બ્લોગઃ આજની સીતા પોતાના રામ પાસેથી શું ઇચ્છે છે?

બુકાની બાંધેલી મહિલા જેની આંખો દેખાય છે. Image copyright Getty Images
ફોટો લાઈન દૂધવાળો વિચારે છે કે જો સવારે સીતાનો ચહેરો જોઈ લેશે તો તેને પુણ્ય મળશે.

મારી બહેનપણીનું નામ સીતા છે અને આ નામ જ તેના માટે જેલ સમાન છે.

હું જ નહીં, લગભગ તેના બધા જ ઓળખીતા લોકો, તેને વારંવાર તેના ગુણોની યાદ અપાવે છે, જેના હિસાબે તેણે જીવવું જોઈએ.

દૂધવાળો વિચારે છે કે જો સવારે સીતાનો ચહેરો જોઈ લેશે તો તેને પુણ્ય મળશે.

તેનાં માતા- પિતા કે જે હંમેશા તે બહાર ગઈ હોય ત્યારે પરેશાન રહે છે. તેઓ તેની સાથે કામ કરતા દરેક પુરૂષ સાથે તેની વાતચીતને શંકાની નજરે જુએ છે.

તમને આ વાંચવું પણ ગમશે

ફેર બસ એટલો છે કે હું આ સરખામણી મજાકમાં કરૂં છું અને બાકી બધા લોકો ગંભીરતાથી તેને પોતાનું કર્તવ્ય સમજે છે. કેટલીક હદે તેઓ સાચા પણ છે.

પૌરાણિક કથાઓ ખૂબ મહત્વની છે કેમ કે તે આપણી ધરોહર છે અને ઇતિહાસનો રસ ઉમેરી તેમનો ભાગ બનવાનો આપણને મોકો આપે છે.

આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણા આદર્શ શું છે અને આપણે શું હોવું જોઈએ, એ બધું જ સમજાવે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન 'મારી સીતા, રામની સીતાને નાપસંદ કરે છે'

ઇમાનદારીથી કહું તો એવું નથી કે મારી સીતા, રામની સીતાને નાપસંદ કરે છે કે પછી તેમના નિર્ણયોનું આકલન કરી તેણે કોઈ વિપરિત અભિપ્રાય આપ્યો છે.

તે તો તેમની સાથે સંમત છે, બસ દૃષ્ટીકોણ જુદો છે. તેણે પોતાની પેઢીના મોટા ભાગના લોકોની જેમ રામાયણ નથી વાંચી.

પરંતુ તેના પર આધારિત સીરિયલ ચોક્કસથી જોઈ છે. એ સીરિયલમાં તેણે જે મહિલાને જોઈ હતી તે મજબૂત સિદ્ધાંત ધરાવતી હતી.

તે મહિલા પોતાની વાત પર અડગ રહેનારી, દરેક પડકારનો સામનો કરીને પોતાના દીકરાઓને એકલી જ મોટા કરનારી સ્ત્રી હતી.

પણ લોકો મનમાં સીતાને બલિદાની, આજ્ઞાકારી અને પતિવ્રતા હોવા માટે આદર્શ માને છે. મારી સીતા આ બધા આદર્શોમાં જકડાવા નથી માગતી.

Image copyright Getty Images
ફોટો લાઈન આજની સીતા અનાદર નથી કરવા માગતી, પણ પોતાના માટે આદર પણ ઇચ્છે છે

તે નથી ઇચ્છતી કે લોકો તેને પસંદ કરે, તેણે પાછળ ચાલવું પડે, એ માનવામાં આવે કે તેની સાથે સહેલાઈથી છેતરપીંડી કરી શકાય અને તેનું ધ્યાન રાખવામાં આવે.

અને સતી સાવિત્રી બનવા વિશે તેનું મન હાલ તો માની રહ્યું. જેમ કે જ્યારે તેને પ્રેમ થયો.

તે શાંત સ્વભાવનો શરમાળ વ્યક્તિ છે. એક કલાકાર જેના મનમાં દરેક ક્ષણે નવા વિચાર આવ છે અને ખિસ્સુ મોટાભાગે ખાલી રહે છે.

તે વ્યક્તિને સીતા એ માટે પસંદ કરે છે કેમ કે તે આદર્શ નથી. તેના સ્વભાવમાં પુરૂષત્વનું ખોટું અભિમાન નથી. પોતાના પર તેને જરૂર કરતા વધારે ઘમંડ નથી.

એ તેના માટે દરવાજો ન ખોલતો. રાત્રે જ્યારે સીતાને મોડું થાય તો ફોન કરી તેની ખબર નથી લેતો રહેતો. તે બસ સ્વતંત્રતાથી સીતાને જીવવા દેવા માગે છે.

Image copyright Getty Images
ફોટો લાઈન મહિલાઓ પાસે અપેક્ષાઓના માપદંડ નથી બદલાયા

તેના પર વિશ્વાસ કરે છે અને તેની નજીક રહે છે જેનાથી સંબંધ ઘૂંટાવા ન લાગે.

બધી જરૂરી વસ્તુઓમાં તે તેના વિચાર અંગે પૂછે છે, તેને સાંભળે છે અને તેના નિર્ણયનું સન્માન કરે છે. જે તેના પિતા નથી કરતા.

એ વ્યક્તિની જે વાતો પર સીતાને પ્રેમ આવે છે, તેના પિતા એ જ વાતોથી સીતાને સાધારણ મહિલાનો દરજ્જો આપે છે.

તેઓ તેને કહે છે, સીતા કોઈ સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે. તુ શું જાણે તારા માટે યોગ્ય શું છે? અને તારી પસંદથી ફેર પણ શું પડે છે?

તારા પિતા તારા માટે છોકરો શોધી સૌથી ઉત્તમ વ્યક્તિની પસંદગી કરશે. જે હૃષ્ટપુષ્ટ શરીર, ઉચ્ચતમ શિક્ષા અને સારી કમાણી કરતો હોય.

તે તારું ધ્યાન રાખશે, તારી રક્ષા કરશે અને જો કોઈ તારી માન સન્માન પર હાથ નાખશે તો બદલો લેશે. તું તેની વાત સાંભળીશ, સમજીશ અને તેના હિસાબે જીવનમાં બદલાવ લાવીશ.

હવે કોઈ રાજા અને રજવાડા નથી, સમાજમાં પણ સમય સાથે બદલાવ આવ્યો છે પણ મહિલાઓ પાસે અપેક્ષાઓના માપદંડ નથી બદલાયા.

Image copyright Getty Images
ફોટો લાઈન આજની સીતા ઇચ્છે છે કે તેનો જીવનસાથી તેના પર વિશ્વાસ રાખે (પ્રતિકાત્મક તસવીર)

એ સીતાને પરેશાન કરે છે, જે કદાચ ન કરવું જોઈએ. આખરે લોકોને રામાયણની આદર્શ નારીના મૂલ્યોની યાદ અપાવવામાં ખોટું શું છે?

પણ તે પરેશાન થાય છે. કેમ કે તે કાયદા અને અપેક્ષાઓને બનાવીને રાખે છે. મારી સીતા આખરે મારી સીતા છે. તે ચર્ચા કરે છે.

તે અનાદર નથી કરવા માગતી. પણ પોતાના માટે આદર પણ ઇચ્છે છે. તે કહે છે કે જો મારી પાસે અપેક્ષા છે કે હું સમજું અને વિશ્વાસ રાખું તો એ જ વસ્તુ હું મારા માટે પણ માગું છું.

હું મારૂં ધ્યાન રાખી શકું છું. મને એવા સાથીની જરૂર છે, જેનું કદ મારા વ્યક્તિત્વ પર ભારે ન પડે. હું મિત્રો બનાવવા માગું છું. પુરૂષ, મહિલા, સમલૈંગિક, કિન્નરો બધા સાથે મિત્રતા કરવા માગું છું.

હું નથી ઇચ્છતી કે મારી રક્ષા કરવામાં આવે. હું ઇચ્છું છું કે મારો વિશ્વાસ કરવામાં આવે.

જ્યારે હું અને મારો સાથી જીવન સાથે વિતાવવાનો વાયદો કરીએ તો અમારી આંગળીઓ એકબીજાની તરફ નહીં, પણ એકબીજા સાથે મળીને જોડાયેલી હોય.

આગ પર હું એકલી નહીં ચાલું, અમે બન્ને સાથે ચાલીશું. જ્યારે અમારી ઉપર સવાલ ઉઠે, તો જવાબ અમે બન્ને સાથે આપીએ. અમારી સામે જે પણ આવે, અમે તેનો સામનો સાથે મળીને કરીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો