‘પોટેટો બેટરી’થી પ્રકાશિત કરો એલઈડી

પોટેટો બેટરી

પરંપરાગત લાઈટ બલ્બને પ્રકાશિત કરવા ઉર્જાના મોટા જથ્થાની જરૂર પડે છે. થોડા પ્રકાશ માટે પણ તેમાં ઘણી ઊર્જા ખર્ચાય છે કારણ કે મોટાભાગની ઊર્જા ઉષ્મા તરીકે વ્યય પામે છે.

કેટલાક એન્જિનિયરોએ એલઈડી (લાઈટ એમિટીંગ ડાયોડ)ની શોધ દ્વારા વ્યય ટાળવામાં મદદ કરી છે.

એલઈડીને પ્રકાશિત કરવા માટે ઊર્જાના ઓછા જથ્થાની જરૂર પડે છે. આ વાતને સાબિત કરવા તમે કેટલાક બટાકાની મદદથી એલઈડી પ્રકાશિત કરી શકો છો.

નીચે દર્શાવેલી પ્રક્રિયા તબક્કાવાર કરવાથી તમે આ રીતે એલઈડી પ્રકાશિત કરી શકશો.

તમને આ પણ વાંચવું ગમશે

ત્રણ બટાકા, ઝિંકનું આવરણ ધરાવતી ગેલ્વેનાઈઝ્ડ ખીલી, ક્રોકોડાઈલ ક્લિપ, તાંબાના સિક્કા, તાંબાનો તાર, કાતર. ચપ્પુ અને એલઈડી. નાની એલઈડી 1 અથવા 2 મિલીએમ્પિયરની જરૂર પડે છે.

હવે આ તબક્કાઓ અનુસરો

Image copyright Getty Images

બટાકાના એક છેડા પર તાંબાનો સિક્કો નાંખો અને બીજા છેડા પર ગેલ્વેનાઈઝ્ડ ખીલી નાંખો, કદાચ તેના માટે ચપ્પુની જરૂર પડે.

15 સેન્ટિમીટર લાંબા તાંબાના ચાર તાર તૈયાર કરો અને તમામના બન્ને છેડા પરનું પ્લાસ્ટિક ઈન્સ્યુલેશન દૂર કરો

ક્રોકોડાઈલ ક્લિપના છેડા પર તાંબાનો તાર વીંટો અને તે ક્લિપને તાંબાના તાર સાથે જોડો. આવી જ પ્રક્રિયા બે તાર સાથે કરો

ક્રોકોડાઈલ ક્લિપ સાથે જોડેલા તારનો બીજો છેડો બાજુના બટાકામાં ખોંસવામાં આવેલી ખીલીમાં જોડો. તાંબાનો છેલ્લો તાર છેલ્લી બચેલી ખીલી સાથે જોડો

બટાકામાં રહેલા સિક્કા સાથે જોડાયેલો ખુલ્લો તાર પોઝિટિવ છેડો છે અને અન્ય બટાકાના નેઈલ સાથે જોડાયેલો ખુલ્લો તાર નેગેટિવ છેડો છે.

આ 'પોટેટો બેટરી'નો ઉપયોગ હવે થઈ શકે તેમ છે. એક નાની એલઈડી લો, સિક્કા સાથે જોડાયેલો ખુલ્લો તાર એલઈડીના મોટા છેડા સાથે જોડો અને ખીલી સાથે જોડાયેલો તાર એલઈડીના નાના છેડા સાથે જોડો.

બન્ને ખુલ્લા તાર એકબીજાને સ્પર્શ ન કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

જો એલઈડી નાની અથવા રેલ એલઈડી હશે તો તે પ્રકાશિત થઈ જશે. જો એલઈડીને વધુ ઉર્જાની જરૂર હોય તો વધુ બટાકા ઉમેરી આ 'પોટેટો બેટરી'ની ક્ષમતા વધારી શકાય છે.

Image copyright Getty Images

બેટરી કેવી રીતે કામ કરે છે ?

બટાકા

બટાકામાં ફોસ્ફરિક એસિડ આવેલું હોય છે, જે બેટરી એસિડ તરીકે કામ કરે છે. ઝિંક અને તાંબાના સંપર્કમાં આવતા જ આ એસિડ વિદ્યુતવહન કરે છે.

ઝિંકનું આવરણ ધરાવતી ખીલી

બટાકામાં રહેલું એસિડ ઝીંકની ખીલીના સંપર્કમાં આવતા આ ખીલીમાં ઈલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે અને પરિણામે ખીલી નેગેટિવ છેડો બને છે.

તાંબાના સિક્કા

બટાકામાં રહેલું એસિડ તાંબા સાથે સંપર્કમાં આવતા તેમાં રહેલા ઈલેક્ટ્રોનનું શોષણ કરે છે જેથી સિક્કો પોઝિટિવ છેડો બને છે.

તાંબાનો તાર

તાંબાનો તાર વિદ્યુત સુવાહક તરીકે કામ કરે છે, ઝિંકની ખીલીથી તાંબાના સિક્કા સુધી તે વિદ્યુતનું વહન કરે છે.

એલઈડી

નાની એલઈડીને પ્રકાશિત થવા માટે એલ મિલિએમ્પિટર વિદ્યુતપ્રવાહની જરૂર પડે છે, જે તેને મળતા પ્રકાશ ઉદ્ભવે છે.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા