યુવતીઓને કેવો પુરુષ જીવનસાથી રૂપે ગમે?

રેમ્પ-વૉક કરી રહેવા યુવકો Image copyright Getty Images
ફોટો લાઈન કઈ બાબત પુરુષને આકર્ષક કે હેન્ડસમ બનાવે છે?

કઈ બાબત એક પુરુષને હેન્ડસમ કે આકર્ષક બનાવે છે? શિયાળાની એક સાંજે સહેલીઓ સાથે ચાની ચુસકી માણતા સમયે આ ચર્ચાની શરૂઆત થઈ.

કદમાં થોડી નીચી અને ભરાવદાર એવી મારી એક સહેલીએ તેની કલ્પનાના પુરુષ વિશે જણાવતાં કહ્યું કે તે ખૂબ ઊંચો અને પાતળો ન હોવો જોઈએ.

તે થોડો ભરાવદાર હશે તો ચાલશે, જેથી અમારી જોડી યોગ્ય લાગે તે માટે મારે ભૂખ્યા ન રહેવું પડે.

બીજી એક સહેલીએ કહ્યું, "હું સ્થૂળ અને મોટું પેટ ધરાવતા પુરુષ સાથે ન રહી શકુ. તેઓ લગભગ કદરૂપા હોય છે. હા, મને તેના શરીર પરના વાળ પણ પસંદ ન પડે."

વધુ ઉમેરતા તે કહે છે કે જ્યારે ટાઈટેનિક ફિલ્મમાં લિયોનાર્ડો-ડી-કેપ્રિયો જ્યારે સ્કેચ બનાવે છે ત્યારે તેના જે મેનિક્યોર કરેલા નખ દેખાય છે તેવા નખ ધરાવતો યુવાન મારે જોઈએ છે.

અન્ય એક સહેલીને વાંકડિયા વાળ વધુ ગમે છે. તેણે કહ્યું કે કથ્થાઈ રંગના વાંકડિયા વાળ ધરાવતો પુરુષ મારે જોઈએ છે.

Image copyright Getty Images
ફોટો લાઈન "હ્રિતીક રોશન, શાહરુખ ખાન કે રણવીર સિંહની છબી મારી કલ્પનામાંથી ધૂંધળી થઈ રહી હતી"

વધુ ઉમેરતા તેણે કહ્યું કે તેમાં પણ જો તે ચશ્મા પહેરતો હોય તો તે બાબત સોનામાં સુગંધ ભળવા સમાન ગણી શકાય.

બૌદ્ધિક અને વિનયી પુરુષોની તોલે કોઈ ન આવી શકે. આવું કહી તે ધીમેથી હસી રહી હતી.

આ વાતચીત દરમિયાન હું થોડી મૂંઝવણ અનુભવી રહી હતી.

કોઈપણ યુવતી છ ફૂટની ઊંચાઈવાળા, રૂપાળા કે ઘઉંવર્ણા, કાળા અને રેશમી વાળ ધરાવતા અને મજબૂત બાવડાં ધરાવતા પુરુષની વાત નહોતી કરી રહી.

હ્રિતીક રોશન, શાહરુખ ખાન કે રણવીર સિંહની છબી મારી કલ્પનામાંથી ધૂંધળી થઈ રહી હતી. તેમાંથી કોઈ યુવતી આવા પુરુષનાં સપનાં નહોતી જોઈ રહી.

હકીકતમાં તેઓ કોઈ એક પ્રકારના હીરોની શોધ નહોતી કરી રહી.

તેઓ જે હીરોની કલ્પના કરી રહી હતી તેઓ વિવિધ અને વિશિષ્ટ હતા. તે પ્રકારના પુરુષોને પરંપરાગત વ્યાખ્યા મુજબ હીરો ન કહી શકાય.

એક જાણીતા ટેલિવિઝનની ચર્ચાનો કાર્યક્રમનો મુદ્દો હતો 'ક્યાંની સ્ત્રીઓ વધુ સુંદર? કેરળની કે તમિલનાડુની?' મારી સહેલીઓએ આ મુદ્દાને ઉલટાવી તેમની પોતાની ચર્ચા છેડવાનું નક્કી કર્યું કે કયા પુરુષો ખૂબસુરત?

Image copyright YOUTUBE
ફોટો લાઈન એક જાણીતા ટી.વી. કાર્યક્રમની ચર્ચાનો મુદ્દો હતો, 'ક્યાંની સ્ત્રીઓ વધુ સુંદર? કેરળની કે તમિલનાડુની?'

હું આ વિચારનો વિરોધ કરી રહી હતી કારણ તે તેઓ પણ તે ટેલિવિઝન કાર્યક્રમ જેવું જ કરી રહી હતી.

બે અલગ-અલગ વિસ્તારની મહિલાઓની શારીરિક ખાસિયતોની સરખામણી કરવાનું કામ તે ટેલિવિઝન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

સ્ત્રીઓનું મૂલ્યાંકન માત્ર તેના દેખાવથી કરવાનું અને એક વિસ્તારની તમામ સ્ત્રીઓને એક ચોકઠાંમાં રાખી તેની સરખામણી કરવાની આ વાત હતી.

કારણ કે એક રાજ્યની તમામ સ્ત્રીઓ એક જેવી નથી હોતી! મારાં પાડોશમાં રહેતી સ્ત્રી પણ મારાથી જુદી દેખાય છે. તે મારાંથી જુદાં કપડાં પહેરે છે અને પોતાની જાતને જુદી રીતે રજૂ કરે છે.

આ ટેલિવિઝન કાર્યક્રમે એક ડગલું આગળ ભર્યું અને આ ચર્ચાને સોશિઅલ મીડિયાનું પ્લેટફૉર્મ આપ્યું, 'વધુ સુંદર કોણ? કેરળની મહિલાઓ કે તમિલનાડુની?

Image copyright YOUTUBE
ફોટો લાઈન આ કાર્યક્રમનો કેટલાંક લોકોએ ભારે વિરોધ કર્યો હતો

આવી ચર્ચા સ્ત્રીઓને ભોગવવાના એક સાધન તરીકે દર્શાવે છે તેવા આરોપ સાથે વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો.

અંતે આ ટેલિવિઝન ચેનલે આ ચર્ચા અને ઑનલાઈન પૉલ પ્રસારિત કરવાનું માંડી વાળ્યું.

ઈન્ટરનેટ પર અપલૉડ કરેલા પ્રમોશનલ વીડિયો પણ હટાવી દીધા હતા.

મારી સહેલીઓનું આ રીતે એકઠાં થવું એ એક પ્રકારની અંશતઃ ઉજવણી હતી કે એક જાણીતો ટેલિવિઝન કાર્યક્રમ મહિલાઓની સુંદરતા વિશેની રૂઢિગત વિચારધારાને વધુ મજબૂત નહીં બનાવે.

મહિલાઓને માત્ર સુંદરતાની મૂર્તિ તરીકે જ વ્યાખ્યાયિત નહીં કરે.

Image copyright TWITTER
ફોટો લાઈન આ કાર્યક્રમ વિરુદ્ધ સોશિઅલ મીડિયામાં જુવાળ ફાટી નીકળ્યો હતો

મેં તેમને પૂછ્યું તો પછી તમે પુરુષોને એક વસ્તુ તરીકે શા માટે જુઓ છો?

એક પુરુષને કઈ બાબત આકર્ષક કે હેન્ડસમ બનાવે છે? તેમની અગાઉની ચર્ચાનું ઉદાહરણ આપતા મેં પૂછ્યું.

તેમના વ્યક્તિત્વની અન્ય બાબતો વિશે તમે શા માટે ચર્ચા નથી કરતા?

તેમની વિનોદવૃત્તિ, શિક્ષણનું સ્તર, દૃષ્ટિકોણ અને તેમની રાજકીય વિચારધારા વિશે શા માટે વાત નથી કરતા?

કોઈ વ્યક્તિની સુંદરતા વિશે વાત કરતા હોઈએ ત્યારે આ બાબતો પણ મહત્વ ન રાખવી જોઈએ?

કારણ કે તમારામાં વિનોદવૃત્તિ નથી, તેમણે એકસ્વરમાં કહ્યું. 'આ નિર્દોષ રમૂજ છે, પોતાની જાત પર હસતાં શીખો અને ખુશ રહો.'

મે કહ્યું, "આ જ તો સમસ્યા છે. મને પણ અન્ય મહિલાઓની જેમ આકર્ષક અને હેન્ડસમ પુરુષો ગમે છે અને તેના દેખાવના આધારે જ હું તેના વિશે ધારણા બાંધુ છું."

Image copyright TWITTER
ફોટો લાઈન વિરોધના કારણે ટી.વી. ચેનલે પ્રસારિત કરેલા ઑનલાઈન પૉલ હટાવી લીધા હતા.

પરંતુ જ્યારે આપણે કોઈ મહિલા કે પુરુષને કોઈ મૂર્તિ સમજી તેના શરીરના પ્રકારના આધારે તેમને માપીએ છીએ ત્યારે આપણે સામાન્ય વિચારધારાનું અનુકરણ કરીએ છીએ.

કદાચ આવાં જ કંઈક કારણોસર સંખ્યાબંધ મહિલાઓએ તે ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો અને તે ચેનલે પણ એવું વિચાર્યું કે આ કાર્યક્રમમાં બહુમતી લોકોને પસંદ આવે તેવી નિર્દોષ રમૂજ છે.

પરંતુ આવી નિર્દોષ રમૂજ સમય જતાં બિનઆરોગ્યપ્રદ ડાયેટ, તણાવ, લઘુતાગ્રંથિ અને શરીરનો મેદ દૂર કરવાની સર્જરી તરફ દોરી જાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો