ટ્વિટરની જાહેરાત, ટૂંક સમયમાં કરી શકાશે 280 કૅરૅક્ટરના ટ્વીટ

મોબાઇલ પર ટ્વિટર ઍપ્લિકેશન Image copyright DAMIEN MEYER/Getty Images

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર હવે 140 કૅરૅક્ટરના ટ્વિટ ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. હવે લોકો ટ્વિટર પર પોતાના મનની વાત વિસ્તારપૂર્વક લખી શકશે.

કંપનીએ પોતાના બ્લોગ પર જણાવ્યું છે કે હાલ ટ્વિટર પર 140 કૅરૅક્ટરની લિમિટ છે. તેને કારણે ઘણા યૂઝર્સમાં હતાશા જોવા મળે છે.

કંપનીનો વિકાસ છેલ્લા ઘણા સમયથી ધીમી ગતિએ ચાલી રહ્યો છે. ત્યારે ટ્વિટની લિમિટ વધારવાથી કંપનીને લાગે છે કે તેનાથી તે નવા યૂઝર્સને આકર્ષી શકશે.

ટ્વિટર પ્રોડક્ટ મેનેજર એલિઝા રોસેન લખે છે, "તમારા બધા વિચારો એક ટ્વીટમાં ઢાળવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે બધા આ કામ કરી રહ્યા છીએ અને તે ઘણું અઘરૂં છે."

એલિઝા રોસેન કહે છે કે જાપાનીઝ, ચાઈનીઝ અને કોરિયન ભાષા સિવાય બધી ભાષાઓમાં લાંબી કૅરૅક્ટર લિમિટ ટેસ્ટ કરવામાં આવી.

કેમ કે ઉપરોક્ત ભાષાઓમાં એક કૅરૅક્ટરમાં વધુ માહિતી મળી જાય છે.

Image copyright Reuters

રોસેન કહે છે, "અમે સમજીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી તમે ટ્વીટ કરી રહ્યા છો.

તમારી લાગણીઓ 140 કૅરૅક્ટરસાથે જોડાયેલી છે. અમારી સાથે પણ કંઈક એવું જ છે."

વધુમાં તેમણે કહ્યું, "પણ તેમ છતાં અમે આ પ્રયાસ કર્યો છે. તેની અમે શક્તિ જોઈ.

આ નવી કૅરૅક્ટર લિમિટ ઘણી જ પસંદ આવી છે. નવા ટ્વીટ પણ ટૂંકા અને સચોટ છે."


ડેવ લી, BBC ઉત્તર અમેરિકાના ટેક્નોલૉજી રિપોર્ટરનું વિશ્લેષણ

હેટ સ્પીચ, ટ્રૉલિંગ જેવા વિષયોની વચ્ચે તમને વિચાર આવતો હશે કે ટ્વિટર શા માટે કૅરૅક્ટર લિમિટ વધારવા પર ધ્યાન આપી રહ્યું છે? ખરેખર મને પણ એવું લાગ્યું.

પણ જેક ડોર્સી તેમના અર્થમાં સાચા છે કે ટ્વિટર પર 140 કૅરૅક્ટરની લિમિટ એક જ ટેક્નિકલ ખામી હતી, જેના વિશે કંપનીએ ઘણા વર્ષોથી ચિંતા નહોતી કરી.

તો કૅરૅક્ટર લિમિટને હજુ પણ વધારે કેમ ન કરાઈ? તેનાથી વધુ મોટો કંઈ બદલાવ નહીં આવે.

પણ ટ્વિટર એવું માને છે કે તેના આ બદલાવથી લોકોની પ્રતિક્રિયાઓ વધશે અને લોકોનું ધ્યાન પણ તેની તરફ ખેંચાશે.

માર્કેટિંગ સાથે સંબંધ ધરાવતા લોકોને વધુ શબ્દો ઉપયોગ કરવાનો મોકો મળશે. જેનાથી તેઓ પોતાનો સંદેશ દુનિયાભરમાં ફેલાવી શકે. તેનાથી ટ્વિટરની કમાણી પણ વધી શકે છે.

આ કૅરૅક્ટર લિમિટને લઈ ટાઈમ્સના પત્રકાર સતનામ સંઘેરાએ ટ્વીટ કર્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેઓ પોતાના કંઈક અલગ પ્રકારના જ ટ્વીટ કરે છે, તેમને હવે વધુ કૅરૅક્ટર માટે જગ્યા મળી શકશે.

Image copyright Sathnam

ટ્વિટરના સ્થાપક જેક ડોર્સીએ સૌથી પહેલા નવી કૅરૅક્ટર લિમિટ સાથે ટ્વીટ કર્યુ. તેમણે કહ્યું, "આ એક નાનો ફેરફાર છે, પણ અમારા માટે આ એક મોટું પગલું છે."

તેની સામે કેટલાક લોકોને આ ફેરફાર પસંદ નથી પડ્યો. લેખિકા સારા કેન્ડઝિયરે લખ્યું કે આ લિમિટ બહુ લાંબી છે.

Image copyright jack
Image copyright sarahkendzior

જો કે ટ્વિટરે કહ્યું છે કે આ ફેરફાર એ લોકો માટે ઘણો મહત્વનો સાબિત થશે કે જેઓ સતત ટ્વીટ કરે છે.

એલિઝા રોસેન કહે છે, "જ્યારે લોકોને પોતાના વિચારોને વ્યક્ત કરવા 140 કૅરૅક્ટરની લિમિટથી બંધાયેલા નહીં રહેવું પડે.

એટલે વધુ અને વધુ લોકો ટ્વીટ કરશે એવું અમને લાગે છે."

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)

સંબંધિત મુદ્દા