પ્રેસ રિવ્યૂ: જેટ ઍરવેઝ સાથે બદલો લેવાનો હતો પ્લાન

જેટ ઍરવેઝના વિમાનનું મૉડલ અને બૅકગ્રાઉન્ડમાં ભોજન Image copyright Getty Images
ફોટો લાઈન 'પહેલાં પણ આ ગુજરાતી ઝવેરીએ જેટના ખાવામાં વાંદો હોવાનું તરકટ કર્યું હતું'

સોમવારે મુંબઈથી દિલ્હી જઈ રહેલી જેટ ઍરવેઝની ફ્લાઇટમાં પાયલટે આતંકીએ પ્લેન હાઇજૅક સાથે વિસ્ફોટકો હોવાની ધમકી હોવાનો મેસેજ એરપોર્ટ ઓથોરિટીને આપ્યો હતો.

જે બાદ તરત જ ફ્લાઇટને અમદાવાદ ઍરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવાઈ હતી. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં ગુજરાતી ઝવેરી બિરજૂની કરતૂત પાછળ બે થિયરી પર તપાસ ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યું છે.

જેમાં એક થિયરી મુજબ તાજેતરમાં જેટ ઍરવેઝે તેની સાથે કરેલી વર્તણૂંકનો બદલો લેવા આ કર્યું હોઈ શકે. બીજી થિયરી મુજબ જેટ ઍરવેઝની કર્મચારીએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો હોવાથી તેણે આ વર્તન કર્યું હોય તેમ બની શકે.

તમને આ વાંચવુ પણ ગમશે :

જેમાં પ્રથમ થિયરી મુજબ જુલાઈમાં પહેલાં તેમના ખાવામાં વાંદો હોવાની વાત કરી હતી પરંતુ જેટ ઍરવેઝે આ વાત નકારી કાઢી હતી.

સંદેશના અહેવાલમાં ક્રાઇમ બ્રાંચના આધારભૂત સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે બિરજૂ જેટ ઍરવેઝની કર્મચારીનાં એક તરફી પ્રેમમાં છે. તેથી તેમણે એક લેટર લખી આતંકવાદીઓના નામે ધમકી આપવાનો પ્લાન બનાવ્યો હતો.


ચીન 1000 કિમી લાંબી ટનલ બનાવી બ્રહ્મપુત્રનું વહેણ બદલશે

Image copyright China Photos
ફોટો લાઈન 'આ ટનલ વિશ્વની સૌથી લાંબી ટનલ બનશે'

ગુજરાત સમાચારમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભારત આવતા બ્રહ્મપુત્ર નદીના પાણીને રોકવા માટે ચીને એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

આ અહેવાલ મુજબ ચીન બ્રહ્મપુત્ર નદીનું પાણી 1000 કિમી ટનલ મારફતે તિબેટ થઈ જિનજિયાંગ તરફ વાળશે.

ગુજરાત સમાચારમાં એ પણ કહેવામાં આવ્યું છે કે પર્ણાવરણ નિષ્ણાંતો માની રહ્યા છે કે આ ટનલથી ભારત અને બાંગ્લાદેશ બન્નેને અસર થશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ વિશ્વની સૌથી લાંબી ટનલ હશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 150 બિલિયન ડોલર ટાંકવામાં આવ્યો છે.

ચીનના વૈજ્ઞાનિકો આ માટેનું ટેસ્ટિંગ કરી રહ્યા હોવાનું ડીએનએના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટનો ડ્રાફ્ટ બનાવનાર સંશોધક વાંગ વી મુજબ 100થી વધુ વૈજ્ઞાનિકો આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.


રાજસ્થાનમાં વિવેકાનંદનું પૂતળું લગાવવાનો પરિપત્ર

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમા કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનના ઉચ્ચ શિક્ષણ વિભાગે સરકારી કોલેજોને તેમના કેમ્પસમાં સ્વામી વિવેકાનંદનું પૂતળું લગાવવાનું કહ્યું છે.

જો કોલેજમાં બીજા કોઈ મહાપુરુષનું પૂતળું ન હોય તો આ પૂતળું લગાવવાની વાત પરિપત્રમાં કરવામાં આવી છે.

જેથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેવો હેતુ હોવાનું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. સરકારી કોલેજોના અધ્યાપકોએ દલીલ કરી છે કે શિક્ષણ વિભાગનો આ પરિપત્ર વિભાગની પ્રાથમિક્તા ખોટી દિશામાં હોવાનું દર્શાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો