સોની તારાપોરવાલાના કૅમેરામાં કેદ 1977થી મુંબઈની તસવીરો

1977માં મુંબઈના મરિન ડ્રાઇવ પર ઊંટસવારીની તસવીર Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1977માં મુંબઈના મરિન ડ્રાઇવ પર ઊંટસવારી

ભારતના સૌથી વધુ વૈવિધ્યસભર અને રસપ્રદ શહેરોમાંથી એકનું વર્ણન સોની તારાપોરવાલાના લેન્સથી..

ભારતના અગ્રીમ હરોળના ફોટોગ્રાફર, પટકથાકાર અને ફિલ્મ નિર્માતા સોની તારાપોરવાલાએ 1977થી મુંબઈની તસવીરો લીધી છે, આ જ શહેરમાં તેમનો ઉછેર થયો.

તેમણે 'મિસિસીપી મસાલા', 'ધ નેમસેક' અને ઑસ્કર માટે નૉમિનેટ થયેલી 'સલામ બોમ્બે' ફિલ્મોની પટકથા લખી છે.

તારાપોરવાલાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'લિટલ ઝીઝોઉ'ને દિગ્દર્શિત પણ કરી છે.

તેમના ફોટોગ્રાફ ભારતના વિવિધતાથી સભર શહેરોમાંના એક મુંબઈના સામાજિક ઇતિહાસને પ્રદર્શિત કરે છે.

દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા શહેરોમાંથી એક મુંબઈ શહેરની તસવીરો ચોક્કસ વર્ગ અને સમુદાયથી પર છે.


Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1987માં ફિલ્મના સેટ પર અભિનેતાઓ લિલિપુટ(ડાબે) અને સ્ટેલન સ્કાર્સગાર્ડ

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન બાળકો નકલી બંદૂક સાથે ફિલ્મી ઢબે રમત રમી રહ્યા છે

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 2012માં લેવાયેલી યહુદીઓનાં દેવળની તસવીર

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 2005માં મુંબઈના મરિન ડ્રાઇવ પર એર શૉ નિહાળતા દર્શકો

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન જુહુ એરપોર્ટ પર ખાટલામાં બેસી પ્લેનની ચોકી કરતા ચોકીદારની 1982માં લેવાયેલી તસવીર

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1987માં લેવાયેલી તસવીરમાં એક ફિલ્મનું લોકેશન

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1987માં 'સલામ બોમ્બે' ફિલ્મના વર્કશોપ વખતે અભિનેતાઓ સરફુ અને ઇરફાન ખાન(જમણે)

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 2005માં લેવાયેલી તસવીરમાં ભારતના પ્રખ્યાત કલાકાર એમ. એફ. હુસેન તેમના ઘરમાં. 2011માં તેમનું મૃત્યુ થયું હતું.

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 2015માં લેવાયેલી તસવીરમાં દરિયાકિનારેથી દરિયાને નિહાળતી બાળકી

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 2016માં ગણેશ ઉત્સવ દરમિયાન મુક્તમને હસતા પુરુષો

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1987માં એક ફિલ્મના સેટ પર અભિનેતાઓ નસરુદ્દીન શાહ (ડાબે) અને સ્ટેલન સ્કાર્સગાર્ડ

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1985માં કૉંગ્રેસના શતાબ્દી મહોત્સવ વખતે પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનું પોસ્ટર

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1986માં મેટ્રો સિનેમામાં 'જાંબાઝ' ફિલ્મના પ્રીમિઅર પહેલા નેવી બૅન્ડનું પ્રદર્શન

Image copyright SOONI TARAPOREVALA
ફોટો લાઈન 1986માં 'જાંબાઝ' ફિલ્મના પ્રીમિઅર વખતે શૉ-મેન રાજ કપુર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો