જ્યારે રાવણનું મૃત્યુ થયું, ત્યારે ગામમાં શોક પાળવામાં આવ્યો

ધારાવાહિકના રાવણનો ફોટો Image copyright RAMAYAN

તમે ક્યારેક તો રામલીલા જોઈ જ હશે. ટીવી પર રામાનંદ સાગરની સીરિયલ ‘રામાયણ’ તમે નહીં તો તમારા વડિલોએ તો ભાવપૂર્વક માણી હશે.

અહીં તસવીરોના માધ્યમથી જાણો રામાયણ સીરિયલ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

  • રામાયણના 78 એપિસોડ પૂર્ણ થયા બાદ દર્શકોએ લવ-કુશની કથાની માંગ કરી. તેના માટે રામાનંદ સાગર તૈયાર ન હતા. તેમણે કહ્યું કે જો તેઓ લવ-કુશની વાર્તા બનાવશે તો તે કાલ્પનિક વાર્તા હશે. આ કથા ટીવી પર આવતાં જ અનેક વિવાદ થયા અને રામાનંદ સાગર પર દસ વર્ષ સુધી કોર્ટ કેસ ચાલ્યો.
Image copyright RAMAYAN
  • 80ના દશકામાં જ્યારે રામાયણ ધારાવાહિક ટીવી પર આવી તો તેની સાથે સ્પેશિયલ ઈફેક્ટ્સ પણ જોવા મળી, જેમ કે હનુમાનજીનું સંજીવની બૂટી લાવવું, પુષ્પક વિમાનનું ઉડવું વગેરે.
Image copyright RAMAYAN
  • પ્રેમ સાગર જણાવે છે કે જ્યારે રામાયણ દરમિયાન જુનિયર કલાકારોની જરૂરિયાત ઊભી થતી હતી, તો ગામે-ગામ જઈને ઢોલ નગારા સાથે જાહેરાત કરવામાં આવતી અને કલાકારની ભર્તી કરવામાં આવતી હતી.

તમને આ વાંચવું પણ ગમશે:

Image copyright SAGAR ARTS
  • પ્રેમ સાગર જણાવે છે, ''સ્પેશિયલ ઈફેક્ટ્સ વિશે જાણવા માટે તેઓ કિંગ કોંગના નિર્માતાને હોલીવૂડમાં મળ્યાં હતાં.'' સાથે જ ઘણાં પુસ્તકોમાં વાંચીને આ ઇફેક્ટ્સ રામાયણમાં ઉપયોગમાં લેવામાં આવી હતી.
Image copyright SAGAR ARTS
  • વિશ્વના પાંચ ખંડોમાં દેખાડવામાં આવેલી રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધુ લોકોએ ટીવી પર જોઈ હતી.
Image copyright SAGAR ARTS
  • કહેવાય છે કે તે સમયમાં રામાયણના પ્રસારણ દરમિયાન ઓફિસરથી લઈને નેતાઓ સુધી કોઈને મળવાનું તો શું પરંતુ ફોન ઉપાડવાનું પણ પસંદ કરતા ન હતા.
Image copyright SAGAR ARTS
  • દરેક અઠવાડિયે રામાયણના તાજા એપિસોડની કેસેટ દૂરદર્શનની ઓફિસે મોકલવામાં આવતી હતી. ઘણી વખત આ કેસેટ પ્રસારણના અડધા કલાક પહેલાં પણ પહોંચી હતી. રામાયણનું શૂટિંગ સતત 550થી વધુ દિવસો સુધી ચાલ્યું હતું.
Image copyright SAGAR ARTS
  • જ્યારે 'રામાયણ'માં રાવણનું મૃત્યુ થાય છે ત્યારે રાવણનો રોલ ભજવનાર અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.
Image copyright SAGAR ARTS
  • રામાયણમાં રામ સેતુના નિર્માણનું દૃશ્ય ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું હતું. પ્રેમ સાગર જણાવે છે કે ચૈન્નાઈના નીલા સમુદ્ર જેવું દૃશ્ય ગુજરાતમાં ના મળ્યું, જેથી તેને ચૈન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું.
Image copyright SAGAR ARTS

(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)