ઇટલીમાં ફસાયેલા ભારતીય ખેડૂતોની વ્યથા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

લેટિના શહેરમાં આપણા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે

ઇટલીમાં ફસાયેલા ભારતીય ખેડૂતો પરિવારથી દૂર થઈ ગયા છે અને ખાસ આવક ના હોવાથી હતાશ પણ થઈ ગયા છે.

ખેડૂતો માટે કામ કરતી ત્યાંની સંસ્થાના જણાવ્યા મુજબ તેમને નશાની લત પણ લાગી જાય છે.

રોમના દક્ષિણમાં ઇટાલીનું પ્રખ્યાત શહેર લેટિના ખેતી માટે ખાસ ઓળખ ધરાવે છે.

અહીં તૈયાર કરવામાં આવેલા પાકની સમગ્ર યુરોપમાં નિકાસ થાય છે.

પરંતુ બીબીસીને જાણવા મળ્યું કે અહીં તમામ એવા ભારતીય ખેડૂત છે, જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં કામ કરે છે.

તેમના જીવન અને તકલીફોમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો બીબીસી સંવાદદાતા રાહુલ જોગલેકરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો