કોમાના દર્દીએ આ થેરાપી દ્વારા પ્રતિસાદ આપ્યો

માહિતીનો ફોટો Image copyright Corazzol et al
ફોટો લાઈન આ ફોટો થેરાપીની પહેલાં(ડાબી) અને પછી(જમણી)ની પ્રતિક્રિયા દર્શાવે છે.

ફ્રાન્સમાં એક માણસે 15 વર્ષ સુધી કોમામાં રહ્યાં બાદ કેટલાક અંશે પોતાની ચેતના પાછી મેળવી લીધી છે.

ડૉક્ટર્સે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 35 વર્ષીય પીડિતનાં ઉપચારમાં તેની છાતીમાં નર્વ સિમ્યુલેટરનું રોપણ કરી થેરાપી આપી હતી.

ત્યારબાદ એક મહિનાની અંદર તે સરળ સૂચનોનો જવાબ આપી શકતો હતો. અને તેણે કોઈ વસ્તુને અનુસરી માથું અને પોતાની આંખો ફેરવી હતી.

તમને આ વાંચવું પણ ગમશે :

નિષ્ણાતો જણાવે છે કે પરિણામો ખૂબ જ આકર્ષક છે, પરંતુ પુનરાવર્તન કરવાની જરૂર છે

જો કે બીજી તરફ વેજલ નર્વ સ્ટીમ્યુલેશન (વી.એન.એસ.) મગજના અન્ય રોગ ધરાવતા દર્દીઓમાં અસરકારક રીતે કદાચ કાર્ય પણ ન કરી શકે.

પરંતુ ઇન્સ્ટિટ્યુટ ડે સાયન્સીસ કોગ્નિટીવ્સ માર્ક જિનેરોદના એન્જેલા સિરિગુએ જણાવ્યું હતું કે તે એક ખરેખર પડકારરૂપ દર્દી તરીકે સારવાર માટે પસંદ કરવામાં આવ્યા છે.

વેગસ નર્વ શરીરના ઘણાં ભાગોથી મગજને જોડે છે અને સ્વયંસંચાલિત અથવા અર્ધજાગ્રત કાર્યોને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જેમાં સાવચેતી અને જાગૃતતાનો સમાવેશ થાય છે

વેજલ નર્વ સ્ટીમ્યુલેશનના એક મહિના બાદ દર્દીની માતાએ જણાવ્યું હતું કે તેની જાગવાની શ્રમતામાં નોંધપાત્ર સુધારો આવ્યો હતો અને તે આજુબાજુ બનતી ક્રિયાઓ સમજી સકતો હતો.

હાલની બાયોલોજી જર્નલ રિપોર્ટમાં પણ તેનામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. તેણે "ધમકી"નો પ્રતિભાવ આપવાનું પણ શરૂ કર્યું.

ઉદાહરણ તરીકે, જ્યારે ડોક્ટરે અચાનક દર્દીના ચહેરા પર જોયું ત્યારે, તેણે પોતાના ચહેરા પર આંખો વધારે ખોલી આશ્ચર્યભાવ પેદા કર્યો હતો.

સિરિગુએ જણાવ્યું હતું, '' બ્રેઇન પ્લાસ્ટિસિટી અને બ્રેઇન રિપેર હજુ પણ શક્ય છે, જ્યારે સંપૂર્ણપણે આપણે આ આશા ગુમાવી દીધી હોય.''

વધુમાં તેમણે જણાવ્યું, "આ કેસના રિપોર્ટ બાદ, આપણે દર્દીઓની મોટી વસતિનું પરીક્ષણ કરવાનું વિચારવું જોઈએ.

"આ ઉપચાર માનસિક બીમારી ધરાવતા દર્દીઓઓને વિશ્વ સાથે જોડી સુધારો લાવી વધુ તક આપી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે."

ધ વેલકમ સેન્ટર ફોર હ્યુમન ન્યુરોઇમેજિંના ડૉ. વ્લાદિમીર લિટવકએ કહ્યું, '' આ એક રસપ્રદ નવી શરૂઆત હોઈ શકે છે, પરંતુ હું આ પરિણામો વિશે સાવચેત રહેવાનું સૂચન કરું છું જ્યાં સુધી તેઓ વધુ દર્દીઓમાં પુનઃઉત્પાદિત થાય નહીં.''

તેમણે વધુમાં કહ્યું ''માત્ર એક કેસના આધારે અન્ય દર્દીઓ સમક્ષ આ ટ્રીટમેન્ટ કેટલી કારગર હશે, તે કહેવું મુશ્કેલ છે. ''


કોમાની સ્થિતી :

કોમાની સ્થિતી એટલે કે જ્યારે વ્યક્તિ જાગૃતિના ચિહ્નો વગર જાગૃત હોય; તેઓ તેમની આંખો ખોલી શકે છે, જાગે અને નિયમિત સમયાંતરે નિદ્રાધીન થઈ શકે છે અને મૂળભૂત પ્રતિક્રિયા આપી શકે છે; તેઓ સહાય વગર તેમના ધબકારા અને શ્વાસને નિયમન પણ કરી શકે છે

કોમામાં કોઈ વ્યકિત અર્થપૂર્ણ પ્રતિસાદ આપી શકતી નથી, જેમ કે તેમની આંખો સાથે વસ્તુને અનુસરવું અથવા અવાજોનો પ્રતિસાદ; તેઓ લાગણીઓ અનુભવી કોઇ ચિહ્નો પણ આપી શકતા નથી.

શરૂ રહેતી કે સ્થાયી કોમાની સ્થિતી એ છે કે જ્યારે આ ચાર અઠવાડિયાથી વધુ થાય છે

જો કોઈ વ્યક્તિ કોમામાં છે તો તેની રિકવરી અઘરી છે પરંતુ અશક્ય નથી.

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)