તમારા જિલ્લામાં ક્યારે અને કયા તબક્કામાં યોજાશે વિધાનસભા ચૂંટણી?

ગુજરાત વિધાનસભા Image copyright www.gujaratassembly.gov.in
ફોટો લાઈન ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કમાં યોજાવાની છે

ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ ચૂકી છે.

9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

ચૂંટણી પંચે જાહેર કરેલા આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ 4.33 કરોડ મતદારો છે.

તમને આ પણ વાંચવું ગમશે

182 બેઠકો માટેનું મતદાન 50,128 પૉલિંગ બૂથ દ્વારા મતદાન કરાવવામાં આવશે.


પ્રથમ તબક્કામાં ક્યાં-ક્યાં જિલ્લામાં થશે ચૂટણી?

નવ ડિસેમ્બરના રોજ નીચે જણાવેલા જિલ્લાઓની વિધાનસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન થશે

કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી,રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ.


બીજા તબક્કામાં ક્યાં-ક્યાં થશે ચૂટણી?

14 ડિસેમ્બરે નીચેના જિલ્લાઓની વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે.

અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો