અનેક વાહનોને આગ ચાંપવાચંપી, ભારે તણાવ

પોલીસ લાઠીચાર્જમાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. Image copyright SAMEERATMAJ MISHRA
ફોટો લાઈન ઘાયલ વિદ્યાર્થિની

બનારસ હિંદુ યુનિવર્સિટીમાં છેડતીની સામે વિદ્યાર્થિનીઓનાં આંદોલને બીજા દિવસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.

શનિવારે મોડી સાંજે પોલીસે લાઠીચાર્જ કરીને વિદ્યાર્થિનીઓને ઘટનાસ્થળેથી ખસેડી. ત્યારબાદ સ્ટુડન્ટ્સ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.

અનેક વાહનોને આગ ચાંપવામાં આવી હતી. સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળ ખડકી દેવામાં આવ્યા છે.

પોલીસે યુનિવર્સિટીની હોસ્ટેલ્સમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છતાં વિદ્યાર્થિનીઓ હિંમત નથી હારી

Image copyright SAMEERATMAJ MISHRA
ફોટો લાઈન આગ બુજાવી રહેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓ

પ્રદર્શનને ધ્યાનમાં રાખી બીએચયુ કેમ્પસને 2 ઓક્ટોબર સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો.

પોલીસે લાઠીચાર્જ અને ટીયરગૅસનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થિઓએ વાહનોને આગ ચાંપી દીધી. જેમાં પોલીસ અને પત્રકારોનાં વાહનોનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ અધિકારીઓ અને પત્રકારો સાથે પણ સ્ટુડન્ટ્સની ઝપાઝપી થઈ હતી.

Image copyright SAMEERATMAJ MISHRA
ફોટો લાઈન બનારસ હિંદુ યુનિવર્સિટી

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં શુક્રવારના રોજ વિદ્યાર્થીઓએ છેડતી વિરૂદ્ધ આંદોલન શરૂ કર્યું હતું.

વિદ્યાર્થિઓનો આરોપ છે કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નથી. અહીં છેડતી થવી સામાન્ય બાબત બની ગઈ છે.

વિદ્યાર્થિનીઓનો આરોપ એવો પણ છે, કે યુનિવર્સિટીમાં છેડતી સામેની ફરિયાદો વિરૂદ્ધ પગલાં લેવાના બદલે તેમને જ સવાલ પૂછવામાં આવે છે.

સંબંધિત મુદ્દા