સોશિઅલ: ગુજરાતમાં કેમ મૂછની સેલ્ફી શૅયર કરી રહ્યા છે યુવાનો?

દલિત મૂછ Image copyright Getty Images

ગુજરાતના ગાંધીનગરના લિંબોદરા ગામમાં મૂછો રાખવાના મામલે એક દલિત યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના મંગળવારની છે.

જ્યારે એક 14 વર્ષના યુવકને બે અજાણ્યા શખ્શોએ કથિત રીતે બ્લેડ મારીને ઈજા પહોંચાડી હતી.

આ પહેલા પણ રાજ્યમાં મૂછ રાખવાના મામલે બે દલિતોને માર મારવાની ઘટના સામે આવી હતી. આરોપ છે કે હુમલા પાછળ કેટલાક સવર્ણોનો હાથ છે.

ગયા રવિવારે આણંદ જિલ્લામાં ગરબા જોવા મામલે થયેલી બબાલમાં એક યુવકની હત્યા કરાઈ હતી.

તમને આ વાંચવું પણ ગમશે

દલિતો પર થઈ રહેલા હુમલા બાદ હવે સોશિઅલ મીડિયા પર વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે.

ફેસબુક અને ટ્વિટર પર દલિત યુવાનો ઘટનાના વિરોધમાં પોતાની મૂછો વાળી તસવીરો શેર કરી રહ્યા છે.

Image copyright FACEBOOK

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સેંકડો યુવાનો વોટ્સએપ પર પણ પોતાની ડીપી(ડિસ્પ્લે પિક્ચર) બદલીને આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.

ડીપીમાં મૂછની નીચે મિ. દલિત લખેલું છે અને તેનો આઇકન પણ છે.

ફેસબુક અને ટ્વિટર પર પણ #‎DalitWithMoustache‬ સાથે પ્રોફાઇલ પિક્ચર્સ બદલવામાં આવી રહ્યાં છે.

ફેસબુકમાં સુમિત ચૌહાણે આ હેશટેગ સાથે ભીમરાવ આંબેડકરની મૂર્તિ સાથે પોતાની સેલ્ફી શેર કરી હતી.

તેમણે લખ્યું છે, "દલિતોની મૂછોથી ઇર્ષ્યા કરનારા આ જુઓ અને વધારે ઇર્ષ્યા કરો. મૂછ પણ છે, ટોપી પણ છે અને અમારા પ્યારા બાબા સાહેબ પણ છે. જય ભીમ."

Image copyright SUMIT CHAUHAN

તેણે એક બીજી પોસ્ટમાં એક એડિટેડ તસવીર પણ શૅયર કરી છે.

જેમાં બે બાળકો પોતાની મૂછ પર તાવ દઈ રહ્યાં છે.

વિજયકુમારે પોતાની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે, "આ જાતિવાદીઓ અમારાથી બહુ ડરે છે. હજી તો બસ શરૂઆત થઈ છે."

Image copyright Vijay Kumar

હેમંતકુમાર બૌદ્ધ ફેસબુક પર પોતાની ફોટો શેર કરતા લખે છે, "અમે ભીમરાવ આંબેડકરને માનવાવાળા છીએ. દાઢી મૂછ પણ રાખીએ છીએ અને ભીડથી અલગ પણ દેખાઈએ છીએ."

Image copyright Hemant Buddh

ટ્વિટર પર પણ યુઝર્સ પોતાની મૂછો સાથેના ફોટો ટ્વીટ કરી રહ્યા છે.

વિનીત ગૌતમે મૂછો પર તાવ દેતી પોતાની તસવીર ટ્વીટ કરી છે અને લખ્યું છે, "મૂછો હોય તો દલિત જેવી, નહીં તો ના હોય."

સંદિપ ગૌતમે મૂછો સાથે પોતાની અને તેમના મિત્રોની કેટલીક સેલ્ફી એકસાથે ટ્વિટર પર ટ્વીટ કરી છે. તેમણે દલિતો પર થઈ રહેલા હુમલાના વિરોધ અભિયાનમાં જોડાવાનો આગ્રહ કર્યો છે.

તેમણે લખ્યું છે, "જો તમે પણ સાથે છો તો મૂછો પર તાવ દેતા હોવ એવી સેલ્ફી શેર કરો."

Image copyright Sandeep

ગુજરાતમાં પણ યુવાનો સોશિઅલ મીડિયા પર આ ઘટનાનો વિરોધ કરી રહ્યા છે.

વાઘેલા રાહુલે ટ્વિટર પર લખ્યું છે, "જાતિવાદ મને મૂછ રાખવાની સ્વતંત્રતા આપતો નથી પણ ભારતનું સંવિધાન મને સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે. "

Image copyright TWITTER

તો, ફેસબુક પર ગબ્બર સિંહ નામના ફેસબુક યૂઝરે મૂછ સાથે પોતાની તસવીર શેર કરી છે અને લખ્યું છે, "કહેવા માટે તો ઘણું છે સાહેબ, પરંતુ આજે માત્ર જય ભીમ કહેવું છે."

Image copyright FACEBOOK

સોશિઅલ મીડિયા પર અનેક દલિત યુવાનો રાજ્યમાં દલિતો પર થઈ રહેલા હુમલાનો વિરોધ હાલ મૂછને પ્રતિક બનાવીને કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો