મલેશિયાને હરાવી ભારતે એશિયા કપનો ખિતાબ જીત્યો

એશિયા કપ હોકી Image copyright TWITTER@THEHOCKEYINDIA
ફોટો લાઈન ભારતે મલેશિયાને 2-1થી હરાવીને એશિયા કપ હોકી ટાઇટલ જીત્યું

ભારતે મલેશિયાને 2-1થી હરાવીને એશિયા કપ મેન્સનું હોકી ટાઇટલ જીતી લીધું છે.

રવિવારે ઢાકામાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે મલેશિયાને હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે.

આકાશદીપ સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

તમને આ વાંચવું પણ ગમશે :

દસ વર્ષ પછી ભારતે એશિયા કપ જીત્યો છે. અગાઉ 2003 અને 2007માં ભારતે એશિયા કપ જીત્યો હતો.

આ રીતે ત્રીજી વખત ભારતે એશિયા કપ જીતીને પાકિસ્તાનની બરાબરી કરી છે.

બંન્ને રાષ્ટ્રોએ ત્રણ વખત એશિયા કપ કબજે કર્યો છે.

Image copyright TWITTER@THEHOCKEYINDIA
ફોટો લાઈન મેચના ત્રીજા મિનિટમાં, રામાનંદસિંહે પ્રથમ ગોલ કર્યો અને ભારતને મલેશિયા સામે વિજય અપાવ્યો હતો

દક્ષિણ કોરિયાએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે.

મેચના પહેલા ક્વાટરની ત્રીજી મિનિટમાં રામાનંદસિંહે પ્રથમ ગોલ કરી મલેશિયા વિરુદ્ધ ભારતને લીડ અપાવી હતી.

ભારતીય ટીમે શરૂઆતથી આક્રમક રમત દર્શાવી હતી.

રમત શરૂ થયાની પાંચમી મિનિટે જ ભારતને પ્રથમ પેનલ્ટી કોર્નરની તક મળી હતી.

29મી મિનિટે લલિત ઉપાધ્યાયે ભારત માટે બીજો ગોલ કર્યો હતો.

Image copyright TWITTER@THEHOCKEYINDIA
ફોટો લાઈન મલેશિયન ટીમ અને ખેલાડીઓએ પુરી તાકાત લગાડી દીધી હતી અને રમતની 50મી મિનિટે ભારત સામે પોતાનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો

પ્રથમ ક્વાર્ટરમાં ભારત વિરુદ્ધ મલેશિયા એક પણ ગોલ કરી શક્યું ન હતું.

આ રીતે બીજા ક્વાર્ટરના અંત સુધી ભારત 2-0ના સ્કોરથી આગળ હતું.

ત્યારબાદ મલેશિયન ટીમે પુરી તાકાત લગાડી દીધી હતી અને રમતની 50મી મિનિટે ભારત સામે પોતાનો પ્રથમ ગોલ ફટકાર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો