#MeToo : 'કોઈ સ્પર્શ કરે તો જ શોષણ થાય?'

રજની વૈદ્યનાથન બીબીસી સંવાદદાતા

સોશિઅલ મીડિયામાં હેશટેગ 'મી ટૂ' ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ હેશટેગ સાથે યુવતીઓ તેમના સાથે થયેલા જાતીય શોષણની વાતો લખી રહી છે.

જે અંતર્ગત બીબીસીના રજની વૈદ્યનાથન અંગત અનુભવો અહીં શેર કરી રહ્યાં છે.

એ સમયે હું 25 વર્ષની હતી.

અમારી સ્ટોરીનું કામ પતાવી અમે સીધા જ ન્યૂયોર્કની એક ઇટાલિયન રેસ્ટોરાંમાં ભોજન માટે પહોંચ્યાં.

એ સમયે હું એક મહત્વાકાંક્ષી ન્યૂઝ પ્રોડ્યુસર હતી અને રિપબ્લિકન પાર્ટીનું કન્વેન્શન કવર કરવા મેનહેટ્ટન ગઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

હું મારા એક સાથી કર્મચારી સાથે ડિનર લઇ રહી હતી. જ્યારે બાકીના બધા જ સહકર્મીઓ જતા રહ્યા હતા.

ઈટાલિયન રેસ્ટોરાંના ઝાંખા પ્રકાશ વચ્ચે અમે જ્યૉર્જ બુશ અને જ્હોન કેરીની વાતો કરી રહ્યાં હતાં.

...પણ અચાનક જ તેમણે વાત કાપી નાખી.

સહકર્મીનું યૌન આકર્ષણ

'હું તારા પ્રત્યે સેક્સ્યુઅલી અટ્રેક્ટેડ છું. તારા વિશેના વિચારો હું રોકી નથી શકતો.'

એમની વાત સાથે જ મારા હાથમાંથી ફૉર્ક-નાઇફ છૂટ્યાં અને પ્લેટમાં પડ્યાં. હજુ પણ એમા નૂડલ્સ ફસાયેલા હતા.

એમની ઉંમર મારા કરતા બેગણી હતી અને ઑફિસમાં સૌ તેમને સન્માનની નજરે જોતા હતા. તેમને ગર્લફ્રેન્ડ પણ હતી.

આ પ્રથમ ઘટના નહોતી કે હું સેક્સિઝમનો ભોગ બની રહી હોઉં. આ પહેલાં પણ આવું થયું હતું પણ કોઇએ આટલી ખુલ્લી રીતે ક્યારેય નહોતું કહ્યું.

મેં જવાબમાં શું કહ્યું એ આજે મને યાદ નથી. પણ મારો જવાબ ખુબ જ સભ્ય હતો. ગમે તેમ કરીને મેં વાત બદલવાનો પ્રયાસ કર્યો.

હવે મને સમજાય છે કે આ બાબત બિલકુલ અસ્વિકાર્ય હતી.

એ ઘટના આજે પણ મને એ વાત યાદ અપાવે છે કે કઈ રીતે વર્કપ્લેસ પર કેટલાક પુરુષો પોતાની શક્તિનો ઉપયોગ મહિલાઓને કાબૂ કરવા, તેમનું શોષણ કરવા કરે છે.

રસ્તા પર, ઑફિસમાં અને કેમ્પસ પર શોષણ

તાજેતરમાં જ હાર્વી વેઇન્સ્ટેઇનનું સેક્સ સ્કૅન્ડલ સામે આવ્યું જે અંગે અમે સ્ત્રી મિત્રોએ વાત કરી હતી.

અમે ચર્ચા કરી હતી કે અમારે ક્યાં કહી દેવું જોઈએ અને ક્યાં અવાજ ઉઠાવવો જોઈએ.

શું કોઈ તમને સ્પર્શ કરે તો જ શોષણ થાય? એ તમારો મિત્ર હોય તો પણ શું થયું? શોષણની શરૂઆત અને અંત ક્યાં થાય?

હોટેલમાં ટકોરા

આ બન્ને ઘટનાઓ તો ઉદાહરણ માત્ર છે. વહી ગયેલા વર્ષોમાં મેં આવી કેટલીય ઘટનાઓનોનો સામનો કર્યો છે.

અરે હાં! હું એ ઘટનાને જણાવવાનું તો ભૂલી જ ગઇ કે જ્યારે મારા એક પરણિત સહકર્મીએ રાતે મારી હોટેલના રૂમનો દરવાજો ખટખટાવ્યો.

એ વખતે હું ડરી ગઇ હતી અને દોડીને બાથરૂમમાં જતી રહી હતી. મેં મારા એક પુરુષ મિત્રને સીધો જ ફોન કરી દીધો. તેણે મને કહ્યું કે ફરીથી આવું થાય તો હું તેને ફોન કરીને જણાવું.

આ ઘટના મને એ યાદ અપાવે છે કે બધા જ પુરુષો એક સરખા નથી હોતા. કેટલાક પુરુષો આવી પરિસ્થિતિમાં તમને મદદરૂપ પણ થતા હોય છે.

જોકે, હૉલિવૂડ અને તેની બહારની આવી ભયાનક વાતો સામે આવવાનું એક સકારાત્મક પાસું એ છે કે લોકો આ અંગે વાત કરતાં થયાં છે.

હાર્વી વેઇન્સ્ટેઇનનું સ્કૅન્ડલ સામે આવ્યા બાદ સોશિઅલ મીડિયા પર હેશટેગ 'મી ટૂ' ટ્રેન્ડ થઇ રહ્યો છે.

સોશિઅલ મીડિયામાં સ્ત્રીઓ પોતાના યૌન શોષણના અનુભવો શેર કરી રહી છે.

અભિનેત્રી મલ્લિકા દુઆએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે.

mackenzie‏ લખે છે કે 'નો મીન્સ નો'

તો જાણીતા અભિનેતા વીર દાસ આ મુદ્દે પુરુષોને આગળ આવવા હાકલ કરે છે.

કારા આ અંગે જણાવે છે કે આ અભિયાનને પગલે હવે તેને પીડિત હોવાનો અનુભવ નથી થઇ રહ્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો