એશિયાના સૌથી મોટા તળાવને સાફ કરવાનું બીડું આ યુવાને ઉઠાવ્યું છે
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

બિલાલ બન્યો જમ્મુ કશ્મીર માટે ‘સ્વચ્છ ભારત’નો ચહેરો

એક સમયે વૃક્ષોથી ઘેરાયેલું વુલર તળાવ એશિયાનું સૌથી મોટું ચોખ્ખાં પાણીનું તળાવ હતું. આ તળાવ જમ્મુ અને કશ્મીરમાં હિમાલયની ગોદમાં આવેલું છે.

બીબીસીના સંવાદદાતા આમિર પીરઝાદાએ પ્રોડ્યુસ અને એડિટ કરેલા આ વીડિયોનું કેમેરા સંચાલન ફૈસલ એચ. ભટ અને ડ્રોનનું સંચાલન અહેમર ખાને કર્યું છે.

હાલમાં વુલર તળાવનો વિસ્તાર માત્ર 86.71 ચોરસ કિમી રહ્યો છે. એક સદી અગાઉ તેનો વિસ્તાર બમણો હતો.

આ તળાવને સાફ કરવાનું કામ બિલાલ અહેમદ નામનો યુવક કરી રહ્યો છે. શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને બિલાલના કાર્યને ધ્યાનમાં લીધું છે.

બિલાલ હવે જમ્મુ કશ્મીર માટે ‘સ્વચ્છ ભારત’નો ચહેરો છે.

સરકાર તેને સ્કૂલે મોકલે છે અને મહિને રૂ. 8000 ચૂકવે છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા