કિશોરકુમાર : 'તેમની ગેરહાજરીમાં પણ લોકો તેમને અનુભવે છે'

કિશોરકુમારની તસવીર
ફોટો લાઈન કિશોરા દાની આજે ત્રીસમી પુણ્યતિથિ છે

'કિશોરકુમાર' અને 'કિશોર દા'ના હુલામણા નામે જાણીતા ગાયક આભાસકુમાર ગાંગુલીની આજે ત્રીસમી પુણ્યતિથિ છે.

કિશોરકુમારને ગાવાની તક કઈ રીતે મળી? આ વિશે વાત કરતા ખુદ કિશોરકુમારે કહ્યું હતું, "જ્યારે હું મારા ભાઈ અશોકકુમાર સાથે સંગીતકાર એસ.ડી. બર્મનને મળવા ગયો ત્યારે અશોકકુમારે જણાવ્યું હતું કે મારો ભાઈ પણ થોડું ગાઈ શકે છે."

તેમણે કહ્યું, "એસ.ડી. બર્મને મારું નામ પૂછ્યું અને કોઈ ગીત ગાવાનું કહ્યું. તેમણે જ ગાયેલું અને તે સમયે ખૂબ પ્રખ્યાત થયેલું એક બંગાળી ગીત મેં ત્યારે ગાયું હતું."

"મારું ગીત સાંભળી તેઓ બોલ્યા, 'અરે આ તો મારી નકલ કરી રહ્યો છે. હું નિશ્ચિતપણે આ વ્યક્તિને ગાવાની તક આપીશ'. હું તો ત્યારે વિચારી પણ નહોતો શકતો કે સચિન દા મારી પાસે ગીત ગવડાવશે."

તમને આ પણ વાંચવું ગમશે

સંગીતકાર જતીન-લલિતની જોડીના લલિત કહે છે, "ગીતોમાં મસ્તી રજૂ કરતું એક્સપ્રેશન બહુ મુશ્કેલીથી આવે છે, પરંતુ કિશોર દાના ગીતોમાં તે કુદરતીપણે આવી જતું હતું.

"તેમના ગીતોમાં એટલું એક્સપ્રેશન આવતું હતું જે અમે નથી લાવી શકતા."


ગીતો અમર થઈ જતાં

Image copyright AMIT KUMAR
ફોટો લાઈન ઉમદા સેન્સ ઑફ હ્યુમરના માલિક હતા કિશોર દા

લલિત કહે છે કે તેમનામાં સંગીતની સમજણ એટલી વધારે હતી કે કોઈ સંગીતકાર થોડી ખરાબ ધૂન લઈને આવે તો પણ તેઓ તેમાં એટલો પ્રાણ ફૂંકતા કે તે ગીત અમર થઈ જતું.

તેમની સેન્સ ઑફ હ્યુમર એવી હતી કે તેમના વિશે કોઈ અનુમાન નહોતું લગાવી શકતું કે તેમનું આગામી પગલું શું હશે.

એકવાર કિશોરકુમાર કોઈ હાઈ-વે પર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. દિગ્દર્શકે સમજાવ્યું હતું કે તમારે ગાડીમાં બેસીને આગળ જવાનું છે અને બાદમાં શૉટ કટ થઈ જશે.

કિશોરકુમાર બાદમાં ગાડીમાં બેઠા અને નીકળી ગયા. દિગ્દર્શક કિશોરકુમારના પરત આવવાની રાહ જોતા રહ્યા.

Image copyright BRHMANAND SINGH
ફોટો લાઈન કિશોર દા ક્યારે શું કરશે તે કહી શકતું ન હતું

થોડા સમય બાદ જાણ થઈ કે કિશોરકુમાર ગાડીમાં ખંડાલા પહોંચી ત્યાં સૂઈ ગયા હતા.

કિશોરકુમાર ઘણી વાર કહેતા કે આ ગીત તેઓ ગાશે તો તે ગીત નિશ્ચિતપણે હિટ સાબિત થશે.

કિશોરકુમારને ભગવાને એવો સ્વર આપ્યો હતો કે તેમનો ખરાબ અવાજ આજ સુધી સાંભળવા નથી મળ્યો.

તેઓ એવું પણ કહે છે કે રાજેશ ખન્ના મોટા અભિનેતા અને સુપર સ્ટાર બન્યા તેમાં કિશોરકુમારનું મોટું યોગદાન હતું. કિશોરકુમારે જે હીરો માટે ગીત ગાયા, તેઓ અમર થઈ ગયા.

હવે તમે આ વાતથી અનુમાન લગાવી શકો છો કે કિશોરકુમારનું અસ્તિત્વ કેવું હતું?


તેમની ગેરહાજરીમાં પણ તેમનો અનુભવ થાય છે

Image copyright KIRAN SHANTARAM
ફોટો લાઈન કિશોરકુમારને હૉલિવૂડની ફિલ્મોના જોવાનો ખૂબ શોખ હતો

ગીતકાર જાવેદ અખ્તર કહે છે, "મહાન લોકો સમય સાથે વધુ મહાન થતા જાય છે કારણ કે તમે અનુભવો છો કે તેઓ કેવી રીતે કામ કરી રહ્યા છે."

"તેમની છબી સમય સાથે મોટી થતી ગઈ અને આજે તેમની ગેરહાજરીમાં પણ લોકો તેમને અનુભવે છે."

જાવેદ અખ્તર કહે છે, "મેં ઘણા એવા સંગીતના દિગ્દર્શકો સાથે કામ કર્યું છે જેમને કિશોરકુમારને મળવાનો મોકો સુદ્ધાં નથી મળ્યો. જો કે મેં ઘણીવાર તેમને એવું કહેતા સાંભળ્યા છે કે કદાચ કિશોરકુમાર આ ગીત ગાવા માટે હયાત હોત."

કિશોરકુમારના પુત્ર અમિતકુમાર કહે કે તેમના પિતાને હૉલિવૂડની ફિલ્મો જોવી ખૂબ ગમતી. એકવાર તેઓ અમેરિકા ગયા ત્યારે આઠ હજાર ડૉલરની કિંમતની વીડિયો કેસેટો ખરીદી લાવ્યા હતા.

વધુ જણાવતાં તેઓ કહે છે કે, જ્યારે તેઓ કોલકાતાથી મુંબઈ જતા ત્યારે વીકએન્ડમાં તેમના પિતા સાથે એક દિવસમાં ત્રણ-ત્રણ શૉમાં ફિલ્મો જોઈ આવતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા