સોશિઅલ : 'હું પટેલ છું એનો મતલબ એમ નથી કે હાર્દિકનો સપોર્ટર છું.'

હાર્દિક પટેલનો ફોટો

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાનો પક્ષ મજબૂત કરવા માટે આકરી મહેનત કરી રહ્યાં છે.

બધાં જ લોકોની નજર દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ પર ટકેલી છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર તથા 14મી ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાશે. 18મી ડિસેમ્બરે મતગણતરી સાથે ચૂંટણી પરિણામો જાહેર કરાશે.

બીબીસી ન્યૂઝ ગુજરાતીએ 'કહાસુની'માં સવાલ પૂછ્યો હતો, 'શું પાટીદાર યુવાનો હાર્દિક પટેલને પોતાના નેતા ગણે છે?'

જેમાં કેટલાકે હાર્દિકને પોતાના નેતા ગણાવ્યા તો કેટલાકે તેમને નેતા તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.

હાર્દિક અમારો હીરો છે તે કહે તેમ કરીશું

ઇમેજ સ્રોત, FACEBOOK

હાર્દિક વિશે અમૂક મુદ્દાઓને લઈને લોકોમાં રોષ જાહેર થયો હતો. છતાં રાકેશ પટેલ નામના યૂઝર લખે છે, 'તમે ગમે તેટલી માથાકૂટ કરો પણ અમે તો હાર્દિકની સાથે જ રહીશું.'

ઇમેજ સ્રોત, FACEBOOK

યૂઝર જયદીપ પટેલે તો નેતા તરીકે સ્વીકારવાની સો ટકા ખાતરી આપી હતી, પરંતુ તેને એક શરત પણ મૂકી હતી. તેમણે લખ્યું, 'સો ટકા... પણ આવી રીતે કામ કર્યા કરશો તો.'

ઇમેજ સ્રોત, FACEBOOK

જસવંત પટેલે હાર્દિકનો સાથ આપતા બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું હતું, 'હાં હાર્દિક અમારા નેતા છે. બીજેપીને હાર્દિકની બહુ ઈર્ષા આવે છે, પરંતુ આ વખતે પાટીદારો બીજેપીને હિમાલય ભેગું કરી દેશે.'

ઇમેજ સ્રોત, FACEBOOK

રોહિત ઝાલાવાડિયા નામના યૂઝરે હાર્દિકને પોતાનો હીરો જણાવી લખ્યું હતું કે હાર્દિક અમારો હીરો છે, તે કહે તેમ કરીશું.

ઇમેજ સ્રોત, FACEBOOK

વિપુલ વસાવડાએ હાર્દિકને પોતાનો નાનો ભાઈ માન્યો છે. તેમણે જણાવ્યું હતું કે હાર્દિક પટેલને પાટીદાર સમાજના યુવાનો નેતા નહીં પણ નાનો ભાઈ માને છે.

હાર્દિકમાં નેતા બનવાના કોઈ ગુણ નથી

ઇમેજ સ્રોત, FACEBOOK

હાર્દિકને નેતા માનવા મુદ્દે યૂઝર લક્ષ્મણ લાખાણીએ લખ્યું હતું કે પાટીદાર સમાજને જે માણસ કોંગ્રેસને વેચવા બેઠો હોય, આવા માણસને પાટીદાર સમાજ કોઈ દિવસે નેતા માનતો નથી. જય સરદાર જય પાટીદાર.

ઇમેજ સ્રોત, FACEBOOK

રમેશ બી પટેલ પ્રમાણે હાર્દિકમાં નેતા બનવાનો કોઈ ગુણ નથી. સમાજનો ગદ્દાર છે. તકસાધુ છે.

ઇમેજ સ્રોત, FACEBOOK

યૂઝર મુકેશ પટેલે જો બકાના સિમ્બોલ સાથે લખ્યું, ''હું પટેલ છું એનો મતલબ એમ નથી કે હાર્દિકનો સપોર્ટર છું.''

ઇમેજ સ્રોત, FACEBOOK

હાર્દિક પટેલની સાથેના લોકોને નિશાના પર લઈ ભાવેશ પટેલે જણાવ્યું કે હાર્દિક સાથે બે લોકો છે. જે લોકો રાજકારણમાં કારદિર્દી બનાવવા માંગે છે તેમજ જે લોકોને ટૂંકા સમયમાં પૈસા બનાવવા છે.

ઇમેજ સ્રોત, FACEBOOK

જ્યારે પરેશ પટેલે આંકડાઓ દર્શાવી કહ્યું, ''નહીં.. કોણ હાર્દિક. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપની સરકાર છે અને એક 23 વર્ષનો હાર્દિક બધાને સમજાવે છે કે ભાજપ કરતા કોંગ્રેસની સરકાર સારી.''

ઇમેજ સ્રોત, FACEBOOK

યૂઝર અનુપ પટેલે હાર્દિક પર આરોપ લગાડ્યો કે તેણે પટેલ સમાજનો ઉપયોગ કરી લાખો રૂપિયા એકઠા કર્યાં છે. તે છેતરે છે. વધુમાં અનુપ પટેલે ભલામણ કરી કે તેની સાથે જતાં પહેલા બે વખત વિચારજો.

ઇમેજ સ્રોત, FACEBOOK

તેજસ પંચાલે ઉદાહરણ સાથે કહ્યું કે બધાં જ નેતા ચોર છે. કોઈ ભણેલાને નેતા બનાવો. કોઈ નોકરી માટે પણ પરીક્ષા આપવી પડે છે, પરંતુ આ તો દેશની વાત છે. વધુમાં તેમણે જણાવ્યું કે બધાં જ નેતા સારું જીવન જીવે છે માત્ર જનતા જ ભોગવે છે.

ઘોડાથી ક્યારેક ભુલ થાય તો ગધેડાની સવારી ન કરાય

ઇમેજ સ્રોત, FACEBOOK

આ બધી જ ચર્ચાઓ વચ્ચે અમુક લોકોએ હાર્દિકના મુદ્દાથી હટીને ભાજપ અને કોંગ્રેસ પક્ષ વિશે પોતાના મત રજૂ કર્યાં હતાં.

યૂઝર રાજેન્દ્ર કુમારે ભાજપના વખાણ કરતા જણાવ્યું કે ભાજપની કેટલીક ભૂલો હશે પણ તેની દેશભક્તિ વિશે બેમત નથી. ઘોડાથી ક્યારેય ભૂલ થાય તો ગધેડાની સવારી ન કરાય.

ઇમેજ સ્રોત, FACEBOOK

કમલેશ સુથાર નામના યૂઝરે લખ્યું કે નેતાના મુદ્દાને ધ્યાનમાં રાખી જણાવ્યું કે ભાઈ ગુજરાતીઓના એક જ નેતા છે માત્ર મોદીજી.

ઇમેજ સ્રોત, FACEBOOK

યૂઝર અભિ સોજીત્રાએ પોતાનો મત રજુ કરતા લખ્યું કે તે નેતા નથી, પરંતુ આપણી જેમ સામાન્ય માણસ છે. આપણે બધાં છીએ તો એ છે. બાકી આપણે ન હોય તો એ પણ કંઈ ના કરી શકે.

ઇમેજ સ્રોત, FACEBOOK

યૂઝર અંકિત પટેલે ખેડૂતોને ધ્યાનમાં રાખીને લખ્યું હતું કે ખેડૂતનું કામ થવું જોઈએ. હાર્દિક, મોદી કે રાહુલ જે હોય તે અમારે કંઈ લેવા દેવા નથી.

ઇમેજ સ્રોત, FACEBOOK

જસ્મીન પટેલ નામના યૂઝર લખે છે કે તે પાટીદારનો નેતા બનવાવાળો કોણ છે? બધા જ પાટીદાર નેતા છે, જેથી કોઈ એકને હીરો ન બનાવો.

વધુમાં તેમણે કહ્યું કે અમે બધાં જ નિર્ણય લેવા માટે સક્ષમ છીએ. દરેક નિર્ણય બધાં જ સભ્યો દ્વારા લેવા જોઈએ ન કે કોઈ એક દ્વારા. જય હિંદ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો