દિલ્હીમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ અંગે શું કહી રહ્યાં છે લોકો?

દિવાળી નિમિત્તે ફટાકડા ફોડી રહેલી વ્યક્તિ Image copyright Getty Images
ફોટો લાઈન શિવાકાશીનું ફટાકડાનું વાર્ષિક ટર્નઑવર 7000 કરોડ છે . તે 3 લાખ કરતા વધુ લોકોને રોજગારી આપે છે.

સોમવારે પ્રદૂષણને ધ્યાનમાં લઈને સુપ્રીમ કૉર્ટે દિલ્હી-એનસીઆરમાં દિવાળી નિમિત્તે ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ આદેશને પગલે મુંબઈમાં પણ ફટાકડા પર પ્રતિબંધ મુકવા સામાજિક કાર્યકરો માગ કરી રહ્યા છે.

ત્યારે બીબીસી ગુજરાતીએ આ મુદ્દે ફેસબુક પેજ પર વાચકોના પ્રતિભાવો જાણવા પ્રયાસ કર્યો હતો.

'કહાસુની' હેઠળ ફેસુબક પર પ્રશ્ન કરાયો હતો કે 'શું પ્રદૂષણને ધ્યાનમાં લઈને દિલ્હીની માફક ગુજરાતમાં પણ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવવો જોઇએ?

તમને આ પણ વાંચવું ગમશે

વાચકોએ રજૂ કરેલા પ્રતિભાવોનું અહીં સંકલન કરવામાં આવી રહ્યું છે.

નિર્ણયનો વિરોધ

ધીરજ ગાવા નામના યુઝરે લખ્યું, 'દિલ્હીમાં જે પણ થઇ રહ્યું છે એના માટે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યો જવાબદાર છે.' જ્યારે હિરેન પટેલ કહે છે, 'ફેકટરી કે વાહનોનો ધૂમાડો આખું વર્ષ પ્રદૂષણ ફેલાવે છે.'

Image copyright FACEBOOK
Image copyright FACEBOOK

નિખર ત્રિવેદી લખે છે, 'ફટાકડાને બદલે ડીઝલ અને પેટ્રોલથી ચાલતી કાર પર પ્રતિબંધ કેમ નથી મુકાતો?' તો ઉર્વી ગાંધીરેણુ જણાવે છે, 'આ માટે એક વ્યવસ્થા કરવી જોઈએ.'

Image copyright FACEBOOK
Image copyright FACEBOOK

નિર્ણય આવકારાયો

હેતલ પારેખ આ સમગ્ર સમસ્યાના ઉકેલના ભાગરુપે અવાજરહિત કારના ઉપયોગનું સૂચન આપે છે. ભાવિની ચૌહાણે પણ સુપ્રીમના નિર્ણય સાથે સહમતી દર્શાવી છે.

Image copyright FACEBOOK
Image copyright FACEBOOK

સ્નેહા શાહનું માનવું છે કે માત્ર ફટાકડા જ નહીં, પ્રદૂષણ ફેલાવતી દરેક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. તો જિગ્નાસા ફટાકડાને 'રૂપિયાનો બગાડ અને પ્રદૂષણનો વધારો' ગણાવે છે.

Image copyright FACEBOOK
Image copyright FACEBOOK

કાંતિ દાવડા જણાવે છે, 'ભારતીય ન્યાયાસનમાં જેટલા નિર્ણય લેવાય કે આદેશ અપાય તેના માટે સર્વે થવા જ જોઇએ.' આ દરમિયાન બીબીસી ગુજરાતીને લઇને એક સસપ્રદ કૉમેન્ટ પણ આવી.

Image copyright FACEBOOK
Image copyright FACEBOOK

શું છે સમગ્ર મામલો?

દિલ્હી-એનસીઆરમાં આ વખતે દિવાળીના અવસરે ફટાકડા નહીં વેચી શકાય. સોમવારે કૉર્ટે આ નિર્ણય સંભળાવ્યો.

આ સાથે જ પ્રતિબંધને લાગું કરવા માટે સુપ્રીમ કૉર્ટે દિલ્હી પોલીસ તરફથી જાહેર તમામ સ્થાઈ અને અસ્થાઈ લાયસન્સ તત્કાલ પ્રભાવથી રદ્દ કરવાનો આદેશ પણ આપ્યો છે.

જો કે, સુપ્રીમ કૉર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે અમુક શરતો સાથે એક નવેમ્બર 2017 એટલે કે દિવાળી પૂરી થયા બાદ ફટાકડાનું વેચાણ ફરીથી શરૂ કરી શકાશે.

પોલીસને એ જવાબદારી પણ સોંપવામાં આવી છે કે તે સુનિશ્ચિત કરે કે કોઇ પણ પ્રકારે ફટાકડાનું ગેરકાયદે વેચાણ ના થાય.

હિંદુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર તમિલનાડુના ફટકડા ઉત્પાદનના મોટા કેન્દ્ર ગણાતા શિવાકાશીને આ નિર્ણયને પગલે વર્ષે 1,000 કરોડનું નુકસાન થઇ શકે એમ છે.

શિવાકાશીનું ફટાકડાનું વાર્ષિક ટર્નઑવર 7000 કરોડ છે . તે 3 લાખ કરતા વધુ લોકોને રોજગારી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો