સ્ટૅમ્પપેપર કૌભાંડ : દોષિત અબ્દુલ કરીમ તેલગીનું મૃત્યુ

અબ્દુલ કરીમ તેલગીનો ફાઇલ ફોટો Image copyright GETTY IMAGES

અબજો રૂપિયાના નકલી સ્ટૅમ્પપેપર કૌભાંડના દોષિત અબ્દુલ કરીમ તેલગીનું ગુરૂવારે મોત થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, ગુરૂવારે બેંગ્લુરુની એક સરકારી હોસ્પિટલમાં તેલગીનું મોત થયું હતું. તેલગીના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

તબીબોના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી તેલગીની તબિયત નાદુરસ્ત હતી.

વર્ષ 2006માં તેલગીને 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત તેને રૂ. 202 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

છેલ્લા 16 વર્ષથી તેલગી બેંગ્લુરુની પરપાના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં કેદ હતો.

તમને આ પણ વાંચવું ગમશે


શું છે મામલો?

Image copyright Getty Images
ફોટો લાઈન તેલગી 16 વર્ષથી બેંગ્લુરુની જેલમાં બંધ હતો

માનવામાં આવે છે કે હજારો કરોડના નકલી સ્ટૅમ્પપેપર કૌભાંડની શરૂઆત 1990ના દાયકાના શરૂઆતના વર્ષોમાં થઈ હતી.

પહેલા તો તેલગીએ સ્ટૅમ્પપેપર વેંચવાનું લાઇસન્સ લીધું. પછી કથિત રીતે બનાવટી સ્ટૅમ્પપેપર છાપવા લાગ્યો હતો.

કહેવાય છે કે, તેલગીએ સ્ટૅમ્પપેપર વેંચવા માટે સેંકડો લોકો રાખ્યા હતા. દર મહિને તેમને કરોડો રૂપિયાની આવક થતી હતી.

1995માં તેલગીની સામે કેસ નોંધાયો હતો, પરંતુ તેની ધરપકડ 2001માં થઈ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

અબ્દુલ કરીમ તેલગીની ધરપકડ બાદ અનેક નેતાઓ તથા ઉચ્ચ પોલીસવાળાઓની ધરપકડ કરવામાં આવી હતી.

તેલગી અનેક રોગગ્રસ્ત હતો. છેલ્લા વીસ વર્ષથી તેને ડાયાબિટીસ અને હાઇપરટૅન્શનની બીમારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા