સોશિઅલ: શું પંડ્યાને ચોથા નંબર પર મોકલવો ભૂલ હતી?

ધોની અને કોહલીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ધોની મેદાન પર ઉતર્યા ત્યારે 26 બૉલમાં 49 રનની જરૂર હતી.

બેંગલુરુ વનડે હાર્યા બાદ સતત 10 વનડેની જીતનો રિકોર્ડ બનાવવાની તક ભારતે ગુમાવી છે.

મેચ પૂરી થયા પછી ટ્વિટર પર 'ધોની' ટૉપ ટ્રેન્ડ બની ગયો. લોકો સવાલ ઉઠાવવા લાગ્યા કે હાર્દિક પંડ્યાને ચોથા અને મહેન્દ્ર સિંહ ધોનીને સાતમા નંબર પર મોકલીને કૅપ્ટન વિરાટ કોહલીએ ભૂલ કરી?

335 રનના લક્ષ્ય સુધી પહોંચવાનો ભારતીય ટીમ સારી રીતે પ્રયાસ કરી રહી હતી. પણ અંતિમ પાંચ ઓવરમાં ઉતાવળે રન બનાવવાના દબાણમાં એક પછી એક વિકેટ્સ પડતી ગઈ.

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પંડ્યાને ચોથા ક્રમે ઉતારવામાં આવ્યો હતો.

46મી ઓવરમાં જ્યારે ધોની ક્રીઝ પર આવ્યા ત્યારે જીત માટે 26 બૉલમાં 49 રનની જરૂર હતી. જે મુશ્કેલ કહી શકાય.

સોશિઅલ મીડિયા પર લોકો લખે છે કે આવતાની સાથે જ રન ખડકવા ધોની માટે સરળ નહોતું. જો ધોની ચોથા અને પંડ્યા સાતમા નંબર પર રમાડવા આવ્યા હોત તો કંઇક થઈ શક્યું હોત.

ક્રિકેટ એક્સપર્ટ હર્ષા ભોગલેએ લખ્યું છે કે ક્રમમાં બદલાવ એક સારો પ્રયોગ હતો. પણ એનો એ પણ મતલબ નીકળે છે કે ધોની ખોટા ક્રમ પર જતા રહ્યા. આ વિશે વિચારવું જોઇએ.

Image copyright @BHOGLEHARSHA

આશ્નાએ લખ્યું છે કે તમે ધોનીને ત્યારે મોકલી રહ્યા છો જ્યારે બહુ ઓછી ઓવર બાકી છે. તમે એ પણ ઇચ્છો છો કે એ તમને હારેલી મેચ જીતાડી આપે? ખરેખર!

Image copyright @TASHAN_ASHNA

મોહિત ઠક્કર લખે છે "ધોનીને હંમેશા ચોથા કે પાંચમા નંબર પર ઉતારવા જોઇએ. એક વાર તેઓ સંન્યાસ લઈ લે પછી તમે પ્રયોગો કરી શકો છો, પણ હમણા આ ક્રમ પર જ બેસ્ટ છે."

Image copyright @mitpopat

સતિશ્વરન જીએ પણ આવો જ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું છે કે પંડ્યા ચોથા નંબરના ખેલાડી નથી. ધોની સાતમા નંબરના નથી.

Image copyright @SATHISHWARANG

અશ્વિન ગૌર લખે છે "આપ ધોની પાસે તેની આખી જિંદગી તમારા માટે કામ કરે એ આશા ન રાખી શકો. તમે ઇચ્છો છો કે એ સારું કરે તો એમને પહેલા રમવા મોકલો. તમે મિડલ ઓર્ડરને જવાબદાર ઠેરવી શકો."

Image copyright @ASHWIN_GOUR

ભારતીય ટીમને રોહિત શર્મા અન અજિંક્ય રહાણેએ સારી શરૂઆત આપી હતી. પરંતુ બન્નેના આઉટ થયા બાદ છેલ્લી મેચની જેમ હાર્દિકને ચોથા નંબર પર મોકલી દેવાયા.

પંડ્યાએ સારી રીતે રમતા 40 બૉલમાં 41 રન બનાવ્યા. પરંતુ છગ્ગો મારવાની કોશિશમાં કૅચઆઉટ થયા.

જોકે કેદાર જાધવ(67) અને મનીષ પાંડેય(33)એ સારી ભાગીદારી કરી. પણ બન્ને ક્રમશ: 46 અને 47મી ઓવરમાં આઉટ થઈ ગયા.

ત્યારબાદ લક્ષ્યને પાર પાડવા ધોનીએ આવતા જ લાંબા શોટ્સ મારવાના શરૂ કર્યા. તેમણે એક છગ્ગો પણ લગાવ્યો. છેલ્લે રિચર્ડસનની બૉલ બૅટની અંદરની ધાર પર અડીને સ્ટમ્પને જઈ લાગી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા