લદ્દાખ : કૃત્રિમ ગ્લેશિયરો બન્યા ખેતી માટે સિંચાઈના પાણીનો સ્રોત

લદ્દાખ : કૃત્રિમ ગ્લેશિયરો બન્યા ખેતી માટે સિંચાઈના પાણીનો સ્રોત

ગ્લૉબલ વૉર્મિંગના લીધે ગ્લેશિયરો પીગળી રહ્યા છે. હિમાલયના ગ્લેશિયરોની પણ આ જ સ્થિતિ છે.

લદ્દાખના રહેવાસીઓ પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે, પરંતુ હવે એન્જિનિયરોએ કૃત્રિમ ગ્લેશિયરો થકી આ સમસ્યા હલ કરવા પ્રયાસ હાથ ધર્યો છે.

જેમાં તેઓ પાાઈપ થકી જમીનના તળ સુધી પાણી લઈ જઈને પ્રેશર પંપ દ્વારા તેને ઠંડું રાખે છે. પછી આ પાણી વૃક્ષો અને વાયરથી બનેલા માળખા પર છાંટવામાં આવતા તે ગ્લેશિયર બની જાય છે.

વંસત ઋતુમાં બરફ પીગળે છે અને પાણી મળે છે. જેનો ખેતી માટે ઉપયાગ થઈ શકે છે. આ સમયે પાક લેવાનો મહત્વનો સમય હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો