અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપતીને શંકાનો લાભ આપ્યો

તલવાર દંપતી Image copyright PTI

પોતાની દીકરી આરુષીની હત્યાના આરોપમાં ડાસના જેલમાં સજા કાપી રહેલાં તલવાર દંપતીને અલ્હાબાદ હાઈકોર્ટે શંકાનો લાભ આપીને મુક્ત કર્યું છે.

કેસના વકીલ એ કે નિગમે જણાવ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટે તલવાર દંપતીની અપીલ સ્વીકારી લીધી છે.

એમની આજીવન કારાવાસની સજા રદ્દ કરવામાં આવી છે.

તલવાર દંપતી હાલમાં ગાઝિયાબાદની ડાસના જેલમાં છે.

તમને આ વાંચવું પણ ગમશે

અલ્હાબાદના અમારા સંવાદદાતા સમીરાત્મજ મિશ્રના જણાવ્યા મુજબ કોર્ટે કહ્યું કે તલવાર દંપતીને શંકાનો લાભ મળવો જોઈએ.


પરિસ્થિતિજન્ય સાક્ષ્યોને આધારે દોષિત

Image copyright FIZA

આ મામલામાં પરિસ્થિતિજન્ય પુરાવાને આધારે સીબીઆઈ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા.

આ પહેલા 25 નવેમ્બર 2013ના રોજ સીબીઆઈ કોર્ટે તલવાર દંપતીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. એ પછી બંને ગાઝિયાબાદની ડાસના જેલમાં સજા કાપી રહ્યા હતાં.

રાજેશ તલવાર અને તેમની પત્ની દાંતના ડૉક્ટર છે. 15 અને 16 મે 2008ના રોજ નોઇડા સ્થિત તેમના ઘરમાં તેમની 14 વર્ષની પુત્રી આરુષી અને નોકર હેમરાજની હત્યા કરવામાં આવી હતી.

આરુષીની હત્યા એના રૂમમાં અને હેમરાજનું શબ તેમના ધાબા પર મળ્યું હતું.

આ મામલામાં ઘણા બધા ઉતાર ચઢાવ અને વળાંક આવ્યા. સીબીઆઈ તપાસમાં 30 મહિના પછી ક્લોઝર રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.

સીબીઆઈ કોર્ટે તલવાર દંપતીને આજીવન કારાવાસની સજા આપી હતી. જેની સામે દંપતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.


'દરેક મુદ્દે દલીલ થઈ'

Image copyright Getty Images
ફોટો લાઈન 'આ પુસ્તમાં કોઈ નવી વાત નથી. અવિરૂક સેન તલવાર દંપતીના મીડિયા મેનેજર છે'

આરુષી કેસમાં સીબીઆઈના વકીલ આર.કે. સૈનીએ સીબીઆઈ પરના આરોપો બાબતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે તેમણે 'આરુષી' પુસ્તક નથી વાંચ્યુ, પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પણ દલીલ થઈ ચૂકી છે.

આર.કે.સૈની કહે છે, "આ પુસ્તમાં કોઈ નવી વાત નથી. અવિરૂક સેન તલવાર દંપતીના મીડિયા મેનેજર છે. તે નિષ્પક્ષ લેખક નથી."

"સીબીઆઈએ જે રીતે કેસને સંભાળ્યો હતો, તેનું મૂલ્યાંકન કરવા માટે અદાલતો છે. આ લોકો (તલવાર દંપતી) 30-40 વાર ઉચ્ચ અદાલતોમાં ગયા છે."

"દરેક વાક્ય, દરેક પોઈન્ટ, કૉમા, ફુલ સ્ટૉપ માટે પણ તે લોકો હાઈ કૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ગયાં છે."

પુસ્તકમાં આર.કે. સૈની પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે આરુષી અને હેમરાજના સંબંધો વિશે અદાલતમાં બૂમ પાડી હતી કે લખો 'સંભોગ, સંભોગ'

આ મુદ્દે સૈની કહે છે કે અદાલતની કામગીરી કાયદા પ્રમાણે હોય છે, ઉશ્કેરણી પર નહીં.

અદાલતો બધી રીતે નજર રાખે છે. ઓશિકા મુદ્દે પણ તેઓ હાઈકૉર્ટ અને સુપ્રીમ કૉર્ટમાં ગયા હતા પરંતુ તેમને રાહત મળી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો