શ્રીનગર હુમલામાં બે ઉગ્રવાદી ઠાર, બે જવાન ઘાયલ

સુરક્ષાબળોની તસવીર Image copyright Reuters
ફોટો લાઈન ઉગ્રવાદી હુમલા બાદ વળતી કાર્યવાહી કરી રહેલા સુરક્ષાબળો

શ્રીનગરમાં એરપોર્ટ પાસે બીએસએફ કેમ્પ પર ઉગ્રવાદી હુમલો થયો છે.

આ હુમલામાં એક જવાને પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. અથડામણમાં બે હુમલાખોર માર્યા ગયા છે.

ઉગ્રવાદી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ'એ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

શ્રીનગર પોલીસ આઈજી મુનીર ખાને સ્થાનિક પત્રકાર માજિદ જહાંગીરને કહ્યું છે, "હુમલો સવારે પાંચ વાગ્યા આસપાસ થયો. "

"બૉર્ડર સિક્યુરિટી ફૉર્સની 182મી બટાલિયનના કેમ્પમાં ત્રણ ઉગ્રવાદીઓ ઘૂસવાનો પ્રયાસ કર્યો."

આઈજીના કહેવા પ્રમાણે, એક ઉગ્રવાદી ઠાર મરાયો છે. જ્યારે કે બે કેમ્પની અંદર જ છે.

આઈજીએ ઉમેર્યું હતું કે વળતી કાર્યવાહી હજુ ચાલુ જ છે.

હુમલા બાદ શ્રીનગર એરપોર્ટ સુધી જતાં રસ્તાઓને બંધ કરી દેવાયા હતા. જે ફરી ચાલુ કરાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા