જ્યારે અટલ બિહારી વાજપેયી બળદગાડીથી સંસદ પહોંચ્યા હતા

અટલ બિહારી વાજપેયી

ભારતીય જનતા પાર્ટીની સરકાર ભલે આજે પેટ્રોલ, ડીઝલના ભાવને વ્યાજબી ઠહેરાવતી હોય, પરંતુ 44 વર્ષ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ આ મુદ્દે ઇંદિરા ગાંધીની સરકારને ઘેરી હતી.

પેટ્રોલની કિંમતમાં થયેલા વધારાનો વિરોધ કરવા વાજપેયી સંસદ બળદગાડામાં પહોંચ્યા હતા.

12 મી નવેબેરના મ્ન્યુયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ એ સમયની ઇંદિરા ગાંધી સરકારને સંસદમા વિરોધી દળોનો સામનો કરવો પડ્યો હતો.

તમને આ વાંચવું પણ ગમશે

એ જ દિવસે સંસદના શીતકાલિન સત્રની શરૂઆત થઈ હતી.

દક્ષિણ અને વામપંથી પાર્ટીઓએ મોંઘવારીનો વિરોધ કરતા સરકાર પાસે રાજીનામાની માંગ કરી હતી.

જન સંઘના નેતા અટલ બિહારી વાજપેયી અને બીજા બે અન્ય સદસ્યો બળદગાડાથી સંસદ પહોંચ્યા હતા. એ સિવાય બીજા કેટલાક સાંસદ સાયકલથી સંસદ પહોંચ્યા હતા.

એ અરસામાં પેટ્રોલ અને ડિઝલની અછતના કારણે ઇંદિરા ગાંધી બગ્ગીની સવારી કરી લોકોનો પેટ્રોલ બચાવવાનો સંદેશ આપી રહ્યા હતા. સાંસદો એનો વિરોધ કરવા આ પ્રકારનો વિરોધ કયો હતો.

તેલનું ઉત્પાદન કરવાવાળા મધ્ય પૂર્વના દેશોએ ભારતમાં પદાર્થોની નિકાસ ઓછી કરી દીધી હતી. એ પછી ઇંદિરા ગાંધીની સરકારે તેલની કિંમતમાં 80 ટકાનો ભાવ વધારો ઝિંક્યો હતો.

1973 માં તેલ સંકટ ત્યારે આવ્યું જ્યારે તેલ નિકાસ કરવાવાળા દેશોના સંગઠન એટલે કે ઓપેકે દુનિયાભરમાં તેલ આપૂર્તી કાપી નાંખી હતી.

અત્યારની સ્થિતિ

ઇમેજ કૅપ્શન,

કે જે અલ્ફોંસ, કેંદ્રિય પર્યટન મંત્રીએ પેટ્રોલ-ડીઝલની કિંમતો પર વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું

અત્યારે દેશમાં પેટ્રોલનો ભાવ દર લિટરે 70 રૂપિયાથી પણ વધી ગયો છે.

જેના પર કેંદ્રિય પર્યટન મંત્રી કેજે અલ્ફોંસે કહ્યું હતુ કે ''જેમની પાસે કાર અને બાઈક છે એ લોકો જ પેટ્રોલ ખરીદી રહ્યા છે. એટલે એ લોકો ભૂખ્યા નથી મરી રહ્યા.''

એમણે કહ્યું હતુ કે જે લોકો ટેક્સ આપી શકે છે, સરકાર એમની પાસેથી વસૂલ કરશે

ઉદ્યોગ સંગઠન એસોચેમ પણ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ ઓછા કરવાના પક્ષમાં છે.

એસોચેમે કહ્યું, "જ્યારે કાચા તેલની કિંમત પ્રતિ બૈરલ 107 ડોલર હતી, ત્યારે દેશમાં પેટ્રોલની કિંમત 71.51 રૂપિયા હતી.

હવે કાચા તેલની કિંમત ઘટીને 53.88 ડોલર પ્રતિ બૈરલ થઈ ગઈ છે. એવામાં ગ્રાહકોને સવાલ થાય એ વ્યાજબી છે કે જો બજાર કિંમતે પેટ્રોલનો ભાલ નિર્ધારિત થાય છે તો 40 રૂપયે પેટ્રોલ મળવું જોઇએ."

વરિષ્ઠ પત્રકાર પરંજૉય ગુહા ઠાકુરતા કહે છે, "એક ગ્રાહક તરીકે જોઈએ તો તમે અને અમે જે પૈસા પ્રતિ લિટર ચુકવી રહ્યા છીએ. એના અડધા પૈસા સરકાર પાસે પહોંચી રહ્યા છે."

સરકારને કેટલો ફાયદો

ઠાકુરતાએ કહ્યું, " સરકારને ફાયદો થઈ રહ્યો છે પણ એનો બોજ સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓના અનુમાન મુજ્બ છેલ્લા ત્રણ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ લાખ કરોડ રૂપિયા સરકારની તીજોરીમાં પહોંચ્યા છે."

"આવી સ્થિતિમાં કોઈ સરકાર આ નફાનો વિરોધ ના કરી શકે. ભલે પછી સત્તા ભાજપ પાસે હોય કે કૉગ્રેંસ પાસે.

જો કે ભાજપનું કહેવું છે કે પેટ્રોલ-ડીઝલની કિંમત આંતરરાષ્ટ્રિય બજારો સાથે જોડાયેલી છે. ભાજપે પેટ્રોલના વધતા ભાવ વિશે સોશ્યલ મીડિયામાં જવાબ આપ્યો છે.

ભાજપે એના ટ્વિટર હેન્ડલ પર પેટ્રોલના વધતા ભાવ પર તર્ક આપ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાને ટ્વિટ કરીને કહ્યું, ''જાપાન, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર, યૂકે, જર્મની, ફ્રાંસ સમેત 68 દોશમાં પેટ્રોલની કિંમત ભારત કરતા વધારે છે.''

ભાજપ દ્વારા આપવામાં આવેલા આ તર્કનું તારણ એ નિકળે કે પેટ્રોલની કિંમત માત્ર ભારતમાં જ નથી વઘી રહી અથવા તો ભારતમાં પેટ્રોલની કિંમત ઓછી વધી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો