેલા સમયગાળામાં પૂર્ણ કરવાને બદલે ઘણો સમય વીતી ગયો.

ંવંકરલવકં્િલકવલકંિ્લવ


નર્મદા બંધ વિશે ખાસ બાબતો

Image copyright AFP/GETTY IMAGES
 • સરદાર સરોવર ડેમ ભારતની સૌથી મોટી જળ પ્રકલ્પ યોજના છે.
 • મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા મોટાં રાજ્યો આ પ્રોજેક્ટ સાથે જોડાયેલાં છે.
 • પાણી ડિસ્ચાર્જ કરવાની શક્તિની ક્ષમતાના આધારે નર્મદા ડેમ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ડેમ છે.
 • પ્રોજેક્ટ્થી જોડાયેલી ૫૩૨ કિલોમીટર લાંબી નર્મદા મુખ્ય નહેર વિશ્વની સૌથી લાંબી સિંચાઇ નહેર છે.
 • સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોન્ક્રીટથી બનેલો સરદાર સરોવર ડેમ ભારતનો ત્રીજો સૌથી ઉંચો ડેમ છે. ત્રણ વર્ષ પહેલાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નર્મદા યોજનાની ઊંચાઈ ૧૨૧ મીટર થી ૧૩૮.૬૨ મીટર વધારવાની જાહેરાત કરી હતી.

પાંચ ફાયદાઓ

Image copyright AFP/GETTY IMAGES
 • સરદાર સરોવર ડેમથી ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત વિસ્તારોના એક મોટાભાગ માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે.
 • રાજસ્થાન અને ગુજરાતની મોટી જનસંખ્યા માટે નર્મદાનું પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવી શકાશે.
 • સરદાર સરોવર પ્રોજેક્ટથી ૧૪૫૦ મેગાવોટ પાવર ઉત્પાદનનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
 • ગુજરાતના જે વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં પૂરનું સંકટ રહે છે તેવા વિસ્તારોને નર્મદા બંધ દ્વારા પૂરના સંકટમાંથી પણ બચાવી શકાશે.
 • કચ્છમાં ઘુડખર (જંગલી ગધેડાઓ) અને ભાવનગર જિલ્લામાં કાળિયાર (કાળા હરણ) જેવા જંગલી જીવોના અભ્યારણ્યોને નર્મદા યોજનાને કારણે લાભ થશે.

નર્મદા પરિયોજના સાથે જોડાયેલા વિવાદો

Image copyright RAVEENDRAN/AFP/GETTY IMAGES
 • સરદાર સરોવર બંધના વિરોધમાં મેધા પાટકરની આગેવાનીમાં નર્મદા બચાવો આંદોલન અસ્તિત્વમાં આવ્યું.
 • આંદોલનકારીઓનું કહેવું છે કે નર્મદા પરિયોજનાને કારણે બે લાખથી વધુ લોકો પ્રભાવિત થશે જેમને વિસ્થાપિત કરવા પડશે અને આ વિસ્તારના પર્યાવરણ પર આ યોજનાની આડઅસરો પડશે.
 • કેટલાક વૈજ્ઞાનિકોએ એવી પણ દલીલ રજૂ કરી છે કે આ પ્રકારના મોટાબંધના નિર્માણથી ધરતીકંપ આવવાની સંભાવનાની વધી છે.
 • નર્મદા વિરોધી આંદોલનકારીઓને તે સમયે મોટી સફળતા પ્રાપ્ત થઈ જ્યારે ૧૯૯૩માં સરદાર સરોવર પ્રોજેક્ટને વિશ્વ બેન્ક દ્વારા અપાયેલી સહાય પાછી ખેંચી લેવામાં આવી હતી.
 • ઓક્ટોબર ૨૦૦૦માં ભારતની સુપ્રીમ કોર્ટ મંજૂરી આપતા સરદાર સરોવર બંધનું રોકાયેલું કામ ફરી એકવાર શરૂ થયું અને ડેમના બાંધકામને વેગ મળ્યો.

સંબંધિત મુદ્દા