પ્રેસ રિવ્યૂ : ઉમા ભારતી-ઈરાની વચ્ચે ખીચડી ખદખદી

ખીચડી

ઇમેજ સ્રોત, INDU PANDEY

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર દિલ્હી ખાતે વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ફેસ્ટિવલ-2017 પર 918 કિલો ખીચડી બનાવીને ભારતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે.

ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

વિખ્યાત શેફ સંજીવ કપૂરે ભારતની પારંપરિક વાનગી ખીચડીને 'બ્રાન્ડ ઇન્ડિયા ફૂડ' તરીકે પ્રોત્સાહિત કરવા અને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાવા આ ખીચડી બનાવી હતી.

વળી, યોગ ગુરૂ બાબા રામદેવે તેમાં તડકો લગાવ્યો હતો. 1200 કિલોની ક્ષમતાવાળી કઢાઈમાં તેને રાંધવામાં આવી હતી.

ખીચડી બનાવનારી કુલ 30 સભ્યોની ટીમમાં કેટલાક અન્ય જાણીતા શેફ પણ સામેલ હતા.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને સંજીવ કપૂરે જણાવ્યું હતું કે ખીચડી બનાવવા તમામે કરેલા પ્રયાસથી તે સંતુષ્ટ છે અને આ ડિશ સમગ્ર દેશની એક ઓળખ પણ છે.

તેમણે ઉમેર્યું, "અમે ખૂબ જ પ્રેમથી આ ખીચડી બનાવી છએ અને વિશ્વને ભારત તરફથી આ એક ભેટ છે."

પદ્માવતી મુદ્દે ભારતી-ઇરાનીઆમને-સામને

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ મુજબ ફિલ્મ પદ્માવતી મામલે કેન્દ્રિયમંત્રી ઉમા ભારતીએ પ્રતિક્રિયા આપી છે.

આ વિવાદના ઉકેલ માટે તેમણે ઇતિહાસકાર, ફિલ્મકાર, વિરોધ કરનાર સમુદાય અને સેન્સર બોર્ડના સભ્યોની એક સમિતિ બનાવી તેના પર નિર્ણય લેવો જોઇએ.

ભારતીએ કહ્યું કે તેમણે ફિલ્મ જોઈ તો નથી પણ લોકોના મનમાં આશંકાઓ જન્મી છે તો તેની મજાક ન ઉડાવવી જોઇએ.

સાથે જ ઉમેર્યં હતું કે જરૂરી નથી તેઓ કહે તેમ જ કરવામાં, પણ કોઈ માર્ગ શોધી વિવાદ સમાપ્ત કરવો જોઈએ.

ઉમા ભારતીએ શુક્રવારે ટ્વીટ કરી ફિલ્મ પર તટસ્થ નથી રહી શકતા તેવું કહ્યું હતું. જ્યારે શનિવારે તેમણે ટ્વિટર પર જ એક પત્ર લખી જણાવ્યું કે ફિલ્મોમાં ઐતિહાસિક તથ્યો સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ.

અત્રે એક વાત નોંધવી રહી કે અગાઉ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની નિવેદન આપી ચૂક્યા છે કે ફિલ્મની રિલીઝ સામે કોઈ સમસ્યા નથી. સરકાર આ મામલે ધ્યાન રાખશે.

રાહુલ સામે સ્મૃતિ ફરી મેદાનમાં

ઇમેજ સ્રોત, Getty Images

વધુમાં દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરના ગુજરાત પ્રવાસ દરમિયાન જીએસટી મુદ્દે સુરતના વેપરીઓની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ લાવવાની વાત કરી હતી.

બીજી બાજુ સ્મૃતિ ઈરાનીએ સુરત ટેક્સટાઇલ સેક્ટરના પ્રતિનિધિ મંડળની રજૂઆતો સાંભળવા તેમને 8મી તારીખે દિલ્હી બોલાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વેપારીઓને મળવા માટે 8મી તારીખે સુરત આવવાની વાત કહી હતી. ત્યારે સ્મૃતિ ઈરાનીએ તમામને એ જ દિવસે દિલ્હી બોલાવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો