તસવીરો: કોહલીએ ગુજરાતમાં આવા અંદાજમાં ઉજવ્યો જન્મદિવસ

મેદાન પર ચોગ્ગા અને છગ્ગા લગાવી બૉલર્સના પરસેવા છોડી દેનારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી રવિવારે 29 વર્ષના થયા છે.

તેમણે 29મો જન્મદિવસ સાથી ખેલાડીઓ સાથે મળીને રાજકોટની હોટેલમાં ઉજવ્યો હતો.

ન્યૂ ઝીલૅન્ડ વિરૂદ્ધ બીજા ટી-20 મેચમાં મળેલી હાર છતાં કેપ્ટન કોહલીના જન્મદિવસની ઉજવણીના ઉત્સાહમાં કોઈ કસર જોવા મળી ન હતી.

તસવીરોમાં જુઓ કેવી રીતે મનાવાયો કોહલીનો જન્મદિવસ-


Image copyright TWITTER
ફોટો લાઈન વિરાટ માટે ક્રિકેટ મેદાન જેવી કેક તૈયાર કરાઈ હતી, જેની સાથે પિચ પણ તૈયાર કરાઈ હતી અને બન્ને તરફ સ્ટમ્પ્સ પણ ગોઠવવામાં આવી હતી. કેકની વચ્ચે 'હેપ્પી બર્થ ડે વિરાટ' લખેલું હતું.
Image copyright TWITTER
ફોટો લાઈન વિરાટનો જન્મ 5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા પ્રેમ કોહલી વકીલ હતા, જ્યારે મમ્મી સરોજ કોહલી ગૃહિણી છે.
Image copyright TWITTER
ફોટો લાઈન વર્ષ 2008માં અંડર-19 વિશ્વ કપમાં વિરાટની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને જીત મળી હતી, ત્યારે વિરાટ સૌપ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા.
Image copyright TWITTER
ફોટો લાઈન અંડર-19 વિશ્વ કપ 2008માં વિરાટે વેસ્ટ ઇંડીઝ વિરૂદ્ધની મેચમાં 74 બૉલમાં સદી ફટકારી હતી.
Image copyright TWITTER
ફોટો લાઈન વિરાટે પોતાની પહેલી પ્રથમ શ્રેણી મેચ વર્ષ 2006માં રમી હતી. આ મેચ દિલ્હી Vs તમિલનાડુ વચ્ચે રમાઈ હતી
Image copyright TWITTER
ફોટો લાઈન કર્ણાટક વિરૂદ્ધ એક રણજી મેચ દરમિયાન વિરાટને તેમના પિતાના નિધનની ખબર મળી હતી. પરંતુ વિરાટ મેચમાં ઉતર્યા અને 90 રનની ઇનિંગ રમ્યા હતા
Image copyright TWITTER
ફોટો લાઈન અત્યારે કોહલી વન ડેમાં સચિન તેંડૂલકર બાદ સૌથી વધુ સદી ફટકારનારા ક્રિકેટર છે. તેમના નામે 202 વન ડે મેચમાં 32 સદી નોંધાયેલી છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા