ગુજરાતી મહિલાઓ જાતીય સતામણી વિશે સોશિઅલ મીડિયા પર લખી રહી છે

જાતીય સતામણી અને દુષ્કર્મનો વિરોધ કરી રહેલા લોકો Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતની યુવતીઓ પણ હવે જાતીય સતામણીના વિરોધમાં સામે આવી રહી છે

#MeToo હેશટેગ હાલ સોશિઅલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

પોતાની સાથે થયેલા જાતીય શોષણના વિરોધમાં ગુજરાતી યુવતીઓ આ હેશટેગ હેઠળ પોતાનો વિરોધ નોંધાવી રહી છે.

ગુજરાતની યુવતીઓ અને મહિલાઓ પણ ટ્રેન્ડમાં જોડાઈ હતી. મહિલાઓ પોતાના અંગત અનુભવો જણાવી યૌન શોષણ વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહી હતી.

અમદાવાદમાં રહેતી જ્યોતિ પોતાની ફેસબુક વૉલ પર લખે છે, 'યૌન શોષણને કપડાં, ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી.'


જાણીતા ગીતકાર મયુર પુરી લખે છે કે તેમને ઓળખતી 90% જેટલી મહિલાઓને આવા અનુભવ થઈ ચૂક્યા છે.

Image copyright FACEBOOK

કેતકી જોશીએ તેમની ફેસબુક વૉલ પર આરતી દેસાઈની એક પોસ્ટ શેર કરી લખ્યું છે કે આ પ્રકારની સતામણી અટકાવવા માટે માતા-પિતા અને સંતાનો વચ્ચે જાતીય બાબતનોને લગતી ચર્ચા થવી જરૂરી છે.


અમદાવાદના નીમિત દવે આ હેશટેગનો ઉપયોગ કરી લખે છે કે તેમની સાથે રહેલી મહિલાઓ સાથે આ પ્રકારની સતામણી ન થાય તેનું ધ્યાન તેઓ રાખશે.


સુરતમાં રહેતી નિશી ડુમસિયા કહે છે કે આ બાબતે પરિવર્તન લાવવા આપણે જ પહેલ કરવી પડશે.


સુરતમાં રહેતી અન્ય એક યુવતી અંબી ચિનીવાલા કહે છે કે જાતીય સતામણી વિશે ખૂલીને બોલવું ખૂબ કઠિન છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો