પોલીસે પટિયાલામાંથી હનીપ્રીતની ધરપકડ કરી, બુધવારે કોર્ટમાં રજૂ કરાશે

Image copyright COURTESY: HONEYPREET INSAN
ફોટો લાઈન રામ રહીમ સિંહ તથા હનીપ્રીત

ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહની સાગ્રીત હનીપ્રીતની હરિયાણા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસે પંજાબના પટિયાલામાંથી હનીપ્રીત અને તેની મહિલા સાથીની ધરપકડ કરી છે.

રામ રહીમ જેલમાં ગયો ત્યારથી હનીપ્રીત ફરાર હતી.

પોલીસે જણાવ્યું હતું કે હનીપ્રીતને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હનીપ્રીતને ઝડપી લેવા પોલીસે નેપાળમાં તપાસ હાથ ધરી હતી.

અગાઉ હનીપ્રીતના પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ મીડિયા સમક્ષ ગુરમીત રામ રહીમ સિંહ તથા હનીપ્રીતના સંબધો અંગે કેટલીક વાતો કહી હતી.

Image copyright Getty Images
ફોટો લાઈન ગુરમીત રામ રહીમ સિંહ

વિશ્વાસે કહ્યું હતું, "રામ રહીમ મને ગુફા બહાર બેસાડી દેતા. મેં બંનેને નગ્ન જોયાં છે."

વિશ્વાસે ઉમેર્યું, "હનીપ્રીત અને બાબાની ઉંમર વચ્ચે માત્ર 13 વર્ષનો ફેર છે. દત્તક લેવા બંને વચ્ચે ઓછામાં ઓછો 21 વર્ષનો તફાવત જરૂરી છે."

મીડિયા સાથે ચર્ચામાં વિશ્વાસ ગુપ્તાએ કહ્યું હતું કે તેનો પરિવાર ડેરા સાથે સંકળાયેલો હતો.

ગુપ્તાના કહેવા પ્રમાણે, " જૂની ગુફામાં ઉપર એક રૂમ હતો. જેમાં મેં બંનેને નગ્ન જોયાં છે. "

ગુપ્તાએ ઉમેર્યું હતું, "બાબા તેમની ગાડીમાં હથિયાર રાખે છે. મારી ઉપર દહેજનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી."

વિશ્વાસે કહ્યું હતું, "મને ગુફાની બહાર સૂવડાવી દેતા હતા. હનીપ્રીતને ગુફામાં લઈ જતા હતા. મને કહેવામાં આવતું કે હનીપ્રીત બાબાની સેવા કરી રહી છે."


પ્રિયંકામાંથી હનીપ્રીત

હનીપ્રીતનું ખરું નામ પ્રિયંકા તનેજા છે. વર્ષ 1999માં તેના અને વિશ્વાસ ગુપ્તાનાં લગ્ન થયાં હતાં.

વિશ્વાસે 2011માં છૂટાછેડા માટે આવેદન આપ્યું હતું. કથિત રીતે તેણે રામ રહીમ સિંહ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો.

કોર્ટે રેપના આરોપસર રામ રહીમને 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

2002માં પહેલીવાર રામ રહીમ સામે રેપના આરોપ લાગ્યા હતા. એક મહિલાએ તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પત્ર લખ્યો હતો.

પત્રમાં મહિલાએ દાવો કર્યો હતો કે રામ રહીમ ત્રણ વર્ષથી તેની ઉપર રેપ કરી રહ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા