ખીચડીને 'બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ' તરીકે પ્રમોટ કરવાની કવાયત

ઇમેજ સ્રોત, FACEBOOK/DALKHICHADI
ભારતની વિવિધતા દર્શાવવા ખીચડી પ્રમોટ કરાઇ રહી છે.
ગુજરાતના લગભગ દરેક ઘરે બનતી ખીચડીને હવે 'બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ' તરીકે પ્રમોટ કરાઈ રહી છે. નવી દિલ્હીમાં 3જી નવેમ્બરથી 'વર્લ્ડ ફૂડ ઇન્ડિયા' પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે.
4 નવેમ્બરે આ ઇવેન્ટમાં જાણીતા શેફ સંજીવ કપૂરની આગેવાનીમાં એક હજાર કિલો ખીચડી બનાવવામાં આવશે. જેને પગલે '#ખીચડી' સોશિઅલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે.
તમને આ પણ વાંચવું ગમશે
'ખીચડી પ્રેમીઓ' આ જાહેરાતને પગલે ખુશ થઈ ગયા છે. તો કેટલાય લોકો આ બાબતે કટાક્ષ પણ કરી રહ્યા છે.
ખીચડીને જોઈને ઊભા થવું પડશે?
જમ્મુ અને કશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાહે ટ્વીટ કર્યું કે ''શું કોઈને ખીચડી ખાતા જોઈને આપણે ઊભા થવું પડશે?ફિલ્મ પહેલા ખીચડી ખાવી ફરજીયાત હશે?
શું ખીચડીને પસંદ ના કરનારા રાષ્ટ્રવિરોધી ગણાશે?''
આમિર પઠાણે લખ્યું કે ''બિમાર દેશનું રાષ્ટ્રીય ભોજન ખીચડી જ હોવી જોઈએ.''
મંતેશ્વરસિંઘે લખ્યું કે ''જે રેસ્ટોરાં ખીચડી નહીં પીરસે એ રાષ્ટ્રવિરોધી ગણાશે?''
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ મોહિતે અર્થવ્યવસ્થાને લઈને સરકાર પર કટાક્ષ કરતા લખ્યું કે,
સુરજ અગ્રહરીએ લખ્યું કે 'સરકારે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે હવે રોજીરોટીની અપેક્ષા ના રખાય'
જાહેરાતનું સ્વાગત
ઘણા લોકોએ આ જાહેરાતને વધાવી લીધી.
પૂર્વા શાહે ખીચડીને પોતાની મનપસંદ ડીશ ગણાવી અને લખ્યું, ''ખીચડી બધાને પસંદ છે.''
સેમ પ્રજાપતિએ ગુજરાતી બાળકોને કહેવાતી લોકપ્રિય વાર્તાને યાદ કરતા લખ્યું કે,
સરકારની સ્પષ્ટતા
ખીચડીને 'રાષ્ટ્રીય વાનગી' જાહેર કરવાના વહેતા થયેલા રિપોર્ટ્સ પર સરકારે સ્પષ્ટતા કરી છે.
કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌરે ટ્વીટ કરીને જણાવ્યું કે કાલ્પનિક 'રાષ્ટ્રીય વાનગી'ને લઈને પુરતી ખીચડી પકાવાઈ. આ માત્ર વિક્રમ સ્થાપવા માટે કરાઈ રહ્યું છે.''
તમને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો