પોર્ન જોવાની ટેવથી બગડી શકે છે પતિ-પત્નીનાં સંબંધ

  • અનઘા પાઠક
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

પોર્ન ક્લિપ જોયા બાદ ઘણા પતિ પોતાની પત્ની સાથે હિંસક બની જાય છે.

મહારાષ્ટ્રના એક પછાત વર્ગ સાથે સંબંધ ધરાવતી રત્ના (બદલાયેલું નામ)એ જ્યારે લગ્ન બાદ નવા જીવનની શરૂઆત કરી તો તેના મનમાં ઘણાં સપનાં હતાં.

તેની ઇચ્છા હતી કે તેનો પતિ તેને એ જ રીતે પ્રેમ કરે જે રીતે ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે' અથવા તો 'હમ દિલ દે ચૂકે સનમ'માં બતાવાયો હતો.

લગ્ન બાદ કેટલાક દિવસ આ ફિલ્મોની પટકથાને અનુકૂળ રહ્યા હતા.

તેનો પતિ તેની જરૂરિયાતો પૂરી કરવા વાળો એક શિક્ષિત વ્યક્તિ હતો.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ એક સમસ્યા હતી. પતિ ખૂબ ઉગ્ર થઈને સેક્સ કરતો તો ક્યારેક ક્યારેક હિંસક પણ બની જતો.

તેના પતિને પોર્ન ફિલ્મ જોવાની ટેવ હતી. રત્નાને વીડિયોમાં જોવા મળતી વસ્તુઓ બેડ પર કરીને બતાવવી પડતી હતી.

તેમને લાગતું હતું કે સમયની સાથે પતિ પોતાનું વર્તન સુધારી લેશે.

પરંતુ એવું ન થયું. અને તેનો પતિ વધુ હિંસક થતો ગયો.

પોર્ન જોઇને મારપીટ

ઇમેજ કૅપ્શન,

પોર્ન ક્લિપ જોઇને તે જ વસ્તુઓને ઘણા પતિ તેમની પત્ની પાસે કરાવે છે.

રત્નાનો પતિ આખી રાત પોર્ન જોતો હતો અને ઉત્તેજના વધારવા વાળી દવાઓ લઈને જબરદસ્તી સેક્સ માટે મજબૂર કરવા લાગ્યો.

પોતાની માગ પૂરી ન થવા પર તે મારપીટ પણ કરતો હતો.

એક દિવસ તેમણે રત્ના સાથે પોર્ન વીડિયોની જેમ સેક્સ કર્યું હતું.

આ ઘટનાએ રત્નાની હિંમત તોડી દીધી હતી અને તે ભાવનાત્મક રીતે પોતાને નબળી માનવા લાગી.

જ્યારે તેના પતિનું વર્તન અસહ્ય થયું તો તેણે છૂટાછેડા માટે અરજી આપી દીધી.

સામાજિક કાર્યકર્તા રાધા ગાવાલે કહે છે, "આ સમગ્ર ઘટનાએ રત્નાના જીવનને બદલી નાખ્યું છે. તે હજુ પણ લોકો પર વિશ્વાસ નથી કરી શકતી."

તેઓ ઉમેરે છે, "રત્ના પોતાના માતા પિતા સાથે રહે છે. છૂટાછેડા બાદ તેમના પતિએ બીજા લગ્ન કરી લીધાં છે."

રાધા ગાવાલે ટાટા ટ્ર્સ્ટ અને મહારાષ્ટ્ર સરકાર તરફથી બનાવાયેલા વુમેન એન્ડ ચિલ્ડ્રન સેલ સાથે જોડાયેલા સામાજિક કાર્યકર્તા છે.

રાધા ગાવાલે શોષણની શિકાર બનેલી મહિલાઓ અને બાળકો માટે કામ કરે છે.

રાધા જણાવે છે, "પતિના પોર્ન જોવા અને તેના અસરના કારણે પત્ની સાથે હિંસા અને શારીરિક શોષણના ઘણા મામલા અમારી સામે આવ્યા છે."

તેઓ ઉમેરે છે કે, "પતિ ઓરલ અને એનલ સેક્સની માંગ કરે છે. કેમ કે તેવું તેમણે પોર્ન વીડિયોમાં જોયું હોય છે."

"જ્યારે પત્નીઓ આ માગ પુરી નથી કરી શકતી તો મારપીટ કરાય છે."

"ગામ-શહેર અને જુદા જુદા સામાજિક તેમજ આર્થિક વર્ગોમાં સ્થિતિ અલગ નથી. તેમાં મોટા ભાગની ઘટનાઓ ત્યારે બને છે જ્યારે પુરુષ નશામાં હોય છે."

પોર્ન જોવા વાળા લોકોની સંખ્યા વધી

ઇમેજ કૅપ્શન,

સસ્તાં ઇન્ટરનેટના કારણે પોર્ન જોવા વાળા લોકોની સંખ્યામાં વધારો થયો છે.

દુનિયાભરની વેબસાઇટના ઉપભોક્તાઓ પર નજર રાખવા વાળી એનાલિટિક્સ કંપની 'વિડૂલી'ના સંસ્થાપક અને CEO સુબ્રત કૌર કહે છે કે 2016-17માં ભારતમાં એડલ્ટ કન્ટેન્ટ જોવા વાળા લોકોની સંખ્યા બે ગણી વધી છે.

તેઓ કહે છે, "અમારા સર્વેથી જાણવા મળે છે કે સસ્તા સ્માર્ટફોનની ઉપલબ્ધતા અને સસ્તા ઇન્ટરનેટના કારણે પોર્ન જોવા વાળા લોકોની સંખ્યામાં વધારો થયો છે."

વુમેન એન્ડ ચિલ્ડ્રન સેલની મરાઠવાડા સંયોજક જ્યોતિ સકપાલ કહે છે કે આ પ્રકારની ઘટનાઓ સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે.

જ્યોતિ સકપાલ કહે છે, "ઘણી વખત પુરુષોનો અંતિમ ઉદ્દેશ સેક્સમાં સંતોષ નથી હોતો."

"પરંતુ તેઓ પોતાની પુરુષત્વ સાબિત કરવા માગે છે અથવા તો પોતાની પત્નીઓને કાબૂમાં રાખવા માગે છે."

તેમણે વધુમાં ઉમેર્યું, "આ પ્રકારની હિંસા એવા વિચારોથી ઉત્પન્ન થાય છે કે મારી પત્ની મારી સંપત્તિ છે અને તેની સાથે હું જે ઇચ્છું તે કરી શકું છું."

પોર્નહબના ડેટાના મુજબ સમગ્ર વિશ્વમાં દરરોજ પોર્ન જોવાનો સરેરાશ સમય 8.56 મિનિટ અને ભારતમાં 8.22 મિનિટ છે.

આ સિવાય વિશ્વમાં દરરોજ પોર્ન વેબસાઇટ પર જવાનો સરેરાશ આંકડો 7.60 અને ભારતમાં 7.32 છે.

પોર્ન જોવું ખરાબ નથી

ઇમેજ કૅપ્શન,

આદર્શ સ્થિતિમાં સેક્સ માટે બન્ને પાર્ટનરની સંમતિ જરૂરી છે જેથી સેક્સનો આનંદ અનુભવી શકાય.

હૈદરાબાદ સ્થિત યૌન રોગ વિશેષજ્ઞ ડૉક્ટર શર્મિલા મજૂમદાર કહે છે કે કોઈ મહિલાએ આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે તો તરત મદદ માગવી જોઈએ.

તેમના કહેવા મુજબ કોઈ પણ પ્રકારની હિંસા કે પૈરાફિલિયાથી કોઈ ઉત્તેજના અનુભવે તેનો સ્વીકાર નથી કરી શકાતો."

આદર્શ સ્થિતિમાં બન્ને પાર્ટનરની સંમતિ હોવી જરૂરી છે કે જેથી કરીને બન્ને સેક્સનો આનંદ અનુભવી શકે.

પરંતુ કમનસીબે ભારતમાં રત્ના જેવી મહિલાઓ માટે હજુ પણ તે સ્વપ્ન જ છે. સેક્સ પર ભારતીય મહિલાઓના મતને ખૂબ ઓછું મહત્વ આપવામાં આવે છે.

શર્મિલા માને છે કે પોર્ન જોવું અયોગ્ય નથી. તેઓ કહે છે, "ક્યારેક ક્યારેક અથવા તો શરૂઆત કરવા કે પછી સ્વસ્થ શારીરિક સંબંધ બનાવવામાં પોર્ન વીડિયો મદદ કરે છે."

સામાજિક કાર્યકર્તા રાધા માને છે કે મહિલાઓ માટે આ પહેલું પગલું છે કે આ મુદ્દા પર વાત કરે અને આશા કરે કે તેમના પતિ અને પરિવારજનો તેમની વાત સાંભળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો