સોશિઅલઃ રાહુલ ગાંધી માટે ટ્વીટ કરે છે આ 'પીડી'!

રાહુલ ગાંધી અને તેમનું કૂતરૂં પીડી Image copyright TWITTER

છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ ગાંધી ટ્વિટર પર છવાયેલા છે. તેમના ઘણા ટ્વીટસ્ મજેદાર હોય છે. મજાકીયા અંદાજમાં કરેલા ટ્વીટ્સ લોકોને આશ્ચર્યચકીત કરી રહ્યા છે.

લોકોનાં મનમાં સતત એ સવાલ થઈ રહ્યો છે કે રાહુલના આ 'મેકઓવર' પાછળ આખરે કોનો હાથ છે?

આ સવાલના જવાબ સાથે રાહુલ ગાંધી પોતે હાજર થઈ ગયા છે. ખુદ રાહુલ ગાંધીએ જ આ રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો છે.

તેમણે કહ્યું છે કે તેમના ટ્વીટ 'પીડી' કરે છે.

હવે તમને સવાલ થશે કે આ પીડી આખરે કોણ છે? તો તમને જણાવી દઇએ કે પીડી રાહુલ ગાંધીનું પાળતું કૂતરું છે.

તમને આ પણ વાંચવું ગમશે

રવિવારના રોજ રાહુલ ગાંધીએ તેનો એક વીડિયો પણ ટ્વિટર પર અપલોડ કર્યો હતો.

ટ્વીટમાં તેમણે 'પીડી' તરફથી લખ્યું છે, "લોકો ઘણી વખત પૂછે છે કે આ વ્યક્તિ માટે કોણ ટ્વીટ કરે છે... તો હું બધાની સામે હાજર છું.. આ હું છું.. પીડી.. હું તેમની જેમ જ સ્માર્ટ (સ્માઇલી) છું.

જુઓ હું એક ટ્વીટ સાથે શું કરી શકું છું... ઉપ્પસ.. ટ્રીટની સાથે."


રાહુલનો વીડિયો

14 સેકેન્ડના આ વીડિયોમાં રાહુલ ગાંધી પોતાના પાળતૂ કુતરા પીડી સાથે મસ્તી કરી રહ્યા છે.

તેઓ તેને 'નમસ્તે' કરવા માટે કહે છે તો પીડી પોતાના આગળના બે પગ ઉપર ઉઠાવી લે છે.

પછી રાહુલ પીડીના નાક પર બિસ્કિટનો ટૂકડો રાખે છે અને ચપટી વગાડીને તેને ખાવાનો આદેશ આપે છે. પીડી પણ ચાલાકી સાથે બિસ્કિટ ખાઈ લે છે.

રાહુલ ગાંધીના ટ્વીટને ઘણા નેતાઓએ રિટ્વીટ કર્યું છે.

કોંગ્રેસમાં સોશિઅલ મીડિયાની જવાબદારી સંભાળનાર રામ્યાએ ટ્વીટ કર્યું, "તો હવે ખબર પડી જ ગઈ. આ ટેલેન્ટનો મુકાબલો કોણ કરી શકે?"

Image copyright TWITTER

કોંગ્રેસમાં બીજેપીમાં જોડાયેલા આસામના મંત્રી હેમંત બિસ્વા શર્માએ પણ ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું, "સર, મારાથી વધારે તેને કોણ ઓળખી શકે છે. મને પણ યાદ છે કે જ્યારે અમે આસામના ગંભીર મુદ્દા પર તમારી સાથે ચર્ચા કરવા માગતા હતા, ત્યારે તમે તેને બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત રહેતા હતા."

Image copyright TWITTER

હેમંત બિસ્વા ર્મા વર્ષ 2001થી 2015 સુધી આસામમા કોંગ્રેસના ધારાસભ્ય હતા.

વર્ષ 2016માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.

હેમંતના ટ્વીટના જવાબમાં લેખક પવન ખેડાએ ટ્વીટ કર્યું, "ક્યાંક આ એ જ મીટિંગ નથી ને કે જેમાં એ ખબર પડી હતી કે કોણ વધારે વિશ્વાસપાત્ર છે?"

Image copyright TWITTER

કોંગ્રેસ પ્રવક્તા સંજય ઝાએ સ્મૃતિ ઇરાનીની મજાક ઉડાવતા લખ્યું,"તો હવે સ્મૃતિ ઇરાનીજી ક્યારે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે???"

વાત જાણે એમ છે કે ટ્વિટર પર રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતા પર થોડા દિવસ પહેલા સ્મૃતિ ઇરાનીએ એક રિપોર્ટના આધારે લખ્યું હતું, 'રાહુલ ગાંધી વિદેશોમાં ચૂંટણી જીતવાની તૈયારી કરી રહ્યા છે.'

Image copyright TWITTER

ભાજપ તરફથી પણ રાહુલ ગાંધીના પીડી વીડિયો ટ્વીટ પર મજાકીયા અંદાજમાં ટ્વીટ કરાયા છે.

બીજેપીના આઈટી સેલની જવાબદારી સંભાળી રહેલા અમિત માલવીયાએ 'પેડમેન' ફિલ્મના પોસ્ટરને એડિટ કરી રાહુલ ગાંધી અને પીડીની તસવીર લગાવીને ટ્વીટ કર્યું હતું, "પીડી લાવો, કોંગ્રેસ બચાવો."

Image copyright TWITTER

ભાજપ મહિલા મોરચાના સભ્ય પ્રીતિ ગાંધીએ કોંગ્રેસના કેટલાક નેતાઓના સ્નેપચેટ વીડિયોના સ્ક્રીનશોટ ટ્વીટ કર્યા હતા.

તેમણે લખ્યું, "મને આજ દિન સુધી નથી સમજાયું કે આ બધા લોકો આ રીતે મૂર્ખતાથી ભરપૂર મીમ શા માટે બનાવતા હતા... પરંતુ હવે ખબર પડી ગઈ!"

Image copyright TWITTER

જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને પૂછ્યું, 'પીડીને ટ્વિટર પર વેરિફાઇડ અકાઉન્ટ મળતા કેટલો સમય લાગશે?'

આ તો થઈ નેતાઓની વાત, પણ સામાન્ય જનતા પણ ટ્વીટ કરવામાં પાછળ નથી.

ટ્વિટર યુઝર્સ હેશટૅગ PIDI સાથે સતત ટ્વીટ કરી રહ્યા છે. આ શબ્દ ટ્વિટર પર ટ્રેન્ડિંગ કરી રહ્યો છે.

ચયન ચેટર્જીએ ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની પોતાના પાળેલા શ્વાન સાથે તસવીરો ટ્વીટ કરી લખ્યું, પીડીનો જૂનો ઇતિહાસ રહ્યો છે.

Image copyright TWITTER

હદ તો ત્યારે થઈ ગઈ કે પીડીના નામે એક ટ્વિટર અકાઉન્ટ પણ બની ગયું છે.આ અકાઉન્ટ પરથી ટ્વીટ પણ કરવામાં આવી રહ્યા છે.

એક ટ્વીટમાં લખવામાં આવ્યું છે, "લોકો મને ગુજરાત ચૂંટણીમાં મોદી વિરૂદ્ધ ઉભો કરી રહ્યા છે. પરંતુ એક દિવસ પહેલા ટ્વિટર પર મારા ધમાકા બાદ શું મને જીત માટે હજુ પણ મતની જરૂર છે?"


રાહુલ ગાંધીના ટ્વિટર પર 40 લાખ ફૉલોઅર્સ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3.6 કરોડ ફૉલોઅર્સ છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી ટ્વિટર પર ખૂબ સક્રિય છે. તેઓ મજાકીયા અંદાજમાં ટ્વીટ કરવા લાગ્યા છે.

તેના કારણે તેમના ફૉલોઅર્સ અને રીટ્વીટ્સની સંખ્યામાં ભારે વૃદ્ધિ જોવા મળી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો