જ્યારે મળે છે અપરા મહેતા, સરિતા જોશી અને બીબીસી ગુજરાતી
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અભિનેત્રી અપરા મહેતા અને સરિતા જોશી બીબીસી ગુજરાતી આવવાથી ખુશખુશાલ

બીબીસી જ્યારે આપણી ભાષામાં એટલે કે ગુજરાતી ભાષામાં શરૂ થઈ રહ્યું છે ત્યારે સરિતા જોશી અને અપરા મહેતાના આનંદનો પાર નથી.

આ બે મહાન કલાકારોને તો તમે ઓળખતા જ હશો. સરિતા જોશી એક એવા અભિનેત્રી છે કે જેમણે એક્ટિંગની દુનિયામાં પાંચ દાયકા પસાર કર્યા છે.

તેમની પ્રખ્યાત સીરિયલ 'બા,બહુ અને બેબી'ના કારણે આજે તેમને ઘરે ઘરે લોકો ઓળખે છે.

તો સવિતા મનસુખ વિરાણીને પણ કોણ નથી ઓળખતું ?

સવિતા મનસુખ વિરાણીનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવી ચૂકેલા અપરા મહેતાની આજે દુનિયાભરમાં અલગ ઓળખ છે.

આ બન્ને મહાન કલાકારની ખુશીનો પાર ત્યારે ન રહ્યો જ્યારે તેમને ખબર પડી કે હવે બીબીસી ન્યૂઝ ગુજરાતીમાં શરૂ થયું છે.

સરિતા જોશીએ પોતાની ઉત્સુક્તા વ્યક્ત કરી.

તેઓ કહે છે, "બીબીસી આપણી ભાષામાં શરૂ થવાની છે. હું લંડન જતી હતી ત્યારે હિન્દીમાં ઇન્ટરવ્યૂ આપતી હતી. હવે આપણી ભાષામાં આપણા ઇન્ટરવ્યૂ આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો