સાબરમતી આશ્રમમાં પ્રતિબિંબિત થતાં પાંચ ગાંધી મૂલ્યો

સાબરમતી આશ્રમમાં રહીને મહાત્મા ગાંધીએ દેશને આઝાદ કરવાની યોજનાઓ બનાવી.

આજે સો વર્ષ પછી પણ શહેરના ઘોંઘાટ વચ્ચે શાંતિથી ઊભેલો સાબરમતી આશ્રમ, ગાંધીમૂલ્યો આજે પણ એટલાં જ પ્રસ્તુત હોવાની સાબિતી આપી રહ્યો છે.

બીબીસીને મળેલાં આશ્રમનાં ઐતિહાસિક રેખાચિત્રોમાં દેખાતાં આશ્રમનાં મકાનો સાથે જોડાયેલાં ગાંધીમૂલ્યો તમારી સાથે વહેંચી રહ્યા છીએ.

આ રેખાચિત્રો દત્તામહા નામના ચિત્રકારે 1941થી 1956નાં સમગાળા દરમિયાન તૈયાર કર્યાં હતાં.

આ રેખાચિત્રો બીબીસીને નેશનલ આર્કાઇવ્ઝ ઑફ ઇન્ડિયાએ તૈયાર કરેલાં ‘સાબરમતી આશ્રમ - ગાંધીની તપોભૂમી 1917થી 1930’ સંગ્રહમાંથી મળ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો