પતિને જેલની અને પત્નીને જીવનભરની સજા
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોના પરિવારની દુર્દશા

વિશાળ દરિયાકાંઠો અને સીમા પારના વ્યાપારી સંબંધોને કારણે ગુજરાત દુનિયાભરના લોકો માટે ભારતમાં આવવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે.

માછીમારી આવો જ એક વ્યવસાય છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે માછીમારો ભૂલથી ભારતીય જળસીમા પાર કરીને પાકિસ્તાનની જળસીમામાં પ્રવેશી જતા હોય છે.

તેમને પાકિસ્તાની જેલમાં કેદ કરવામાં આવે છે. પાછળ તેમના પરિવારની કેવી હાલત થાય છે?

બીબીસી ન્યૂઝ ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા અને કેમરામેન મનીષ જાલુઈએ વણાકબોરીના પરિવારોની એવી મહિલાઓની વ્યથા જાણી કે જેમના પતિ પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો