મધ્ય પ્રદેશના ‘વિશ્વસ્તરીય’ રસ્તા, જે શિવરાજસિંહ ચૌહાણે કદાચ નથી જોયા!

મધ્ય પ્રદેશનો સતના-રીવા-ચકઘાટ હાઈવે Image copyright TWITTER
ફોટો લાઈન મધ્ય પ્રદેશનો સતના-રીવા-ચકઘાટ હાઈવે

મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અમેરિકામાં એવું નિવેદન આપ્યું છે કે મધ્ય પ્રદેશના રસ્તા અમેરિકાના રસ્તા કરતા સારાં છે.

શિવરાજસિંહ ચૌહાણે અમેરિકામાં ભારતીય મૂળના ઉદ્યોગપતિઓને સંબોધન કરતા સમયે કહ્યું હતું, "અમે રસ્તા બનાવ્યા. મિત્રો, એ રસ્તાની ગુણવત્તા ઉત્તમ છે."

"હું જ્યારે અહીં વૉશિંગ્ટનના એરપૉર્ટ પર ઉતર્યો અને તે રસ્તા વાટે અહીં આવ્યો ત્યારે મને લાગ્યું કે મધ્યપ્રદેશના રસ્તા અમેરિકાની રસ્તાથી વધારે સારાં છે. હું માત્ર કહેવા ખાતર આ વાત નથી કહી રહ્યો."

તમને આ પણ વાંચવું ગમશે

મધ્યપ્રદેશના પાટનગર ભોપાલનો વીઆઈપી રોડ ખૂબ સારો છે. શિવરાજસિંહ ચૌહાણ જ્યારે મધ્ય પ્રદેશના રસ્તાની સરખામણી વૉશિંગ્ટનના રસ્તા સાથે કરી રહ્યા હતા ત્યારે તેમની સ્મૃતિમાં લગભગ વીઆઈપી રોડની છબી હશે.

Image copyright TWITTER
ફોટો લાઈન ભોપાલ શહેર અને એરપૉર્ટને જોડતા વીઆઈપી રોડની હાલત સારી છે

મુખ્યપ્રધાનના આ નિવેદન બાદ સોશિઅલ મીડિયા પર લોકો મધ્ય પ્રદેશના રસ્તાની તસવીરો શેર કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, શું શિવરાજસિંહ ચૌહાણ આ રસ્તાની વાત કરી રહ્યા હતા? જોકે, મુખ્યપ્રધાનના આ નિવેદન પહેલાં પણ ઘણા લોકોએ તેમને ટ્વિટર પર ટેગ કરી મધ્ય પ્રદેશના રસ્તા પર તેમનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે.

Image copyright TWITTER
ફોટો લાઈન મિલિંદ ગુપ્તે નામના યુઝરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 12ની તસવીર પોસ્ટ કરી મુખ્યપ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો
Image copyright TWITTER
ફોટો લાઈન વિનય ગોયલ નામના યુઝરે સતના-ચિત્રકૂટ હાઈવેની ટ્વીટ કરી કટાક્ષ કર્યો, "આ લૉસ એન્જલ્સથી વેગાસનો હાઈવે છે"
Image copyright TWITTER
ફોટો લાઈન રોહિત અગ્નિભોજ નામના યુઝરે ગ્વાલિયરના એ.બી. રોડની તસવીર પોસ્ટ કરી હતી
Image copyright TWITTER
ફોટો લાઈન પીયુષ જોશીએ અમદાવાદ-ઈન્દોર હાઈવેની કોઈ એક તસવીર શેર કરી કહ્યું કે 60 ટકા રસ્તો હકીકતમાં રસ્તો છે જ નહીં
Image copyright TWITTER
ફોટો લાઈન પીયુષ પાંડેએ રીવા-ચકઘાટ હાઈવેની તસવીરો પોસ્ટ કરી સરકારને સવાલ કર્યો હતો
Image copyright TWITTER
ફોટો લાઈન જય જેઝ નામના યુઝરે ઈન્દોર-હરદા હાઈવેની આ તસવીર શેર કરી હતી
Image copyright TWITTER
ફોટો લાઈન શૈલેશ તિવારી નામના યુઝરે ઈન્દોર-ભોપાલ એક્સપ્રેસવેને પશુઓથી મુક્ત કરાવવાની અપીલ કરી હતી
Image copyright TWITTER
ફોટો લાઈન આકાશ ચૌહાણ નામના યુઝરે 'ડિજીટલ ગામ' બાબઈની આ તસવીર પોસ્ટ કરી કહ્યું હતું કે, 'સાહેબ, રસ્તાઓ તો બનાવડાવો'
Image copyright TWITTER
ફોટો લાઈન જૈનેન્દ્ર ચતુર્વેદીએ 15 ઑક્ટોબરે રીવા જિલ્લાના તેમના ગામના આ રસ્તાને વ્યવસ્થિત બનાવવાની અપીલ કરી હતી
Image copyright TWITTER
ફોટો લાઈન દીપક સાહનીએ પૂછયું હતું, "શિવરાજસિંહ ચોહાણજી, શું તમે આ રસ્તેથી ખજુરાહો જવા ઈચ્છશો?"
Image copyright TWITTER
ફોટો લાઈન વિકાસ શ્રીવાસ્તવ નામના યુઝરે આ તસવીરો પોસ્ટ કરી મુખ્યપ્રધાનનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો હતો
Image copyright TWITTER
ફોટો લાઈન રામ બાંકા રાઠૌર નામના યુઝરે તેમના ગામના 'વિશ્વસ્તરીય' રસ્તાઓની તસવીર પોસ્ટ કરી હતી

જુઓ, મધ્ય પ્રદેશના 'વિશ્વસ્તરીય' રસ્તા!

Image copyright TWITTER
ફોટો લાઈન મનીષ મામાર નામના યુઝરે નરસિંહપુર જિલ્લાના કોઈ વિસ્તારની તસવીર પોસ્ટ કરી હતી
Image copyright TWITTER
ફોટો લાઈન પીયુષ નામના યુઝરે વારાસિવનીના એક રસ્તાની તસવીર મુખ્યપ્રધાનને ટ્વીટ કરી હતી

માર્ગ અકસ્માતના આંકડાઓ

ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયના એક અહેવાલ મુજબ વર્ષ 2015માં થયેલા માર્ગ અકસ્માતોની બાબતમાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર બાદ ત્રીજા નંબર પર મધ્ય પ્રદેશ હતું.

તે વર્ષમાં મધ્ય પ્રદેશમાં કુલ 54,947 માર્ગ અકસ્માત નોંધાયા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

માર્ગ અકસ્માતમાં મૃત્યુના મામલામાં ઉત્તર પ્રદેશ, તમિલનાડુ. માહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાન બાદ ગુજરાત છઠ્ઠા નંબરે આવે છે.

વર્ષ 2015માં ત્યાં કુલ 9314 લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતમાં થયા હતા. સમગ્ર દેશમાં થયેલા કુલ માર્ગ અસ્માત પૈકીના 11 ટકા અકસ્માત મધ્ય પ્રદેશમાં થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો