ગુજરાત : ગોધરાકાંડ કેસ સુનાવણી, ક્યારે શું થયું?

ટ્રેન અને તેની પાસે પોલીસકર્મી ઉભેલ છે. Image copyright SEBASTIAN D'SOUZA/AFP/Getty Images
ફોટો લાઈન 2002ની 27મી ફેબ્રુઆરીએ સાબરમતી ટ્રેન પર ટોળાએ હુમલો કર્યો હતો

ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ મામલે ચૂકાદો આપતા 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી છે. તો 63 વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યાં છે.

આ કેસમાં ક્યારે શું બન્યું?

27 ફેબ્રુઆરી-2002 : અયોધ્યાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચ પર ગોધરા રેલવે સ્ટેશન નજીક ટોળાંએ હુમલો કરતા 59 લોકોનાં મોત થયાં હતાં.

28 ફેબ્રુઆરી 2002 : અમદાવાદ શહેરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પર બપોર બાદ ટોળાએ કરેલા હુમલામાં કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરી માર્યા ગયા. અન્ય 31 લોકો લાપત્તા થયાં, જેમને બાદમાં મૃત માની લેવામાં આવ્યા.

22 મે-2002 : તપાસ એજન્સીએ પહેલું આરોપનામું દાખલ કર્યું. પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો તેમાં ઉલ્લેખ નહોતો.

19 ડિસેમ્બર.-2002 : બીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરવામાં આવ્યું. તેમાં પણ પ્રોવિઝન ઑફ પ્રિવેન્શન ઑફ ટેરરિઝમ એક્ટ (POTA) કેનૂન હેઠળના એકપણ ગુનાનો ઉલ્લેખ નહોતો.

3 માર્ચ-2003 : સુનાવણી હાથ ધરવા વિશેષ POTA (પોટા) કોર્ટ રચવામાં આવી.

16 એપ્રિલ-2003 : ત્રીજું પ્રાથમિક આરોપનામું દાખલ કરાયું. જેમાં આરોપીઓ પર POTA હેઠળના ગુના લગાવવામાં આવ્યા.

21 નવેમ્બર-2003 : સુપ્રીમ કોર્ટે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસની તપાસ પર રોક લગાવી.

સપ્ટેમ્બર-2004 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિ ગુજરાત આવી.

16 મે-2005 : પોટા કોર્ટની સમીક્ષા સમિતિએ અભિપ્રાય આપ્યો.

એપ્રિલ-2008 : સર્વોચ્ચ અદાલતે તપાસ પર લગાવેલી રોક હટાવી લીધી અને કેસમાં તપાસ માટે સીબીઆઈના ભૂતપૂર્વ વડા આર.કે રાઘવનની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ રચવામાં આવી.

12 ફેબ્રુઆરી-2009 : ગુજરાત હાઈકોર્ટે ગોધરાકાંડ કેસમાં તમામ આરોપીઓ સામેના POTA (પોટા) કેનૂન હેઠળના ગુના રદ કરી દીધા.

એપ્રિલ-2009 : સર્વોચ્ચ અદાલતે ગોધરાકાંડ કેસ સહિત 2002 રમખાણોના નવ કેસ માટે વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટો રચવા આદેશ આપ્યો. ગોધરાકાંડ કેસની સુનાવણી માટે એડિશનલ સેશન જજ પી.આર.પટેલની નિમણૂક કરાઈ.

જૂન-2009 : ગોધરાકાંડ કેસમાં વિશેષ અદાલતે સુનાવણી શરૂ કરી.

30 મે-2010 : ટ્રાયલ કોર્ટના જજે ગોધરા રેલવે સ્ટેશન પાસે ઘટનાસ્થળની મુલાકાત લીધી.

28 સપ્ટેમ્બર-2010 : ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.

24 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા માટે 19 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી. જો કે બાદમાં તે 22 ફેબ્રુઆરી કરવામાં આવી.

25 જાન્યુઆરી-2011 : ગોધરાકાંડ કેસના ચુકાદા પર રોક માટે સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો.

22 ફેબ્રુઆરી-2011 : અમદાવાદની વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલતે ગોધરાકાંડ કેસમાં 31ને દોષિત ઠેરવ્યા જ્યારે 63ને નિર્દોષ જાહેર કર્યા.

09 ઑક્ટોબર-2017 : ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવી, 20 આરોપીઓને ટ્રાયલ કોર્ટે આપેલી સજા યથાવત રાખવામાં આવી. તેમજ 63 આરોપીઓને નિર્દોષ ઠેરવતા ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો